News of Sunday, 17th August 2025
રાજકોટના લોકમેળામાં ખાદ્યચીજોના સ્ટોલમાંથી મીઠા મસાલા પાન , ફ્રુટ ડીસ તથા ઢોકળા, સમોસા, લીંબુ સહિત કુલ ૧૯ કિલો અખાદ્ય ચીજોનો નાશ
મ્યુનિસિપલ કોર્પોરેશનની ફુડ શાખાના ચેકિંગમાં વાસી ખાદ્ય પદાર્થ પકડાયો

રાજકોટ: સાતમ-આઠમના તહેવાર નિમિત્તે રાજકોટમાં યોજાતો સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ ખાદ્ય પદાર્થોના સ્ટોલમાં ચેકિંગ કરવામાં આવતા મીઠા મસાલા પાન , ફ્રુટ ડીસ તથા ઢોકળા, સમોસા, લીંબુ સહિત કુલ ૧૯ કિલો અખાદ્ય ચીજોનો નાશ કરવામાં આવ્યો હતો.
આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સતાવાર યાદી મુજબ શહેરના રેસકોર્સ
મેદાનમાં યોજાતા લોકમેળામાં ફુડ શાખા દ્વારા ગઈકાલે એટલે કે તા.17ના વિવિધ ખાદ્ય પદાર્થોના સ્ટોલનું ચેકિંગ કરવામાં આવતા
ખીચું મકાઈ ભૂંગળા બટેટા ઢોકળા ચિપ્સ ઘૂઘરા સમોસા વગેરેના કુલ 14 સ્ટોલની ચકાસણી કરેલ તથા વાસી બટેટા અને વાસી ચટણી કુલ મળી 06 કિલો, ફ્રુટ ડીસ તથા ફ્રુટ ચાટ ના કુલ 03 જગ્યાએ ચેકિંગ કરેલ તથા વાસી કાપેલ અનહાઇજનીક રાખેલ ફ્રુટ તરબૂચ, પાઈનેપલ 4 કિલો, પકોડા સમોસાના કુલ 5 ફેરીયાની ચકાસણી કરતા વાસી ચટણી 3 કિલો તથા
લીંબુ સરબત સોડા તથા અમેરિકન મકાઈના સ્ટોલની ચકાસણી કરી વાસી બગડેલા લીંબુ અંદાજિત 05 kgનો તેમજ
મીઠા મસાલા પાન શોપની ચકાસણી દરમિયાન વાસી પાન 50 નંગ સહિત કુલ 19 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
(6:29 PM IST)










