તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 6th August 2025
સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીના ૐ કારેશ્વર મહાદેવ મંદિરે બરફના દ્વાદશ જ્યોર્તિલીંગનો નયનરમ્ય શણગાર
ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયાઃ સ્વાતંત્ર્ય દિને મહાદેવજીને ત્રિરંગા શણગાર કરાશેઃ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, અક્ષરવાડી અને પારસ સોસાયટીના ત્રિભેટે બિરાજતા ઓમકારેશ્વર મહાદેવનો અનેરો મહિમા

રાજકોટ, તા.,૬ : સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી,અક્ષર વાડી અને પારસ સોસાયટીની ત્રિભેટે બિરાજતા ઓમકારેશ્વર મંદિરે ગઇકાલે મંગળવારે પુત્રદા એકદાશી વ્રતતિથિએ બરફના દ્વાદશ જ્યોર્તિલિંગના અદભૂત શણગાર દર્શન યોજાયા હતા. આ દર્શનનો લાહવો લેવા ભાવિકો મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા.
હવે તા.૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ નિમિતે મહાદેવજીને તિરંગાના વિશેષ શણગાર કરવામાં આવશે. આ ઓમકારેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના ૧૯૯૭ની મહાશિવરાત્રીના દિવસે થઇ છે. આ મંદિરની સ્થાપનાની રાતે જ ભાનુબેન જોષીએ આખી રાત જાગીને શિવના મંત્ર જપ કર્યા હતા. ત્યારથી મંદિર ધમધમતું છે.
આ મંદિરના આંગણામાં બે સામૂહિક ભાગવત કથા થઈ છે. જે મધુસૂદન શાષાીના વરદ મુખે ગવાઈ હતી. આ પછી મંદિરનો વિકાસ થયો છે, મંદિરની ખ્યાતિ એવી છે કે લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે અહીં આવે છે પૂજા પાઠનો આનંદ લે છે. આ મંદિરમા ઓમકારેશ્વર દાદા સાથે ગણપતિ દાદા, અને હનુમાનજી મહારાજ ઉપરાંત શિતળા માતાજી, સાંઈબાબા, જલારામ બાપા, રામ લક્ષ્મણ જાનકી, રાધાકળષ્ણ, ગાયત્રી માતા, લક્ષ્મીજી અંબે માતા, ગુરુ નાનક દેવ અને શનિ મહારાજ બીરાજે છે.
વર્ષોથી આ મંદિર અનેરી આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે અહીં કલ્પેશભાઇ શુક્લ પુજારી તરીકે સેવા આપે છે. મંદિરનું સંચાલન રાજભા ઝાલા અને દિનેશભાઇ ડોડિયા સહિતના અનેક ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
શ્રાવણ માસ દરમિયાન અહીં દરરોજ બે દીપ માળા અને ભાવિકોની ઇચ્છા મુજબ મહાદેવજીના અલગ અલગ શણગાર કરવામાં આવે છે. પહેલા અને બીજા સોમવારે પુષ્પ શણગાર થયાં પછી ગઇકાલે તારીખ ૫ને મંગળવારે બરફના દ્વાદશ જ્યોર્તિલિંગના અદભુત દર્શન યોજાયા હતા. સ્વાતંત્ર્ય દિન તારીખ ૧૫ ઓગસ્ટે મહાદેવજીને તિરંગા શણગાર કરવામાં આવશે. શ્રાવણ માસ દરમિયાન ભાવિકો માટે દરરોજ પ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે.
ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં મહિલા મંડળ પણ એટલું જ સક્રિય છે. દર મંગળવારે બપોર થી સાંજ સુધી હનુમાન ચાલીસાના અખંડ પાઠ કરવામાં આવે છે. તેમજ નવરાત્રી પર્વ દરમિયાન ડીજે કે અન્ય કોઈ પણ સંગીત વાદ્યો વગર જ તાલીના તાલે માં આદ્યશક્તિની ભક્તિભાવ સાથે આરાધના કરવામાં આવે છે. આવી જ રીતે મહા શિવરાત્રી પર્વ પર દિવ્ય શણગાર આરતી, ઙ્કસાદ ફલાહાર, જન્માષ્ટમી પર્વ નિમિત્તે શ્રી કળષ્ણ જન્મોત્સવ સાથે મટકી ફોડ, દેવદિવાળી નિમિત્તે તુલસી વિવાહ, જલારામ જયંતિ, રામનવમી, હનુમાન જન્મોત્સવની ઉજવણી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાવામા આવે છે.
આ વિસ્તારમાં આ એક જ શિવ મંદિર એવું છે જ્યાં ગુરૂ નાનક દેવનું મંદિર સચ્ચે દરબાર પણ છે. સિંધી સમાજના ધર્મપ્રેમીજનો દ્વારા અહીં ચેટીચંદ, ગુરૂ નાનક જયંતિ સહિતના પર્વ ઉજવવામાં આવે છે. અગાઉ જ્યારે આ મેદાન ખુલ્લું હતું ત્યારે ૫૧ કુંડી ગાયત્રી યજ્ઞ પણ દાદાના સાન્નિધ્યમાં થયો છે. હોલિકા દહન પર્વ પર અહીં ગાયત્રી મહામંત્ર સાથે અદભુત દ્રવ્યોથી આહુતિ અપાતી હતી.
જ્યાં કપીરાજે આવીને વિશ્રામ લીધો એ પાવન સ્થળે હનુમાનજી મહારાજની સ્થાપના થઇ
આ મંદિરના પાયાના પથ્થર એવા હેમેન ભટ્ટે કહ્યું કે, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમા આ વિશાળ પ્લોટમાં મંદિર બનાવવાનો વિચાર સુઝ્યો અને સોસાયટીના રહીશો સાથે વાત કરી. ભાવિકોએ આ વિચારને વધાવી લીધો અને સૌ પહેલાં હનુમાનજી મહારાજનું મંદિર જ બનાવવાનુ અને પછી જેમ જેમ આર્થિક સહાય મળતી જાય તેમ તેમ મંદિરનો વિકાસ કરવા નક્કી થયું. હનુમાનજી મહારાજનું મંદિર કયાં બનાવવું એ જગ્યા નક્કી થાય એ પહેલાં એક કપીરાજ કયાંકથી સોસાયટીમાં આવી ચડ્યા અને કપીરાજ જ્યાં વિશ્રામ લેવા બેઠાં એ સ્થાનમાં જ હનુમાનજી મહારાજનું મંદિર બનાવવાનું નક્કી કર્યું. ત્યાર બાદ મહાદેવની કળપાથી આ ઓમકારેશ્વર મંદિરનો વિકાસ સતત થતો રહ્યો છે.
(3:26 PM IST)










