તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Monday, 28th July 2025
હર હર મહાદેવ : શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં અનેરા શણગાર સાથે પૂજા અર્ચના

રાજકોટ : પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા જ ભાવિકો શિવભક્તિમાં ઓળઘોળ બન્યા છે. તેમાય શ્રાવણ માસના સોમવારનું અનેરૂ મહત્વ હોય છે. ત્યારે આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય શહેરના શિવમંદિરોમાં વિશેષ કાર્યક્રમોના આયોજનો થયા છે. વહેલી સવારથી શિવમંદિરોમાં હર હર મહાદેવ, ૐ નમઃશિવાયના નાદો ગુંજી ઉઠયા હતા. ભાવિકોએ દર્શન - અભિષેકનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. શિવાલયોમાં ચાર પ્રહરની આરતી ઉપરાંત આખો દિવસ ધૂન-સત્સંગના કાર્યક્રમો ચાલશે. સાંજે પણ શિવજીની વિશેષ શોભા સાથે દર્શનીય આરતીના કાર્યક્રમો આયોજીત થયા છે. ઉપરોકત તસ્વીરમાં ઉપરની હરોળમાં રાજકોટના સુપ્રસિધ્ધ શ્રી જાગનાથ મહાદેવ મંદિર અને નીચેની હરોળમાં શ્રી મહાકલેશ્વર મંદિરે ભાવિકો દ્વારા થઇ રહેલ શિવભક્તિ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(11:55 AM IST)










