News of Thursday, 24th July 2025
લોકમેળોઃ કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હજુ ૭૧ ફોર્મ ભરાયા છેઃ રમકડા માટે માત્ર ૧૧ ફોર્મ આવ્યા
શનિવારથી ડ્રો-હરરાજીઃ મોટી રાઇડના ૮ ફોર્મ આવ્યાઃ નાની ચકરડી માટે ૩૫ ફોર્મ ભરાયા

રાજકોટ તા.૨૪: આગામી તા.૧૪ ઓગષ્ટથી યોજાનાર કલેકટર તંત્ર આયોજીત લોકમેળા અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તંત્ર તમામ લેવલે તૈયારી કરી રહયું છે.
મેળો વિવાદીત થયો હતો તેમાં સમાધાન થઇ ગયું છે, એટલે ફોર્મનો ઉપાડ અને ભરવાની કાર્યવાહીમાં ગતિ આવી છે, અધીકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે કૂલ ૨૨૦ ફોર્મ ઉપડયા છે, તેમાંથી માત્ર ૭૧ ફોર્મ આજે બપોરે ૧૨ની સ્થિતિએ ભરાયા છે. જે ૭૧ ફોર્મ ભરાયા તેમાં રમકડાના કુલ ૧૧૦ સ્ટોલમાંથી માત્ર ૧૧ ફોર્મ આવ્યા છે, જયારે ખાણીપીણી-૭, નાની ચકરડી-૩૫, બી-૧, ચકરડી-૩, મોટી રાઇડ-૮, આઇસ્ક્રીમ ચોકઠા-૬, ટી કોર્નર માટે ૧ ફોર્મ આવ્યું છે.
વિગતો મુજબ આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, શનિવારથી સોમવાર સુધીમાં સ્ટોલની હરરાજી ડ્રો સહિતની કાર્યવાહી હાથ ઉપર લેવાશે.
(4:38 PM IST)










