News of Tuesday, 15th July 2025
એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ મંદિર માધાપર ચોકડી ખાતે કાલે ગુરુ પૂજન-દર્શન-મહાપ્રસાદ

રાજકોટ તા. ૧૫ : એસ.એમ.વી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર, માધાપર ચોકડી ખાતે કાલે તા. ૧૬ ના ગુરુપૂર્ણિમા ઉત્સવનું આયોજન કરાયુ છે.
ગાંધીનગરથી હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પૂ. શ્રી સત્યસંકલપદાસજી સ્વામી ખાસ પધાશે. સાંજે ૬.૪૫ વાગ્વ્યે શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા પૂ. સ્વામીશ્રીનું રાધે પાર્ક, રાધે રેસીડેન્સીની બાજુમાં અયોધ્યા ચોકથી ભાવભીનું સ્વાગત અને સામૈયા કરાશે.
ત્યારબાદ ૬.૪૫ થી રાત્રે ૮ સુધી ગુરુવર્ય સ્વામીશ્રીના ગુરુપૂજન અને નિકટ દર્શન આશીર્વાદનો લાભ મળશે.
કાર્યક્રમમાં રાજકોટ શહેર અને જિલ્લાના હરિભકતોને પધારવા સાધુ નિર્ગુણજીવનદાસજી, સાધુ નિઃસ્વાદપ્રિયદાસજી, સાધુ આજ્ઞાપ્રિયદાસજી, સાધુ ભજનપ્રિયદાસજી, સાધુ ઉત્તમપ્રિયદાસજી તથા એસ.એમ.વી.એસ. રાજકોટ સત્સંગ મંડળના અગ્રેસર ભકતોએ અનુરોધ કર્યો છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરાઇ હોવાનું પ્રકાશભાઇ પાંચોટીયા (મો.૯૮૨૫૨ ૧૪૪૭૦)ની યાદીમાં જણાવાયુ છે.
(3:46 PM IST)










