તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Tuesday, 15th July 2025
કારખાનેદાર જીવરાજભાઇ મોલીયાને કારખાનામાં હાર્ટએટેક આવ્યોઃ મૃત્યુ
થોરાળાના રામનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બનાવઃ રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતાં પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૧૫: કોઠારીયા રોડ હરિ ધવા માર્ગ પર આવેલી રાજલક્ષ્મી સોસાયટી શેરી નં. ૧૦માં રહેતાં જીવરાજભાઇ ગીગાભાઇ મોલીયા (ઉ.વ.૫૫) નામના કારખાનેદારનું પોતાના કારખાને હાર્ટએટેક આવી જતાં મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.જીવરાજભાઇ મોલીયા થોરાળ વિસ્તારમાં કે. રસિકલાલ એન્ડ કંપની રામનગર-૪ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલા પોતાના માટેલ મશીન ટૂલ્સ નામના કારખાને હતાં ત્યારે એકાએક બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. બનાવ અંગે થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે.
(3:16 PM IST)










