News of Tuesday, 15th July 2025
રોઝરી શાળામાં ગુરૂપૂર્ણિમાની ઉલ્લાસભેર ઉજવણી

ગુરુપૂર્ણિમા નિમિત્તે વિદ્યાર્થીઓ ગુરુના ગૌરવને સમજે અને શિક્ષકો પ્રત્યેનો પ્રેમ અને આદર દર્શાવવા માટે રોઝરી શાળાના કેજી થી ધો.૧૨ના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ પ્રેરણાદાયી અને જીવંત કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
જેમાં વિદ્યાર્થીઓએ નળત્ય, નાટક, શ્લોક, માતળપુજન,ગુરુપૂજન અને ગુરુ વિશેના પ્રેરણાદાયી વિચારો જેવી વિવિધ પ્રવળત્તિઓમાં દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ સારો દેખાવ કર્યો હતો. શાળામાં વિદ્યાર્થીઓએ તૈયાર કરાયેલા કાર્ડ, ચાર્ટ અને ચિત્ર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ખાસ ડો.નવીનભાઈ શેઠ(ભૂતપૂર્વ વીસી, જીટીયુ),યોગેશ્વર માધ્યમિક શાળાના હેડ મનસુખ સર, શાળાના ટ્રસ્ટી ડો.વિશાલ વારિયા,ભાવિની મેડમ, વર્ગીસ સર, શાળાના હાઇસ્કૂલ વિભાગના પૂર્વ આચાર્ય ડઢાણીયા સર, પ્રાઈમરી વિભાગના પૂર્વ આચાર્ય રીટાબેન ત્રિવેદી, આચાર્ય નૈતિકભાઈ કામદાર, કો ઓર્ડીનેટર પલ્લવીબેન વ્યાસ, રશ્મિબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષકો તથા બાળકોને પોતાની સુંદર સ્પીચ દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા.
(3:14 PM IST)










