News of Wednesday, 25th June 2025
કાલે વિજયભાઇને જૈન સમાજ ભાવાંજલી પાઠવશે
પૂ.પં.પ્ર.જગતશેખર વિજયજી મ.સા., પૂ.દેવેન્દ્રમૂનિ મ.સા., પૂ.સુશાંતમુનિ મ.સા., પૂ. નમ્રમુનિ મ.સા. તથા સર્વ સપ્રદાયના સંત-સતીજીઓની નિશ્રા : હેમુ ગઢવી હોલ ખાતે સવારે ૯ થી ૧૧:૩૦ ગુણાંજલી સભા

રાજકોટ તા.૨૫: કાલે ગુરુવાર તા. ૨૬ ના રોજ રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે વિજયભાઈ રૂપાણીની જૈન સમાજ દ્વારા ગુણાંજલિ સભા યોજાશે જેમાં મૂર્તિપૂજક સમુદાયના પૂજય ગુરુદેવ પન્યાસ પ્રવર જગત શેખર વિજયજી મ.સા., ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ દેવેન્દ્ર મુનિ મ.સા., પૂ.ગુરુદેવ સુશાંત મુનિ મ.સા., રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા. તથા દેરાવાશી સ્થાનકવાસી ગોંડલ સંપ્રદાય, અજરામર સં-દાય, સંઘાણી સંપ્રદાય સહિત રાજકોટમાં બીરાજમાન સર્વ સંપ્રદાય ના પૂ.સંત - સતિજીઓ નિશ્રા પ્રદાન કરશે. સૌરાષ્ટ્ર ના જૈન સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે
રાજકોટ જૈન સમાજના ચારેય ફીરકાઓ,જૈન સમાજ ની સંસ્થાઓના અગ્રણીઓની એક મીટીંગ નું આયોજન થયેલ. દરેક વકતા તથા વ્યક્તિઓનો એક જ લાગણી હતી. કે જેના માટે જૈન સમાજ ગૌરવ લઈ શકતું હતું, જૈન સમાજના મોભી હતા તેઓના અવસાનથી જન માત્રને દુઃખની લાગણી થયેલ છે, પરંતુ જૈન સમાજને તો બહુ મોટી ના પુરી શકાય તેવી ખોટ પડી છે. પોતાનો અંગત સ્વજન ગુમાવ્યાનો અહેસાસ થાય છે.
સૌરાષ્ટ્ર નો સમસ્ત જૈન સમાજ આવતી કાલ ગુરુવારે રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે સવારના ૯ થી ૧૧.૩૦ કલાક દરમ્યાન રાજકોટમાં બીરાજમાન પૂ.ગુરુવર્યો,પૂ.સંત - સતિજીઓ સહિત સમસ્ત સૌરાષ્ટ્રના જૈન સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દિવગંત વિજયભાઈ રૂપાણીને ગુણાંજલિ અર્પવામાં આવશે.
આ પ્રસંગે જૈન સમુદાય ના ધારાસભ્યો રાજકીય આગેવાનો પણ ખાસ હાજર રહીને ગુણનાંજલિ પાઠવશે. વિશાળ પ્રમાણમાં જૈન સમાજને ગુણાંજલી સભામાં ઉપસ્થિત રહેવા જૈન સમાજની યાદીમાં જણાવાયુ છે
(2:14 PM IST)










