<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

ચોમાસા સામે વીજ તંત્ર મેદાનમાં : ૧ર સર્કલના ૪૬ ડિવીઝન તથા ર૭૬ સબ ડિવીઝનમાં રપ૦૦ કર્મચારીઓની ટીમ તૈનાત

૮પ૦ વાનો મુકાઇ : કસ્‍ટમર કેર અને ફોલ્‍ટ સેન્‍ટર શરૂઃ ર થી ૬ કલાકના ધાંધીયા હશે તો કોર્પોરેટર ઓફીસથી સીધુ મોનીટરીંગ

 

રાજકોટ, તા. ર૩ : સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ૬પ લાખ ગ્રાહકોને વીજપુરવઠો પૂરો પડતા વીજતંત્ર  દ્વારા સર્જાતાં વીજ ફોલ્‍ટનું માત્ર ૧ કલાક માં ં નિવારણ લાવવાની તૈયારી કરાઇ છે.

હાલ ચોમાસાને ધ્‍યાનમાં રાખી ૧૨ જિલ્લા રાજકોટ સિટી અને રૂરલ, મોરબી, પોરબંદર, જામનગર, ભુજ, અંજાર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્‍દ્રનગર એમ ૧૨ સર્કલમાં ૪૬ ડિવિઝનના ૨૭૬ સબ ડિવિઝનમાં કસ્‍ટમર કેર અને ફોલ્‍ટ સેન્‍ટર શરૂ કરી દેવામાં આવ્‍યા છે, જેમાં દરેક સબ ડિવિઝનના લેન્‍ડલાઈન અને મોબાઈલ નંબર જાહેર કરાયા છે, જ્‍યાં ૨૫૦૦ કર્મચારીની ટીમ ૮૪૦ વાન સાથે વીજ ફોલ્‍ટ રિપેર કરવા તહેનાત રહેશે.

૧૨ જિલ્લાનાં ૧૨ સર્કલનાં ઇમર્જન્‍સી ઓપરેશન સેન્‍ટર આ વીજ ફોલ્‍ટનું નિવારણ શકય એટલા ઓછા સમયમાં થાય એ માટેની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ૧૨ જિલ્લાનાં ૧૨ સર્કલનાં ઈમર્જન્‍સી ઓપરેશન સેન્‍ટર છે, જ્‍યાં ઈમર્જન્‍સી કોલ સેન્‍ટર ૨૪ કલાક ચાલુ રાખવામાં આવે છે, જેના નંબર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્‍યા છે. એની હેઠળ આવતાં ૪૬ ડિવિઝનો અને ૨૭૬ સબ ડિવિઝનોમાં લેન્‍ડલાઈન અને મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્‍યા છે. આ ઉપરાંત એક ટોલ ફ્રી નંબર અને એક હેલ્‍પલાઇન નંબર જાહેર કર્યો છે.

ફરિયાદનું ત્‍વરિત નિવારણ આવે એ માટે અલગ અલગ ટીમો ૮૪૦ જેટલાં વ્‍હીકલ સાથે તહેનાત રહેશે. વીજ ફરિયાદ નિવારણ માટે જે મટીરિયલની જરૂર પડે છે એમાં ડિવિઝન અને સબ ડિવિઝન કચેરી સુધી ૧૦૦ ટકાથી વધુ  મટીરિયલ પૂરું પાડવામાં આવ્‍યું છે, જેથી મટીરિયલના હિસાબે કોઈપણ જગ્‍યાએ ફરિયાદનું નિવારણ કરવામાં મોડું ન થાય એની ખાસ કાળજી રાખવામાં આવી છે.

આગામી દિવસોમાં જર્મન ટેક્રોલોજીવાળી ફ્રિકવન્‍સ રિસ્‍પોન્‍સ ટીમ, જે ઓટોમેટિક હોય છે એ હાલ ટેન્‍ડર સ્‍ટેજ પર છે. દરેક સર્કલ લેવલે કોઈપણ કોલનો તાત્‍કાલિક રિસ્‍પોન્‍સ આવે અને ફરીથી નિવારણ થાય એ પ્રકારની વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવી છે.

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કુલ ૨૭૬ સબ ડિવિઝનો આવે છે, જેમાં દરેક સબ ડિવિઝનમાં ૩ વ્‍યક્‍તિની ૩ ટીમ બનાવવામાં આવી છે, એટલે કે એક સબ ડિવિઝન વાઇસ ૯થી ૧૦ લોકોની ટીમ તૈયાર કરાઇ છે.  જો સતત ર થી ૬ કલાક સુધી ફોલ્‍ટનું નિવારણ ન થાય તો એવી  ફરિયાદનું ં કોર્પોરેટ ઓફિસથી ખાસ મોનિટરિંગ  કરાશે.  મેજર ફોલ્‍ટ હોય તો ફરિયાદ કરનારી વ્‍યક્‍તિને જાણ કરવામાં આવે છે. ઘણી વખત વીજળી પડવાના બનાવને કારણે સબ ડિવિઝન લાંબો સમય સુધી બંધ રહેતું હોય છે. તાર તૂટી જાય ત્‍યારે કોઈ માનવીય જિંદગી મુશ્‍કેલીમાં ન મુકાય એ રીતે વીજ ફોલ્‍ટ દૂર કરવાનું કામ કરવામાં આવતું હોય છે. બાદમાં વીજપુરવઠો પૂર્વવત્‌ કરવામાં આવતો હોય છે. (૯.ર૬)

(4:24 PM IST)