<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

કલેક્‍ટર પ્રભવ જોશીના હસ્‍તે જિલ્લાની વિકાસ વાટિકાનું વિમોચન

 

રાજકોટજિલ્લા સમાહર્તા શ્રી પ્રભવ જોશીના હસ્‍તે જિલ્લાની એક વર્ષની વિકાસ ગાથાઓને દર્શાવતી જિલ્લા વિકાસ વાટિકા પુસ્‍તિકાનું વિમોચન આજે કરવામાં આવ્‍યું હતું. આ પુસ્‍તિકામાં રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાનમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલા વિકાસના વિવિધ આયામોને દર્શાવવામાં આવ્‍યા છે.   આ વિકાસ વાટિકાનું નિર્માણ પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના સંયુક્‍ત માહિતી નિયામકશ્રી મિતેશ મોડાસીયાના  માર્ગદર્શન હેઠળ પ્રાદેશિક માહિતી કચેરીના કર્મચારીઓની જહેમતથી કરવામાં આવ્‍યું છે.  આ વિમોચન પ્રસંગે અધિક નિવાસી કલેકટરએ.કે.ગૌતમ, નાયબ માહિતી નિયામક  પ્રશાંત ત્રિવેદી, સહાયક માહિતી નિયામક સર્વશ્રી સોનલબેન જોષીપુરા, પ્રિયંકાબેન પરમાર, રાધિકાબેન વ્‍યાસ તથા કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:07 PM IST)