<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

સોલીડ વેસ્‍ટ શાખાનો સપાટો : ૧પ૩ વેપારી પાસેથી ૧૧.પ કિલો પ્‍લાસ્‍ટીક જપ્‍ત

ત્રણેય ઝોનના વિવિધ વિસ્‍તારોમાં ગંદકી કરનાર દુકાનદારોને ૪૦,પ૦૦ નો દંડ ફટકારાયો

રાજકોટ, તા. ૧૮ : સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત તથા ગંદકી કરનાર સામે દંડની કાર્યવાહી હાથ ધરતા કુલ ૧૫૩  વેપારીઓ પાસેથી ૧૧.૫ કી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા  પાસેથી રૂ. ૪૦૫૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યું હતું. મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (એમેન્‍ડમેન્‍ટ) રૂલ્‍સ-૨૦૨૧ અન્‍વયે તારીખ ૦૧જુલાઇ  થી ૧૫ જુલાઇ  એમ કુલ ૧૫ દિવસમાં ત્રણેય ઝોન વિસ્‍તારમાં અલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. ૦૧જુન થી ૧૫ જુન એમ કુલ ૧૫ દિવસ દરમ્‍યાન ત્રણેય ઝોનમાંથી કુલ ૧૫૩ ે પાસેથી ૧૧.૫ કી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૪૦૫૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનરશ્રીની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનરશ્રીના  માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર/ સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્રારા કરવામાં આવેલ.

(4:11 PM IST)