<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

જરૂરતમંદોને અનાજ વિતરણ સાથે દિવંગતોને શ્રધ્‍ધાંજલી

રાજકોટ : પ્રવૃતિ પ્રેરક માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટ (બેંક ઓફ ઇન્‍ડિયા રિટાયર્ડ એમ્‍પ્‍લોઇઝ એસોસીએશન રાજકોટની સેવાકીય પાંખ) તથા રોઝરી સ્‍કુલ પરિવારના સંયુકત ઉપક્રમે જરૂરતમંદ પરિવારોને અનાજ અને અન્‍ય ઉપયોગી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્‍યુ હતુ. રૂ.૭૫૦ના મૂલ્‍યની આ કીટમાં પ કિ. ઘઉનો લોટ, ર કિ. ખાંડ, રપ૦ ગ્રામ ચા, ર કિ. ગોળ, ૧ લિ. કપાસીયા તેલ, ર બાંધા ધોવાનો વ્‍હીલ સાબુ, ૧ બાંધો લાઇફ ન્‍હાવાનો સાબુ સહીતની સામગ્રી સામેલ કરવામાં આવી હતી. આ સાથે હાલમાં જ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ સર્વે દિવંગત પ્રવાસીઓને શ્રધ્‍ધાંજલી અર્પવામાં આવી હતી. આ કાર્યક્રમ માટે રોઝરી સ્‍કુલના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. વિશાલભાઇ વારીયાના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારના વિદ્યાર્થીઓએ તેમના શિક્ષક જલ્‍પાબેન તથા બ્રિન્‍દાબેનની દોરવણી હેઠળ પ્રસંશનીય સેવા આપી હતી. શાળા પરિવારના રઘુભાઇ પંચાસરાએ પણ સેવા આપી હતી. (

(3:19 PM IST)