તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Wednesday, 18th June 2025
વિરાણી હાઇસ્કૂલના મેદાનનો કોમર્શીયલ ઉપયોગ થાય છેઃ મામલતદારે બીજી વખત રીપોર્ટ મોકલ્યો
કોર્મશીયલ ઉપયોગ કરનારના નિવેદન અમે ભાડૂ ભરતા નથીઃ માત્ર લાઇટ બીલ ભરીએ છીએ...: ૧૪ જેટલી ખાણી પીણીની દુકાનો તો પાંચ જેટલા બોકસ ક્રિકેટ આવેલા છે

રાજકોટ તા. ૧૮: શહેરની વિરાણી હાઇસ્કૂલને શૈક્ષણિક હેતુ માટે અપાયેલ જમીનનો કોર્મશીયલ ઉપયોગ, ટ્રસ્ટીઓ વિરૂધ્ધ સીટી પ્રાંત-૧નો ચૂકાદો અને ત્યારબાદ વિરાણી હાઇસ્કૂલના મેદાનનો થઇ રહેલ ઉપયોગ અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
અત્રે એ નોંધનીય છે કે વિરાણી હાઇસ્કૂલના મેદાનમાં કોર્મશીયલ ઉપયોગ થતો હોવાનો-ખુલ્લેઆમ શરતભંગ થતો હોવાનો રીપોર્ટ પヘમિ મામલતદારે એક વખત મોકલ્યો હતો, પરંતુ તે રીપોર્ટનો અભ્યાસ બાદ સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમારે બીજી વખત વિસ્તૃત રીપોર્ટ મંગાવ્યો હતો.
આ પછી પヘમિ મામલતદાર અને તેમની ટીમ રૂબરૂ વિરાણી હાઇસ્કૂલ દોડી ગઇ હતી અને તપાસ કરતા ત્યાં મેદાનમાં ૧૪ જેટલા ખાણી પીણી વાળા તથા પાંચ જેટલા બોકસ ક્રિકેટ હોવાનું બહાર આવ્યું હતું. પરીણામે આ તમામના નિવેદન લેવાયા હતાં.
બીજી વારની તપાસ બાદ પヘમિ મામલતદાર શ્રી અજીત જોષીએઢ સીટી પ્રાંત-૧ને ગઇકાલે વિરાણી હાઇસ્કૂલના મેદાનનો ખુલ્લેઆમ કોર્મશીયલ ઉપયોગ થતો હોવાનો-શરતભંગ થતો હોવાનો બીજી વખત રીપોર્ટ પાઠવી દેતા સન્નાટો પ્રસરી ગયો છે.
મામલતદારની તપાસમાં ત્યાં રહેલા ધંધાર્થીઓ અને બોકસ ક્રિકેટના સંચાલકોએ એવું નિવેદન આપ્યાનું બહાર આવ્યું છે કે અમે મેદાનનું ભાડું ભરતા નથી, માત્ર લાઇટ બીલ ભરીએ છીએ. મામલતદારનો રીપોર્ટ આવી જતા હવે સીટી પ્રાંત-૧ અથવા તો રાજકોટ કલેકટર દ્વારા વિરાણી હાઇસ્કૂલના મેદાનનો શરતભંગ અંગે કેસ ચલાવાશે અને સૂનાવણી બાદ ચૂકાદો જાહેર થશે. (૭.ર૯)
(2:40 PM IST)










