<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

રાજકોટના બેડલા ગામે વાડીએ વાવણી વખતે ભાનુબેન ગોહેલનું ઝેરી જનાવર કરડતાં મોત

કોરોનામાં પિતા ગુમાવનારા બે પુત્રોએ હવે માતા ગુમાવતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૭: ચોમાસાની ઋતુનો આરંભ થતાં જ જીવજંતુ કરડવાના બનાવો વધી જતાં હોય છે. ત્‍યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. દરમિયાન રાજકોટના બેડલા ગામે વાવડી કરતી વખતે ખેડૂત પરિવારના મહિલાને જનાવર કરડી જતાં મોત નિપજતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ વાવણી લાયક વરસાદ વરસવાનું શરૂ થઇ જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. ઠેકઠેકાણે વાવડી શરૂ થઇ ગઇ છે. આ વચ્‍ચે રાજકોટના કુવાડવા તાબેના બેડલા ગામે  રહેતાં ભાનુબેન ભરતભાઈ ગોહેલ (ઉ.વ.૪૨) નામના મસ્‍હિલા ગત સવારે આઠેક વાગ્‍યે પોતાની વાડીમાં વાવણીનું કામ કરી રહ્યા હતાં ત્‍યારે એકાએક બેભાન થઇ પડી ગયા હતાં. પરિવારજનો દોડી જતાં તપાસ કરતાં કોઇ જનાવર કરડી ગયાનું જણાતાં તુરત જ તેમને બેભાન હાલતમાં કુવાડવા આરોગ્‍ય કેન્‍દ્રમાં અને ત્‍યાંથી ખાનગી હોસ્‍પિટલમાં ખસેડયા હતાં.

પરંતુ સારવાર દરમિયાન ભાનુબેનનું મૃત્‍યુ નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસ સ્‍ટેશનના  પીએસઆઇ એમ. બી.  મિષાી સહિતના સ્‍ટાફે હોસ્‍પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટ ખસેડયો હતો. મૃત્‍યુ પામનાર ભાનુબેનને સંતાનમાં બે પુત્ર છે. તેમના પતિનું કોરોના વખતે અવસાન થયું હતું. પિતા બાદ હવે માતાને પણ ગુમાવી દેતાં ગોહેલ પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી

(12:08 PM IST)