News of Monday, 16th June 2025
શહેરમાં ઝાડા-ઉલ્ટી-તાવના ૧૮૬૫ કેસ
છેલ્લા સપ્તાહમાં સીઝનલ રોગચાળા સાથે મચ્છરજન્ય કેસનો ઉછાળો ડેન્ગ્યુના-૨ દર્દી નોંધાયાઃ ૩૮,૮૯૩ ઘરોમાં પોરાનાશક કામગીરીનો દાવોઃ ૪૧૪ને નોટીસ

રાજકોટ, તા.૧૬: શહેરમાં શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના ૧૮૬૫થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે. જયારે મચ્છરજન્ય રોગના ર કેસ નોંધાયો છે.
શહેરમાં છેલ્લા અઠવાડીયામા ગરમીની અસર જોવા મળતા પાણીજન્ય રોગોમાં રાહત જોવા મળી છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૯ જુન થી ૧૫ જુન સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય
રોગચાળાના બે કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૨ કેસ નોંધાયા છે.
શરદી-તાવના ૧૮૬૫ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭૫૯ તેમજ સામાન્ય તાવના ૮૯૩ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૨૦૮ કુલ ૧૮૬૫ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૭,૩૯૩ તેમજ સામાન્ય તાવના ૧૬,૯૮૭ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૪૩૭૪ તથા ટાઇફોડનો ૫૨ તેમજ કમળાના ૬૫ તથા મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી.
મચ્છર ઉત્પતિ સબબ ૪૧૪ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૩૮,૮૯૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૨૮૭ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૮૦૦ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૪૮૧ લોકોને નોટીસ પાઠવી હતી.
(4:35 PM IST)










