News of Saturday, 7th June 2025
ડીમોલીશન-પ્લાન-માદક પદાર્થ સહિતના પ્રશ્નોનો ધોધ
ભૂપેન્દ્રભાઇ પટેલ સમક્ષ કોર્પોરેટરોએ હૈયા વરાળ ઠાલવી : સુચિત સોસાયટીઓના બાંધકામ નિયમિત થઇ ગયા હોવા છતાં નોટીસ આપી ઉઘરાણાં કરવામાં આવતા હોવાના પણ પ્રશ્નો રજૂ કરાયાઃ રહેણાંક વિસ્તારમાં ડિમોલીશનની નોટીસો આપવાનો હેતું શું ? : આજી નદીમાં ગેરકાયદે બાંધકામ અને આજી ડેમના પાણીમાં વાહનો ધોવાતા હોવાની ફરિયાદો પણ ઉઠીઃ ઓનલાઇન બિલ્ડીંગ પ્લાન ઇન્વર્ડ કરવાની પ્રક્રિયા વધુ સરળ કરવાની પણ માંગ મૂકાઇ : ગઇકાલે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં બે તબકકામાં નગર સેવકો સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી

રાજકોટ, તા. ૭: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ગઇકાલે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે રાજકોટ પધાર્યા હતા. ત્યારે તેઓએ રાજકોટ મહાપાલિકાના ભાજપના ૬૬ કોર્પોરેટરો સાથે બે તબક્કે બેઠક યોજી હતી. જેમાં ચુંટાયેલા જનપ્રતિનિધિઓએ માદક પાર્થ, બાંધકામ, પ્લાન સહિતના પ્રઁની ફરીયાદો નગરસેવકોએ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી.
મુખ્યમંત્રીએ ચૂંટાયેલા નગરસેવકો સાથે બે તબક્કામાં મીટીંગનું આયોજન કર્યુ હતું. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં બંધ બારણે પ્રથમ વોર્ડ ૧થી ૧૦ના તમામ કોર્પોરેટરો સાથે તેમના વિસ્તારના કામો અને વિવિધ પ્રશ્ર્નો અંગે ચર્ચા હાથ ધરેલ. તેમજ કોર્પોરેટરો પાસેથી અભિપ્રાય જાણ્યો હતો. ત્યારે અમુક કોર્પોરેટરોએ સુપરમેયરના કામથી અસંતોષ હોવાનું અને અમોને વિヘાસમાં લીધા વગર અમુક નિર્ણયો લેવાતા હોવાનું તથા શહેરના પ્રથમ નાગરિક તરીકેમેયર દ્વારા લેવાતા નિર્ણયો પણ સુપર મેયર લેતા હોવા સહિતની ફરિયાદો કરી હતી. તેવી જ રીતે કોર્પોરેટરો દ્વારા તેમના વિસ્તારના કામો અંગે અધિકારીઓને સુચના આપવામાં આવે છતાં સમયસર કામો થતાં ન હોવાની પણ વ્યાપક ફરિયાદો કરી હતી. જેમાં વિનુભાઈ ધવાએ આજીનદીની ગંદકી અને આજીનદીમાં ઠલવાતા બાંધકામને રોક લગાવવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. તેવો આક્ષેપ કર્યો હતો. અને આજી ડેમ ફરતે દિવાલ બનાવવા રજુઆત કરવામાં આવી હતી કારણ કે, આજી ડેમમાં લોકો એઠવાડ નાખે છે અને કપડા પણ ધોવે છે, જેથી દિવાલ બને તો પ્રદૂષણમુક્ત પાણી રહે. આ ઉપરાંત વર્ષ ૨૦૦૪થી આજ દિવસ સુધીના સૂચિત મકાનો રેગ્યુલર કરવા રજૂઆત કરવામાં આવી હતી, જેનાથી સરકારને પણ સારી આવક થશે અને લોકોના પોતાના ઘરના દસ્તાવેજ થઈ શકશે એવી રજૂઆત કરવામાં આવી હતી.
ચાલુ ટર્મમાં ચુંટાયેલા નવા કોર્પોરેટરોએ અમુક અધિકારીઓ મનમાની કરતા હોવાની અને લોકોના કામની ભલામણોને અવગણતા હોવાની પણ ફરિયાદો કરી હતી. આ મુદ્દે અગાઉ મેયરને પણ રજૂઆત કરી અદિકારીને સંકલન સાથે કામગીરી કરવાનું જણાવેલ છતાં અમુક અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા હોવાની પણ ફરિયાદો કરી હતી. ભાજપના કોર્પોરેટર પરેશભાઈ પીપળિયાએ પણ બાંધકામ અને ટીપી વિભાગમાં ભયંકર ભ્રષ્ટાચાર થતો હોવાની તેમજ સુચિતમાં આજે પણ ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા હોવાની રજૂઆત કરી હતી. જ્યારે પક્ષના નેતા વિનુબેન જાદવે શહેરમાં ઠેર ઠેર દારૂ અને ડ્રગ્સનું વેચાણ બેફામ થતું હોવાનું થતાં કોલેજોની આસપાસ ડ્રગ્સ વેચાણ કરતા તત્વો વિદ્યાર્થીઓના જિવન બરબાદ થતા પોલીસ વિભાગ દ્વારા કડક પગલા લેવામાં આવેલ તેવી રજૂઆત કરી હતી. જ્યારે ટાઉન પ્લાનીંગ ચેરમેન ચેતન સુરેજાએ ટીપી વિભાગને લગતા સરકારમાંથી કરવામાં આવતા નવા નિયમો હેઠળના પરિપત્રો તંત્ર પાસે પહોંચી ગયા બાદ સમયસર તેની જાણ કરવામાં નથી આવતી તેમજ ટાઉન પ્લાનીંગ વિભાગને લગતા અનેક પરિપત્ર પણ સમયસર પહોંચતા ન હોવાની ફરિયાદો કરી હતી.
મનપાની ટુંક સમયમાં ચૂંટણી યોજાનાર છે. તેના ભાગરૂપે મુખ્યમંત્રીએ ગઈકાલે ભાજપના તમામ કોર્પોરેટરોને સલાહ સુચન આપવામા માટે ખાનગી મીટીંગ યોજી હતી. પરંતુ લોકોના પ્રશ્ર્નો એક બાજુ મુંકી અનેક કોર્પોરેટરોએ જૂથવાદ તેમજ અમુક કોર્પોરેટરોની મનમાની તથા વિભાગીય સાઠગાંઠ અને અધિકારીઓ દ્વારા કામ થતાં ન હોવા સહિતની ફરિયાદોનો મારો ચલાવ્યો હતો. જેના લીધે હવે મુદત પૂર્ણ થવામાં હોય ઘણા સમયથી મુંગા બેસી તમાસો જોઈ રહેલા નગરસેવકોએ ચૂંટણી માથે આવતા પોતાની હૈયાવરાળ ઠાલવી અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.
સંકલનથી કામ કરોઃ મુખ્યમંત્રીની પદાધિકારીઓ અને કમિશનરને સુચના
રાજકોટ : કોર્પોરેટરો સાથેની એક કલાકની બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તાકીદે કોર્પોરેશનના પાંચેય પદાધિકારીઓ, મ્યુનિ.કમિશનર અને જિલ્લા કલેક્ટર સાથે એક બેઠક યોજી હતી. જેમાં કોર્પોરેટરોએ કરેલી ફરિયાદોનો તાત્કાલિક નિવેડો લાવવા સૂચના આપવામાં આવી હતી. ચુંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓએ સંકલનમાં રહી પ્રજાહિતકારી કાર્યો કરવા જોઇએ તેવી પણ તેઓએ ટકોર કરી હતી. નગરસેવકોએ કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.
(3:52 PM IST)










