News of Saturday, 7th June 2025
મુક્ત કરાવાયેલા બંગાળી બાળકોનું કાઉન્સેલીંગઃ અજીતમોલા સામે પોક્સો હેઠળ પણ કાર્યવાહી
એક બાળકને સારવાર માટે દાખલ કરાયોઃ બાકીનાને બાલાશ્રમમાં મુકવામાં આવ્યાઃ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના પીઆઇ બી. એમ. ઝણકાટ અને ટીમ દ્વારા તપાસ : સિતમ ગુજારનારા મુળ બંગાળના અજીતમોલા આજમતમોલાની વિસ્તૃત પુછતાછઃ રિમાન્ડની તજવીજ

રાજકોટ તા. ૭: શહેરમાં બંગાળના સગીરો, યુવાનોને સારા કારીગર બનાવી દેવાના બહાને તેના પરિવારો પાસેથી રાજકોટ લાવી આ બાળકો પાસે સવારથી માંડી મોડી રાત સુધી ઇમિટેશનની કાળી મજૂરી કરાવવામાં આવતી હતી. શહેર એસઓજી અને ક્રાઇમ બ્રાંચને મળેલી માહિતી પરથી મોરબી રોડ બેડી ચોકડી નજીક ગોપાલ રેસીડેન્સીમાં દરોડો પાડી અઢાર વર્ષથી નીચેની ઉમરના ૧૪ સહિત ૧૯ મજૂરોને મુક્ત કરાવાયા હતાં. આ બનાવમાં બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ એસ. બી. ધાસુરાની ફરિયાદ પરથી મુળ પヘમિ બંગાળના હાલ મોરબી રોડ રાજનગરમાં રહેતાં અજીતમોૈલા આજમત મોૈલા તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્યો હતો. મુક્ત કરાવાયેલા બાળકોને ખુબ જ મારકુટ કરવામાં આવતી હતી. શારીરિક સિતમ ગુજારાયો હોઇ અજીતમોૈલા સામેના ગુનામાં પોક્સોની કલમનો પણ ઉમેરો કરાયો છે.
ક્રાઇમ બ્રાંચ, એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ અને બી-ડિવીઝન પોલીસ તપાસ કરી રહી છે. પ્રાંત અધિકારી, સાયકોલોજીસ્ટ, લેબર ચાઇલ્ડ વેલફેર કચેરીના અધિકારીઓ મુક્ત થયેલા બાળકો, મજુરોનું કાઉન્સેલીંગ કરી તેની પાસેથી વિગતો મેળવશે. અજીતમોૈલા આજમતમોૈલા વિરૂધ્ધ જુવેનાઇલ એકટ તેમજ બીએનએસની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાનખલ કરાયો છે. આ શખ્સ બાળકોને બંગાળથી લાવી પોતાના ઇમિટેશનના કારખાનામાં સવારના નવથી રાતના અગિયાર સુધી મહિને રૂા. ૫૦૦૦ના પગારથી કામ કરાવતો હતો. દસેક કલાકથી વધુ સમય સુધી મજૂરી કરાવી ઇચ્છા વિરૂધ્ધ કામ કરાવી મારકુટ પણ કરતો હતો. હાલ આ તમામ બાળકોનું તબિબી પરિક્ષણ કરાવી બાલાશ્રમમાં મોકલી દેવાયા છે. એક બાળકને પુંઠના ભાગે મારજુડને કારણે ઇજા થઇ હોઇ સારવાર માટે દાખલ કરાયેલ છે.
એસઓજી પીઆઇ એન. વી. હરિયાણી અને ટીમે ગુનો દાખલ કરાવતાં હવે ક્રાઇમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની રાહબરી હેઠળ વિશેષ તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના પીઆઇ બી. એમ. ઝણકાત, બાદલભાઇ દવે સહિતી ટીમ વધુ તપાસ કરે છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી વિશેષ કાર્યવાહી કરવામાં આવશે. હાલ આરોપી સામે પોક્સોની કલમનો પણ ઉમેરો કરી દેવાયો છે. તપાસમાં વધુ વિગતો ખુલવાની પોલીસને આશા છે. (૧૪.૧૨)
(4:07 PM IST)










