તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 4th June 2025
મીડીયા હાઉસની ૭૬.૯૦ લાખની ચોરીનો ભેદ ખુલ્યો : ૩ નેપાળી સકંજામાં
ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલના નેજા તળે ક્રાઇમ બ્રાન્ચની ટુકડીને મળી ગણતરીના કલાકોમાં સફળતાઃ પ૮.૩૬ લાખનો મુદામાલ કબ્જે

મીડીયા હાઉસની ચોરીમાં સંડોવાયેલ વિનોદ શંકર થાપા, સતીષ શંકર થાપા અને અર્જુનસિંગ માનસીંગ પરીયાગ નામના નેપાળી તસ્કરો નજરે પડે છે. : રાજકોટઃ રાષ્ટ્રીય શાળા નજીક આવેલા મીડીયા હાઉસમાં થયેલી ૭૬.૯૦ લાખની મતાની ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો. જેની માહીતી આપવા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહીતી આપતા ડીસીપી પાર્જરાજસિંહ ગોહીલ, ડીસીપી ઝોન-ર જગદીશ બાંગરવા, એસીપી બી.બી.બસીયા અને સફળ કામગીરી કરનાર ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી અને એ ડીવીઝનના પોલીસ કર્મચારીઓ નજરે પડે છે. (ફોટોઃ અભિજીત બગથરીયા) (૪.૧૪)
રાજકોટ, તા., ૪: રાષ્ટ્રીય શાળા નજીક આવેલા મીડીયા હાઉસની ઓફીસમાંથી તા. ૧ લીની રાત્રે અગાસીની બારીનો નકુચો તોડી પ્રવેશેલા તસ્કરે ૧૦ લાખથી વધુ રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી ૭૬.૯૦ હજારની મતાની ચોરી થઇ હતી.. આ ચોરી ની ઘટનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી ૩ નેપાળી શખ્સોની અટકાયત કરી પ૮,૩૬,૦પ૦ રૂા.નો મુદામાલ કબ્જે કર્યો છે.
તા. ર જીના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આ બારામાં મીડીયા હાઉસના મેનેજર તરીકે ફરજ બજાવતા રાહુલ ગુણવંતરાય મહેતા (ઉ.વ.૪૭) એ ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં જણાવ્યા મુજબ અગાસીની બારીનો નકુચો તોડી રાત્રીના ૯ થી ૩ દરમિયાન પ્રવેશેલો અજાણ્યો તસ્કર સીસીટીવીમાં કેદ થયો હતો. આ શખ્સે મીડીયા હાઉસના માલીક સતિશભાઇની ચેમ્બરનો કાચનો દરવાજો તોડી ટેબલના ખાનામાંથી ફાઇન સોનાની લગડીઓ, સોનાની બંગડી નંગ-ર મળી પ૪૦ ગ્રામ સોનુ જેની અંદાજીત કિંમત પ૧,પ૦ હજાર , સોનાની વિંટી ૧ર ગ્રામ, સોનાની લક્કી ૧૧૦ ગ્રામ, જેની કિંમત ૧૦ લાખ રપ હજાર, ચાંદીના સિક્કા-૧ં૦ જેની આશરે કિંમત ૧ લાખ રપ હજાર, રોકડા રૂા. ૩લ ાખ પ૦ હજાર, તથા બીજા ટેબલના ખાનામાં પગાર માટે જુદા જુદા ૭૦ કવરમાં રાખેલા ૧૦ લાખ રોકડા, ઉપરાંત ૪૦ હજારની રોકડ સીહત ૭૬ લાખ ૯૦ હજારની ચોરી થઇ હતી. આ સીસીટીવી ફુટેજના આધારે પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાના માર્ગદશર્હન હેઠળ ડીસીપી ક્રાઇમ શ્રી પાર્થરાજસિંહ ગોહીલના નેજાતળે એસીપી બી.બી.બસીયા, પીઆઇ એમ.આર.ગોડલીયા, પીઆઇ એમ.એલ.ડામોર તથા સી.એચ. જાદવની જુદી જુદી ટુકડીઓએ પગેરૂ દબાવવાનું શરૂ કર્યુ હતું. જે રૈયાધાર સુધી પહોંચ્યું હતું. રૈયાધારમાં રહેતા વિનોદ શંકર થાપા (ઉ.વ.રપ) નામનો નેપાળી યુવાન જે હનુમાન મઢી પાસે તુલસીબાગ એપાર્ટમેન્ટમાં પગીપણું કરે છે તેને ઉઠાવી લેવાયો હતો. વિશિષ્ટ ઢબની પુછપરછમાં વિનોદે ચોરી કબુલી લીધી હતી. અને તેને માહિતી આપનાર મીડીયા હાઉસના નેપાળી રસોયા અને તેના સગા ભાઇની સંડોવણી અંગે પણ કબુલાત આપતા વિનોદ શંકરભાઇ ઢાપા, તેનાભાઇ સંતોષ શંકરભાઇ ઠાપા (ઉ.વ.૩૦) રહે. રૈયાધાર મણીનગર, નંદનવન વિલા એપાર્ટમેન્ટના પાર્કીગમાં પગીપણું, અને યાજ્ઞીક રોડ પર ઇમ્પીરીયલ હોટલ સામેની શેરીના ખુણે આવેલા એપાર્ટમેન્ટમાં પગીપણું કરતા અર્જુનસિંગ માનસીંગ પરીયાગ (ઉ.વ.૩૦) નામના નેપાળી યુવાનને ઝડપી લેવાયા હતા.
વિનોદ શંકરભાઇ થાપા અને અર્જુનસિંગ માનસીંગ પરીયાગ સામે અનુક્રમે રાજસ્થાનના જયપુર અને રાજસમદ જીલ્લાના ભીમ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હાઓ નોંધાઇ ચુકયા છે.
ઝડપાયેલા શખ્સોને મીડીયા હાઉસમાં રસોયા તરીકે કામ કરતા ટપુ નેપાળી નામના શખ્સે ચોરીની ટીપ આપી હોવાનું બહાર આવી રહયું છે. આ લખાય છે ત્યારે બપોરે ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સમાં ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલ માહીતી આપી રહયા છે.
સફળ કામગીરીમાં પીએસઆઇ મોવલીયા, એ.એન.પરમાર, સી.વી. ચુડાસમા, એએસઆઇ અશોક કલાલ, હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર, હરસુખભાઇ સબાડ, પ્રદીપસિંહ જાડેજા, અર્જુનભાઇ ડવ, પ્રતીકસિંહ રાઠોડ, કિશનભાઇ પાંભર, પોલીસમેન મહાવીરસિંહ જાડેજા, સંજયભાઇ ખાખરીયા,તુલસીભાઇ ચુડાસમા, જયરાજસિંહ કોટીલા, પ્રશાંતભાઇ ચુડાસમા, પોપટભાઇ ગમારા, એલસીબી ઝોન-રના જયંતીભાઇ ગોહેલ, રાહુલભાઇ ગોહેલ, શકિતસિંહ ગોહીલ અને એ ડીવીઝનના સાગરભાઇ માવદીયા, કલ્પેશભાઇ બોરીચા અને ધર્મેશભાઇએ મહત્વની કામગીરી બજાવી હતી. (૪.૧૪)
(2:53 PM IST)










