તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Friday, 30th May 2025
શહેરમાં આડેધડ ડિમોલીશન : કોર્પોરેટરોમાં ઉકળાટ
મેયર આ મામલે એક - બે દિવસમાં કમિશનર સાથે બઠક કરશે : અસરગ્રસ્તોની મેયરને રજુઆત : સ્ટેન્ડિંગ બેઠક બાદ મેયર ચેમ્બરમાં પદાધિકારીઓ, કમિશનરો, ધારાસભ્ય, સીટી એન્જીનીયરની બેઠક યોજાઇ : પહેલા આપણા પ્લોટના બાંધકામ દૂર કરવા સુચના

સામાકાંઠાના અસરગ્રસ્તોની મેયરને રજૂઆતઃ મનપા દ્વારા સામાકાંઠા વિસ્તારની અનેક મિલ્કતોને ડીમોલીશનની નોટીસ આપતા રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રહેવાસીઓ દ્વારા આ મામલે મેયર નયનાબેન પેઢડીયાને રજૂઆત કરવામાં આવી હતી તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૯.ર૯)
રાજકોટ, તા. ૩૦ : મ્યુનિ. કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયની આડેઘડ ડિમોલીશન કામગીરી કરવામાં આવતા કોર્પોરેશનમાં ઉકળાટ જોવા મળ્યો હતો. આજે સામાકાંઠાના વોર્ડ નં. પ,૬,૧પ,૧૮ સહિતના વિસ્તારમાં ર૦૧૧ પછી પોતાની જગ્યામાં દસ્તાવેજ વાળા મકાન ધારકોને મનપા તંત્ર દ્વારા નોટીસ પાઠવવામાં આવતા અસરગ્રસ્તો આજે બપોરે મનપા કચેરીએ બપોરે ધસી આવ્યા હતા. અને કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં મેયર નયનાબેન પેઢડીયાને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
મનપામાં ઘણા દિવસોથી ડિમોલેશનનીકામગીરી વેગવંતી બનાવી છે. તેવી જ રીતે લોકો દ્વારા ગેર કાયદેસર બાંધકામની ફરિયાદ આવે ત્યારે ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા નોટીસ અપાયા બાદ તુરંત ડિમોલેશન કરવામાં ાવી રહ્યું છે.
આડેઘડ થતા બાંધકામો અને ડિમોલીશનના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ અમુક બે કસુર લોકોના બાંધકામો પણ તોડી પાડવામાં આવી રહ્યા છે. તેવી મેયરને રજૂઆત કરી હતી અને ગેરકાયદેસર બાંધકામ અંગેની ફરિયાદો સાંભળી યોગ્ય નિર્ણય લેવાની સાંત્વના આપી હોવાનું જાણવા મળેલ છે. શહેરમાં રોજેરોજ અનેક દુકાનો અને મકાનોના ડિમોલેશન ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
સામાકાંઠાના વિસ્તારવાસીઓની રજૂઆત બાદ મેયર ચેમ્બરમાં સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન, શાસક પક્ષ નેતા, શાસક પત્ર દંડક, તથા ત્રણેય ઝોનના ડે.કમિશનરો, ત્રણઝોનના સીટી ઇજનેરની બેઠક યોજાઇ હતી. જેમાં પદાધિકારીઓએ જણાવ્યું હતુંકે, ટી.પી. રોડ રાજ માર્ગ પર ખુબ દબાણો છે. તો પહેલા આ દબાણો દૂર કરાવો તેમ સુચના આપી હતી લોકો હેરાન ન થાય તે જોવા કોર્પોરેટરની રજુઆત કરાઇ હતી. આ મામલે ૧-ર દિવસમાં કમિશનર સાથે મેયર મીટીંગ કરશે તમ અધિકારીઓ-પદાધિકારીઓની બેઠકમાં જણાવ્યું હતું.
(3:47 PM IST)










