<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

નવા થોરાળામાં ૧૭ વર્ષની ક્રિષ્‍ના સોંદરવાનો આપઘાત

સગીરાએ બે દિવસ પહેલા ફીનાઇલ પી લીધુ'તુ : પાડોશી શખ્‍સ હેરાન કરતો હોવાનો કાકા અને ફઇનો આક્ષેપ

રાજકોટ, તા.૩૦: શહેરના નવા થોરાળામાં રહેતી ૧૭વર્ષીય સગીરાએ ફિનાઈલ પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. સગીરાના આપઘાત પાછળ પડોશી શખસ હેરાન કરી ત્રાસ આપતો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરતા થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ નવા થોરાળામાં મેઈન રોડ પર પાણીની કુઇ પાસે રહેતી ક્રિષ્‍ના જેન્‍તીભાઇ સોંદરવા (ઉ.વ.૧૭)એ ગત તા.૨૮ના રાત્રે ઘરે હતી ત્‍યારે ફિનાઈલ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે મોત નિપજતા બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરતા હેડ કોન્‍સ નિલેષભાઇ સહિત હોસ્‍પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક સગીરા ધો.૧૧નો અભ્‍યાસ પૂરો કરી ધો.૧૨માં આવી હતી. એક ભાઈ બે બહેનમાં મોટી હતી. તેણીના પિતાનું ચાર વર્ષ પહેલા અવસાન થઇ જતા માતાએ બીજા લગ્ન કરી લેતા સગીરા ભાઈઓ સાથે કાકા ભકાભાઈ કાળુભાઇ સોંદરવા સાથે અને ફઈ સોનલબેન સાથે રહેતી હતી. કાકા અને ફઈએ પોલીસ સમક્ષ આક્ષેપ કર્યા હતા કે, દીકરીને પડોશી યુવક એકાદ વર્ષથી હેરાન પરેશાન કરતો હોય જેના ત્રાસથી કંટાળી પગલું ભર્યું છે. પોલીસે સગીરાના આપઘાત પાછળનું ચોકકસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે

(2:29 PM IST)