તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 28th May 2025
વીર સાવરકરજીની ૧૪૨મી જન્મ જયંતિ મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલી

રાજકોટઃ વીર સાવરકરનો જન્મ તા.૨૮ મે ૧૮૮૩ના રોજ નાસિકમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું આખું નામ વિનાયક દામોદર સાવરકર છે. વીર સાવરકર ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ સેનાની અને મુખ્ય રાષ્ટ્રવાદી નેતા હતા. તે વિશ્વભરના ક્રાંતિકારીઓમાં અદ્વિતીય હતા. તેમના નામ જ ભારતીય ક્રાંતિકારીઓ માટે તેમના સંદેશ હતો. એક મહાન ક્રાંતિકારી, ઈતિહાસકાર, સમાજ સુધારક, વિચારક, સાહિત્યકાર અને લેખક એવા વીર સાવરકરજીની ૧૪૨-મી જન્મ જયંતિ નિમિતે, મહાનગરપાલિકા દ્વારા આજ તા.૨૮, બુધવારના રોજ તેઓની ઈન્ડોર સ્ટેડીયમ, રેસકોર્ષ ખાતે આવેલ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. આ પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, હોદેદારો તથા મહાનુભાવો દ્વારા વીર સાવરકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી, મસ્તક નમન અને પ્રણામ કરવામાં આવેલ. આ પુષ્પાંજલી કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઇ સોરઠીયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉઘરેજા, કોર્પોરેટર વિનુભાઈ સોરઠીયા, અલ્પાબેન દવે, મીનાબા જાડેજા, મંજુબેન કુગસીયા, શિક્ષણ સમિતિ સભ્ય મનસુખભાઈ વેકરીયા, વોર્ડ નં.૧૨ પ્રમુખ જયેશભાઈ પંડ્યા, મહામંત્રી ધીરજભાઈ મૂંગરા, અગ્રણી ઘનશ્યામભાઈ કુગસીયા, અજયસિંહ જાડેજા, દીપકભાઈ દવે, રાજકોટ મહાનગરપાલિકાના આસી.કમિશનર ભરત કાથરોટીયા, મેનેજર કૌશિક ઉનાવા, સાંસ્કળતિક વિભાગના કર્મચારીઓ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કર્મચારીઓ, ગાર્ડન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.
(3:42 PM IST)










