તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Friday, 9th May 2025
વીજ તંત્ર ના રાજકોટ સર્કલના ઉપાધ્યાયની બદલીઃ તેમના સ્થાને ભૂજથી રાઠોડ
વિદાય લઇ રહેલા એમ. ડી. એ જતા જતા બદલી-બઢતીના ઓર્ડરો કર્યા બે એકઝી. ઇજનેર અને ત્રણ ડે. ઇજનેરોને પણ પ્રમોશન

રાજકોટ તા. ૯ :.. બદલી પામી અન્યત્ર મૂકાયેલા પીજીવીસીએલ.ના એમ. ડી. શ્રી પ્રિતી શર્માએ જાતા જાતા ગત રાત્રે બઢતી-બદલીના ઓર્ડરો કર્યા છે.
રાજકોટ સીટી સર્કલના સુપ્રિ. ઇજનેર શ્રી જીજ્ઞેશ ઉપાધ્યાયની એકાએક બદલી કરી તેમના સ્થાને ભૂજના બી. બી. રાઠોડને નિમણુંક અપાઇ છે, શ્રી ઉપાધ્યાયને કોર્પોરેટર ઓફીસમાં પ્રોજેકટમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત એમ. ડી. જોષી, ટી. એન. વોરાને બઢતી અપાઇ છે, જયારે ડે. ઇજનેરો સર્વશ્રી વાય. એસ. ઘેડીયા, જી. કે. સરવૈયા અને જે. વી. ચૌહાણને એકઝીકયુટીવ ઇજનેર તરીકે બઢતી આપી નિમણુંકોના ઓર્ડરો થયા છે.
(1:12 PM IST)










