<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

નિવૃત્ત આંતરરાષ્ટ્રીય ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેકગ્રા રાજકોટમાં : ખેલાડીઓને ખાસ ટિપ્સ આપીને પોતાનો અનુભવ શેર કર્યો

સૌરાષ્ટ્ર ક્રિકેટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ છે.” : ગ્લેન મેકગ્રા :2 દિવસના કેમ્પમાં સૌરાષ્ટ્રના ખેલાડીઓને ગ્લેન મેકગ્રાનું માર્ગદર્શન મળશે : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવભાઈ શાહ

રાજકોટ તા.૨૫ : ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેકગ્રા રાજકોટમાં આવ્યા છે. ગ્લેન મેકગ્રા એક નિવૃત્ત આંતરરાષ્ટ્રીય ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે. ગ્લેન મેકગ્રાએ પોતાની કારકિર્દી દરમિયાન સંખ્યાબંધ પાંચ વિકેટ ઝડપી હતી. રાજકોટમાં આવીને તેમણે ઉભરતા ખેલાડીઓને ખાસ ટિપ્સ આપી હતી અને પોતાનો અનુભવ શેર કર્યો હતો.

 

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવભાઈ શાહે જણાવ્યું કે, “આજે સૌરાષ્ટ્ર માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. કારણ કે નિરંજન શાહ સ્ટેડિયમમાં ગ્લેન મેકગ્રા MRF સાથે કોલોબ્રેશન માટે આવ્યા છે. તેઓ ખાસ ફાસ્ટ બોલર્સ માટે કેમ્પ કરવા અને પોતાનું જ્ઞાન શેર કરવા આવ્યા છે.” ગ્લેન મેકગ્રાએ જણાવ્યું કે “સૌરાષ્ટ્ર ક્રિકેટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ છે.” 2 દિવસના આ કેમ્પમાં ગ્લેન મેકગ્રા પોતાનો અનુભવ શેર કરશે. સૌરાષ્ટ્રના ખેલાડીઓને ગ્લેન મેકગ્રાનું માર્ગદર્શન મળશે તે જ મોટી વાત છે.

જયદેવભાઈએ વધુમાં જણાવ્યું કે, “દર વર્ષે આ રીતે કેમ્પ યોજાય અને મોટા ક્રિકેટર્સને બોલાવવામાં આવે એ અમારે ટાર્ગેટ છે. સાથે જ સ્પિનર, ફાસ્ટબોલર, બેટ્સમેન માટેના કેમ્પો પણ કરવાનું અમારું લક્ષ્ય છે. જેથી સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમ મજબૂત બની શકે.” ફાસ્ટ બોલર નિલ પંડ્યાએ જણાવ્યું કે, “ગ્લેન મેકગ્રા એટલે ક્રિકેટની દુનિયામાં સૌથી મોટું નામ છે. ગ્લેન મેકગ્રાએ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ માટે ઘણું બધું કર્યું છે. ગ્લેન મેકગ્રાને હું મારા આઈડલ માનું છું. ગ્લેન મેકગ્રા રાજકોટમાં આવીને ઉભરતા ખેલાડીઓને ટિપ્સ આપે તે ખૂબ જ મહત્વનું છે. જે પૈકીની એક ટિપ્સ બોડીને ફિટ રાખવાની છે.”

 

ગ્લેન મેકગ્રાએ ખેલાડીઓને બોલિંગ કેવી રીતે કરવી અને એક ફાસ્ટ બોલર તરીકે શું કરવું તે અંગેની ખાસ ટિપ્સ આપી હતી. ગ્લેન મેકગ્રાએ પોતાના અનુભવને ખેલાડીઓ સાથે શેર કર્યો હતો.

(3:07 PM IST)