News of Wednesday, 19th February 2025
શુક્રવારે કલેકટરની R.O. મીટીંગ
દબાણો-સરકારી જમીન ફાળવણી-પેન્ડીંગ કેસ-ઠરાવો સહિતની બાબતે સમીક્ષા :કાલે બપોર બાદ મહેસૂલ-અપીલના કેસોનું બોર્ડઃ રર કેસો અંગે સૂનાવણી

રાજકોટ તા. ૧૯: આગામી શુક્રવારે સવારે ૧૧ વાગ્યાથી રાજકોટ કલેકટરના અધ્યક્ષપદે મામલતદારો, ડે. કલેકટરો-પ્રાંત ઓફીસરો તથા વિવિધ શાખાધ્યક્ષની મહત્વની એવી R.O. મીટીંગ યોજાશે. આ મીટીંગમાં મહેસૂલના રર મુદાઓ અંગે પ્રભવ જોષી દ્વારા ટારગેટ બાબતે અધીકારીઓના કલાસ લેવાશે.
ખાસ કરીને સરકારી જમીન પરના દબાણો, થઇ રહેલા કૌભાંડો, સરકારી જમીનની ફાળવણી, પેન્ડીંગ કેસો, ઠરાવો, કોર્ટ કેસ વિગેરે બાબતે ખાસ સમીક્ષા થશે. દરમિયાન કાલ બપોર બાદ કલેકટરશ્રીનું મહેસૂલ-અપીલના કેસોનું બોર્ડ મળશે, રર કેસો અંગે સુનાવણી રખાઇ છે, મોટા ભાગના સામાન્ય તકરારીના કેસો છે. (૭.ર૭)
(4:39 PM IST)










