News of Wednesday, 19th February 2025
રવિવારથી રવિવાર રમઝાન માસઃ હરણીરોઝો અને અંતિમ શુક્રવાર એક સાથે
૧લી માર્ચના ચંદ્ર દર્શન બાદ શનિવાર રાત્રિથી જ તરાવીહની નમાઝ શરૃ થશેઃ મુસ્લિમ સમાજમાં આધ્યાત્મિક ઉત્સાહ : ગત વખત કરતા આ વખતે માત્ર ૧પ મિનિટનો જ ઘટાડો થતા આ વર્ષે પોણા ચૌદ કલાકનો રોઝો: રવિ થી રવિના ક્રમનું ૮ વર્ષે ફરી પૂનરાવર્તન: પરોઢિયે દરરોજ સહેરીમાં ૧ મિનિટ ઘટશે અને ઇફતારમાં સાંજે દર ત્રણ દિ'એ એક મિનિટ વધશે: ર૯ રોઝા સાથે સોમવારે ઇદ, આમ માર્ચ માસમાં જ પવિત્ર માસ શરૃ થઇને માર્ચમાં જ પૂરો થઇ જશે : પવિત્ર માસના પ્રારંભને ૧૦ દિ' બાકી

(ફાઇખ દ્વારા) રાજકોટ તા.૧૯ : આગામી બીજી માર્ચથી ઇસ્લામ ધર્મનો પવિત્ર માસ રમઝાન માસ શરૃ થનાર છે. જે માટે મુસ્લિમ સમાજમાં અત્યારથી જ આધ્યાત્મિક ઉત્સાહ ફેલાયો છે.
ઇસ્લામી પંચાગ 'ચંદ્ર દર્શન' ઉપર આધારીત છે અને હાલમાં હિજરી ૧૪૪૬ ચાલે છે. જેનો ૮મો મહીનો શાબાન ચાલે છે. અને ઇસ્લામી મહીનો ૨૯ કે ૩૦ દિવસનો હોય છે એ મુજબ તા.૨૮/૨/૨૫ને શુક્રવારના ૨૯મી શાબાન છે પરંતુ એ દિને ચંદ્ર દર્શનની શકયતા ઓછી હોય અને કદાચ વાદળો છવાઇ જાય તેવી સંભાવના હોવાથી તા.૧ શનિવારે સાંજે જ ચંદ્રદર્શન થવાની પૂર્ણ સંભાવના રહેલી હોય તા.૨ માર્ચને રવિવારથી રમઝાન માસ શરૃ થાય એ નિશ્વિત છે.
આગળ જતા રમઝાન માસ પૂર્ણ થવાની આરે આગામી તા.૨૯/૩/૨૫ના શનિવારે ૨૮મો રોઝો હશે અને રમઝાન માસના ૨૯માં રોઝાએ રવિવાર હશે જે કારણે રવિવારે ૨૯ રોઝા પુરા થયા બાદ સાંજે ચંદ્રદર્શન થવાની પૂર્ણ સંભાવના હોઇ તા.૩૧-૩-ર૦રપ ના સોમવારે ''ઇદુલ ફિત્ર'' ઉજવવામાં આવે તે પણ નિશ્વીત બની રહયું છે.
આ રમઝાન માસમાં દરેક પુખ્તવયના મુસ્લીમ સ્ત્રી-પુરૃષોને ખુદા તરફથી 'રોઝા' રાખવા ફરજીયાત છે. આ રોઝાએ એક ''ઉપવાસ'' જ છે. જેમાં પરોઢીયેથી લઇ ને કે સુરજ આથમે ત્યાં સુધી મુસ્લીમ ભાઇ-બહેનો રોઝા રાખે છે. અને આ રોઝામાં અન્નજળનો ત્યાગ કરવામાં આવે છે. એ ત્યાં સુધી કે ગળા નીચે થુંક પણ ઉતારવામાં આવતું નથી. આમ નર્યા નકોર ઉપવાસ કરવામાં આવે છે એ સાથે દિવસના પાંચ વખતની નમાઝ સમયસર પઢવામાં આવે છે. એટલું જ નહી રાત્રે વધારાની સળંગ તરાવીહની નમાઝ દોઢ કલાક માટે પઢવામાં આવે છે. ઉપરાંત મુસ્લીમો કુઆર્ન પઠન અને ઇબાદતમાં મશગુલ બની જાય છે. એ જોતા રમઝાન માસ શરૃ થતા મુસ્લીમ સમાજમાં આધ્યાત્મીકતા છવાઇ જાય છે.
બીજી તરફ આ હિસાબ જોતા આ વખતે રવિવારે પહેલો અને રવિવારે જ છેલ્લો રોઝો રહેશે. આમ રમઝાન માસ રવિવારે શરૃ થઇ રવિવારે પુરો થશે. ભુતકાળમાં ૨૦૧૭માં આ હિસાબ રહયો હતો. જેનું ફરી આઠ વર્ષે પુનરાર્વતન થઇ રહયું છે. જેના લીધે આ વખતે શાબાન માસ ૩૦ દિ'નો હોઇ એ ઉપરાંત પ્રથમ રોઝો રવિવારે હોઇ જાહેર રજાના લીધે લોકોને પ્રથમ રોઝો રાખવાની તૈયારી કરવામાં ખુબ જ સરળતા રહેશે. એટલુ જ નહીં રોઝો પણ રોઝો રાખનારા માટે સરળ બની રહેશે.
હાલમાં શિયાળો ચાલી રહ્યો છે તેના અંતિમ દિવસોમાં આ રમઝાન માસ પ્રવેશ કરશે અને ૧૮ મી થી વસંતઋતુનો પ્રારંભ થયો હોય ત્થા હવામાનમાં ફેરફાર થતા રહેતા હોય મિશ્રઋતુનું હવામાન રહેશે. ત્યારે તાપમાન પણ ઓછું રહેનાર હોઇ રોઝદારોને રોઝામાં રાહત રહેશે. પરંતુ ગરમીનો અહેસાસ રહેશે. બીજી તરફ આ વખતે રવિ થી રવિ ચાલનાર આ રમઝાન માસની ખૂબીએ છે કે આ વખતે જે હરણી રોઝો તરીકે ઓળખાય છે તે ર૭ મો રોઝોે અને રમઝાન માસનો ચોથો અને અંતિમ શુક્રવાર એક સાથે રહેશે.
બીજી તરફ જેમ પ્રથમ રોઝો રવિવાર હોવાથી રોઝાદારોને આરામ મળી રહેશે તેમ આવનારી ઇદ પણ સોમવારે હોઇ તેના આગલા દિવસે રવિવારના લીધે લોકોને તૈયારી કરવામાં પણ સરળતા મળી રહેશે.
આ રમઝાન માસમાં દાન -પુણ્યના કામો પણ એટલા જ કરવામાં આવે છે જેના લીધે પરોઢીયે ભોજન અર્થાત સહેરી અને સાંજે રોઝા ખોલાવવા માટેના મનમોહક ભોજનના થાળ એટલે ઇફતારી યોજાશે.
જેના માટે ફૂટ ફરસાણ ઠંડા-પીણા માટેની તૈયારીઓ આરંભી દેવાઇ છે.
રમઝાન માસ ઇસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુઆર્ન શરીફની વર્ષગાંઠ હોઇ અને રમઝાન મહીનામાં દાન-પૂણ્યનું વળતર ૭૦ ગણું હોઇ કુઆર્ન પઠન વધી જશે.
આ તમામ વચ્ચે ખાસ કરીને રમઝાન મહિનામાં રોઝાનું મહતવ વધારે છે અને આ રોઝા મુસ્લીમ ભાઇ-બહેનો રાખી રોજીંદા કામોમાં પ્રવૃત્ત રહે છે.
આ ઉપરાંત ગયા વખતે ૧૪ કલાકનો રોઝો હતો જે આ વખતે શરૃઆતમાં ૧૩ કલાક ૧૦ મિનિટનો રોઝો રહેશે અને છેલ્લે ૧૩ કલાક ૪પ મીનીટનો રોઝો રહેશે.
જેમાં પરોઢિયે સહેરીનો સમય દરરોજ ઘટતો રહેશે શરૃઆતમાં પ.પ૩ નો સમય છેલ્લા પ/ર૭ નો થશે અને સાંજે ઇફતારીનો સમય વધતો રહેશે શરૃઆતમાં ૬.પ૪ નો સમય છેલ્લે ૭.૦પ નો થશે.
આમ સહેરીનો સમય ઘટીને ઇફતારીનો સમય લંબાતા આખા માસમાં ૩પ મીનીટના વધઘટ ઉપર રમઝાન માસ વિતશે.
રમજાન માસમાં અંતિમ શુક્રવારને મુસ્લિમો આખરી જુમ્મા તરીકે ઓળખે છે.
કુદરતની વિચિત્રતા તો એ છે કે, ર૦ર૩માં ૧૪ાા કલાકનો રોઝો હતો જે ર૦ર૪ માં ૧૪ કલાકનો રોઝો થયો હતો પણ આ વખતે અડધી કલાકથી પણ સમય મર્યાદા વધી જતા ૧૩ કલાક ૩૦ મિનિટના બદલે એટલે કેે અડધી કલાક ઓછી થવાના બદલે ૧૩ કલાક ૪પ મિનિટનો રોઝોે થયો છે. આમ આ વખતે ગત વર્ષ કરતા માત્ર ૧પ મિનિટ જ ઓછી થઇ છે.
આ ઉપરાંત આ વખતનું સમય પત્રક જોતા ઇફતારમાં સાંજે ત્રણ દિ'એ એક મિનિટ વધશે અને પરોઢિયે સહેરીમાં દરરોજ ૧ મિનિટ ઘટતી રહેશે. જોકે આ રમઝાન માસ માર્ચ મહિનામાં ચાલુ થઇ ર૯ રોઝા સાથે માર્ચ માસમાં જ પૂર્ણ થઇ જશે.
અત્રે એ નોંધનીય છેક ે, શાબાન માસ પૂર્ણ થતા ૩૦ દિ'એ આકાશમાં સ્વચ્છ ચંદ્ર દર્શન નિશ્ચિત રૃપે થશે જેની બીજી બાજુ ર૯ માં રોઝા એટલે કે, ૩૦ માર્ચને રવિવારના સાંજે ચંદ્રદર્શનની પૂર્ણ સંભાવના છે, પણ આ ચંદ્રદર્શન અસ્પષ્ટ યાતો સુક્ષ્મ રહે તેવો વર્તારાનો નિર્દેશ હોઇ ચંદ્રદર્શનના અભાવના લીધે બીજા દિ'એ ઇદ ઉજવણી માટે કયાંક 'ગવાહી' લેવી પડે તેવા સંજોગો ઉભા થવાની શકયતા પણ રહેલી છે. (૯.૧૯)

(3:16 PM IST)










