તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Wednesday, 19th February 2025
ઢોલરાના ‘દિકરાનું ઘર' વૃધ્ધાશ્રમના નામે યુપીના હૈદરે ૮ લાખનું દાન લઇ લીધું: સાયબર ક્રાઇમ પોલીસે દબોચ્યો
સુભાષ વૃધ્ધાશ્રમ નામે ફેસબૂક પર ખોટી આઇડી ઉભી કરી ક્યુઆર કોડ મુકી નાણા ખંખેરવાનું શરૂ કર્યુ હતું રાજકોટના વૃધ્ધાશ્રમના સેવા કાર્યોના વિડીયો સોશિયલ મિડીયામાંથી મેળવી પોતાની આઇડીમાં મુકી દેતો હતોઃ એસીપી સી. એમ. પટેલ, પીઆઇ આર. જી. પઢીયાર અને ટીમે આઠ લાખ સીઝ કરી આરોપીને યુપીથી ઝડપી લીધો

રાજકોટ તા. ૧૯: સાયબર ક્રાઇમ આચરતા ગઠીયાઓ નીતનવા નુસ્ખા અજમાવી ઠગાઇ કરતાં રહે છે. દરમિયાન યુપીના એક શખ્સે રાજકોટના ‘દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ'ના સેવાકાર્યોના વિડીયો સોશિયલ મિડીયામાંથી પુર્વમંજુરી વગર મેળવી પોતાની સુભાષ વૃધ્ધાશ્રમ નામની ખોટી ફેસબૂક આઇડીમાં મુકી તેમાં ક્યુઆર કોડ મુકી લોકો પાસેથી દાન મેળવી લઇ છેતરપીંડી કરતાં ચકચાર જાગી છે. શહેર સાયબર ક્રાઇમ પોલીસની ટીમે તપાસ કરી હૈદર અલીભાઇ જીંદા (રહે. જંધરી શામલી ઉત્તર પ્રદેશ)ને દબોચી લીધો છે. તેણે બોગસ આઇડી ઉભી કરી વૃધ્ધાશ્રમના નામે આઠેક લાખ ઉઘરાવી લીધા હતાં. આ રકમ સાયબર ક્રાઇમ પોલીસે સીઝ કરી દીધી છે.
હૈદરે ફેસબુક પર સુભાષ વળદ્ધાશ્રમની બોગસ આઇડી બનાવી તેમાં દીકરાનું ઘર વળદ્ધાશ્રમના વિવિધ ફોટા મૂકવામાં આવ્યા હતા. વળદ્ધાશ્રમના વડીલોને જમવા અને રહેવા સહિતની સવલતો આપવામાં આવે છે અને આ માટે રૂ.૧૦૦થી લઇ મહત્તમ દાન કરવા અપીલ કરવામાં આવી હતી અને સેવાકીય પ્રવળત્તિના ફાટો પર કયુઆર કોડ પણ અપલોડ કરવામાં આવ્યો હતો. દીકરાનું ઘર વળદ્ધાશ્રમની પ્રવળત્તિના ફોટા તથા આ વળદ્ધાશ્રમના વડીલોના ફોટા મૂકી કોઇ શખ્સ દાનના નામે નાણાં ઉઘરાવી રહ્યાનું ધ્યાને આવતા દીકરાનું ઘર વળદ્ધાશ્રમના સંચાલકોએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આર. જી. પઢિયાર સહિતની ટીમ સક્રિય બની હતી અને જે બેંક એકાઉન્ટમાં રકમ જમા થઇ રહી હતી તેની માહિતી મેળવી રૂ. ૮ લાખથી વધુની રકમ સીઝ કરાવી નાખી હતી. બાદમાં આરોપી ઉત્તરપ્રદેશના જંઘેરી શામલી ગામનો હૈદર જીંદા હોવાની માહિતી મળતા પોલીસની એક ટીમ દોડી ગઇ હતી અનૈ હૈદરને ઝડપી લીધો હતો. પીઆઇ પઢિયારે જણાવ્યું હતું કે રૂ.૮ લાખ સીઝ કરાયા છે. દાન આપનાર લોકોએ હજુ સુધી સંપર્ક કર્યો નથી. જેટલા લોકોએ આ નકલી આઇડી પર કયુઆર કોડ સ્કેન કરીને દાન આપ્યું હોય તે રકમ પરત લેવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી સી. એમ. પટેલની રાહબરીમાં પીઆઇ આર. જી. પઢીયાર, કોન્સ. જયપાલસિંહ સોલંકી, એમ. એમ. ટંકારીયાની ટીમ વધુ તપાસ કરે છે.
(4:49 PM IST)










