News of Friday, 14th February 2025
નિકાવામાં દાદાશ્રી પાંચાજી આશ્રમે રવિવારે સમુહલગ્ન : ૧૧ યુગલો પ્રભુતામાં પગલા પાડશે
સંતો મહંતો પધારશે : સર્વરોગ નિદાન કેમ્પ અને રકતદાન કેમ્પનું પણ આયોજન

રાજકોટ તા. ૧૪ : દાદાશ્રી પાંચાજીના આશ્રમ ગામ નિકાવા તા. કાલાવડ ખાતે આગામી તા. ૧૬ ના રવિવારે દ્વીતીય સમૂહલગ્નનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા દાદા શ્રી પાંચાજી ઉત્સવ સમિતિના આગેવાનોએ જણાવેલ કે મહંતશ્રી જગન્નાથજી અમરનાથજી યાદવ સવરા મંડપ જુનાગઢના સાનિધ્યમાં તા. ૧૬ ના રવિવારે પાંચાજી આશ્રમ, નિકાવા ખાતે આયોજીત આ સમુહલગ્નમાં ૧૧ નવદંપતિ પ્રભુતામાં પગલા પાડશે. લગ્નવિધિ ઢોલરાવાળા મનુભાઇ શંકરભાઇ રત્નોતર કરાવશે.
સવારે ૭.૧૫ વાગ્યે જાન આગમન અને ૧૦.૧૫ કલાકે હસ્ત મેળાપ તેમજ બપોરે ૧૨.૧૫ કલાકે ભોજન સમારોહ તથા બપોરે ૪ વાગ્યે જાનને વિદાય અપાશે. તમામ દીકરીઓને કરીયાવરમાં સોના ચાંદીના દાગીના સહીત ૭૦ થી વધુ ગૃહઉપયોગી વસ્તુઓ અપાશે.
આ મંગલ અવસરે સાધુ સંતો, મહંતો, સમાજશ્રેષ્ઠીઓ સહીત આશરે ૫ હજારની સંખ્યામાં મેદની ઉપસ્થિત રહેશે.
સમૂહ લગ્નની સાથે રકતદાન કેમ્પ તેમજ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ પણ રાખેલ છે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા આશ્રમના મહંતશ્રી બકુલબાપુ, ગીરીશબાપુ અને વાળાધરીવાળા જયંતભાઇ પરમાર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૨)
(2:41 PM IST)










