<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

એનસીસી એકસ (પૂર્વ)કેડેટસ બહેનોનું ૯ ફેબ્રુઆરીએ સ્‍નેહમીલનનું આયોજન

હાલના અને પૂર્વ એનસીસી કેડેટસ દ્વારા એલુમનાઇની રચના કરવામાં આવી

રાજકોટઃ એનસીસી એકસ કેડેટસ (પૂર્વ) ફકત બહેનોનું ર ગુજ.ગર્લ્‍સ બટાલીયન, રાજકોટનું એનસીસી એલુમનાઇ તેમજ ગર્લ્‍સ યુનિટ દ્વારા સ્‍નેહમીલનનું આયોજન તા.૯ ફેબ્રુઆરીના રવિવારે બપોરે ૩:૩૦ થી ૬ સુધી ડીએચ કોલેજના કમ્‍પાઉન્‍ડમાં કરવામાં આવેલ છે.

પ્રધાનમંત્રીશ્રી દ્વારા એનસીસી એકસ કેડેટસ એનસીસી પુરૂ થયા બાદ પણ એનસીસી સાથે જોડાયેલા રહી શકે તેમજ તેમના દ્વારા તેમજ સમાજમાં જરૂરીયાત મુજબ કાર્યો કરી શકે તે માટે એનસીસી એલુમનાઇની સમગ્ર દેશમાં સ્‍થાપના કરવામાં આવેલ છે. તે અંતર્ગત રાજકોટ ર ગુજ. ગર્લ્‍સ બટાલીયનની એકસ કેડેટ બહેનોની પણ એલુમનાઇ કાર્યરત છે.

આ એલુમનાઇ દ્વારા યુનિટ તેમજ કર્નલ રીતેશચંદ્ર સિંહના માર્ગદર્શન હેઠળ આગામી તા.૯ ફેબ્રુઆરીને રવિવાર ના રોજ એકસ કેડેટસ તેમજ એલુમનાઇના ગર્લ્‍સ કેડેટસનું  સ્‍નેહમીલનનું આયોજન કરવામાં આવેલ છે.

એનસીસીના હાલના કેડેટસ તેમજ એકસ કેડેટસ મળીને સમાજને કંઇ ને કંઇ રીતે ઉપયોગી થઇને તેમની સહાય કરવાના હેતુથી એનસીસી એલુમનાઇની રચના કરવામાં આવી છે. તેમજ પુર્વ એનસીસી કેડેટસને હાલ કઇ કઇ રીતે યુનીટ સાથે જોડાઇ શકે તેનું પણ માર્ગદર્શન આપવામાં આવશે. આ મીટ માં જોડાવા ઇચ્‍છતા તમામ એનસીસી પૂર્વ કેડેટ બહેનો સામેલ થઇ શકશે જે માટે સોનલબેન મો.૯૯૯૮૬ ૧૯૮૭૦, પાયલબેન મો.૯૮૯૮૬ પ૧૯પ૩, અંજનાબેન મો. ૯૩ર૮૯ ર૯૧પર, અરૂણાબેન મો.૯૦૩૩૧ પ૯૦૭૭નો તા.૭ ફેબ્રુઆરી સુધીમાં સંપર્ક કરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવા યાદીના અંમાં જણાવાયું છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(2:27 PM IST)