<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

સ્‍કૂલવેનના ચાલક સૈફ પઠાણે ૧૬ વર્ષની વિદ્યાર્થીની પર વારંવાર દૂષ્‍કર્મ આચર્યુઃ વિડીયો વાયરલ કરવાની ધમકી : જુઓ વિડિઓ

જગમાલભાઇ ખટાણા અને પ્રતાપસિંહ મોયાની બાતમી પરથી ઝડપાયો :બાળાના ફોનમાં વિડીયો મોકલ્‍યા તે પરિવારજનોએ જોતાં ઘટનાની જાણ થઇઃ બે હોટેલમાં લઇ જઇ દૂષ્‍કર્મ આચર્યુ હતું: મોટે ભાગે રવિવારે લઇ જતોઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી ઇસ્‍કોન મંદિર પાછળ રહેતાં આરોપીને સકંજામાં લીધોઃ જરૂર પડયે હોટેલ માલિકો સામે કાર્યવાહીઃ ડીસીપી જગદીશ બાંગરવા : શાળાએ મુકવા તેડવા જતો હોઇ બાળાને ફસાવી લીધી હતીઃ રવિવારે ફોનમાંથી વિડીયો, ફોટા મળ્‍યા અને ગઇકાલે બાળા ગૂમ થતાં પીઆઇ એચ. એન. પટેલ, પીએઅસાઇ મસાકપુત્રા અને ટીમની તુરંત કાર્યવાહી

તસ્‍વીરમાં આરોપી સૈફ ઇલ્‍યાસભાઇ મેમણ તથા તેને પકડી લેનાર ટીમના જગમાલભાઇ ખટાણા, પ્રતાપસિંહ મોયા, વિરદેવસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા અને ગોપાલસિંહ જાડેજા જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૧: શહેરમાં દૂષ્‍કર્મની વધુ એક ઘટના સામે આવી છે જેમાં રાજકોટ રહેતાં બહારના રાજ્‍યના પરિવારની ધોરણ-૧૨માં અભ્‍યાસ કરતી ૧૬ વર્ષની દિકરીને સ્‍કૂલવેનના ચાલક એવા વિધર્મી શખ્‍સે પોતાની મોહજાળમાં ફસાવી અવાર-નવાર અલગ અલગ જગ્‍યાએ લઇ જઇ દૂષ્‍કર્મ આચરી તેમજ વિડીયો, ફોટા લઇ બાળાને જો તું મને મળવા નહિ આવ તો ફોટા વિડીયો વાયરલ કરી દઇશ તેવી ધમકી આપતાં ફરિયાદ દાખલ કરાવાઇ છે. બાળાને સ્‍કૂલવેન ચાલકે ફસાવી હોવાની જાણ થતાં પરિવારે તેણીનો અભ્‍યાસ પણ છોડાવી દીધો હતો. આમ છતાં તે સ્‍નેપચેટ, ઇન્‍સ્‍ટાગ્રામથી મેસેજ કરતો હતો. આ મારફત તેણે બાળાને તેની જ સાથે આચરેલા દૂષ્‍કર્મના વિડીયો ફોટા પણ મોકલ્‍યા હતાં. આ દરમિયાન ગઇકાલે સવારે બાળા ગૂમ થયા બાદ પોલીસને જાણ કરાતાં પોલીસે બાળાને શોધી કાઢી અને આરોપીને પણ સકંજામાં લીધો હતો.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર બાળાના પિતા કે જે બહારના રાજ્‍યના વતની છે તેમની ફરિયાદ પરથી સૈફ ઇલ્‍યાસભાઇ મેમણ (રહે. આદિત્‍ય-૭૯, એચ-વીંગ, ઇસ્‍કોન મંદિર પાછળ) વિરૂધ્‍ધ બીએનએસની અપહરણ, દૂર્ષ્‍મની કલમો તથા પોક્‍સો  અને આઇટી એક્‍ટ હેડળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. દરમિયાન ડી. સ્‍ટાફ એએસઆઇ જગમાલભાઇ ખટાણા અને પ્રતાપસિંહ મોયાની બાતમી પરથી તેને દબોચી લેવાયો હતો.

ભોગ બનેલી બાળાના પિતાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે અમે બીજા રાજ્‍યના વતની છીએ અને વર્ષોથી રાજકોટ રહીએ છીએ. મારે બે સંતાન પૈકી ૧૬ વર્ષની દિકરી ધોરણ-૧૨માં અભ્‍યાસ કરે છે. તેને સ્‍કૂલે આવવા જવા માટે મેં સ્‍કૂલવેન બંધાવી હતી. જેનો ડ્રાઇવર સૈફ મેમણ મારી દિકરીને તેડવા મુકવા આવતો હતો. અગાઉ ગયા મહિને મારી દિકરી ઘરેથી શાળાએ જવા નીકળી પછી ખબર પડી હતી કે તે સ્‍કૂલે પહોંચી નથી. તેમજ તેને તેડવા મુકવા આવતો સ્‍કૂલવેનનો ચાલક તેણીને ક્‍યાંક લઇ ગયો છે.

આ પછી મારી દિકરીને અમે ફોસલાવીને પુછતાં તેણે કહ્યું હતું કે સૈફે મેમણે મારી સાથે ખોટુ કર્યુ છે અને શારીરિક સંબંધ બાંધી લીધો છે. જે તે વખતે તેણે હવે આવુ નહિ કરે તેવી બાહેંધરી આપી હોઇ સમાજમાં બદનામીની બીકે અમે ફરિયાદ ન નોંધાવી સૈફ મેમણ સાથે સમાધાન કરી લીધુ હતું. એ પછી મારી દિકરીને અમે સ્‍કૂલે જવાનું બંધ કરાવી દીધુ હતું. આ પછી મારી દિકરી ઘરમાં જુનો મોબાઇલ પડયો હોઇ મારા દિકરાના ફોનમાંથી વાયફાય કનેક્‍ટ કરતી હતી. જેથી સૈફ મેમણ તેને  ઇન્‍સ્‍ટાગ્રામ, સ્‍નેપચેટ મારફત મેસેજ કરતો હતો. બે દિવસ પહેલા આ મેસેજની અમને જાણ થઇ જતાં દિકરીનો ફોન ચેક કરતાં તેમાં સૈફ મેમણે મારી દિકરી સાથે અલગ અલગ જગ્‍યાએ દૂષ્‍કર્મ આચર્યુ હોઇ તેના વિડીયો અને ફોટોગ્રાફ મળી આવ્‍યા હતાં.

આથી અમે દિકરીને સમજાવી ઠપકો આપ્‍યો હતો. એ પછી દિકરીને અમે વિડીયો બાબતે પુછતાં તેણે કહેલુ કે સૈફે મને ડરાવી ધમકાવી અંગતપળોના વિડીયો ઉતારી લીધા હતાં. તેમજ તું મને મળવા નહિ આવ તો વિડીયો વાયરલ કરી દઇશ તેવી ધમકી આપતો હતો. ભોગ બનનાર બાળાના પિતાએ વધુમાં જણાવ્‍યું હતું કે દરમિયાન સોમવારે ૨૦/૧ના સવારે હું કામે ગયો એ પછી ઘરે મારા પત્‍નિ, દિકરી, દિકરો હતાં. પત્‍નિએ સાડા નવેક વાગ્‍યે ફોન કરી જાણ કરી હતી કે દિકરી ઘરમાંથી ગાયબ છે, આસપાસ તપાસ કરતાં મળી નથી. આ સાંભળી હું ઘરે આવ્‍યો હતો અને પોલીસ સ્‍ટેશને પહોંચી ફરિયાદ કરી હતી.  

યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ એન. જે. મસાકપુત્રા સહિતે ગુનો નોંધી તપાસ શરૂ કરી બાળાને શોધી કાઢી હતી. બીજ. તરફ ડી. સ્‍ટાફના જગમાલભાઇ ખટાણા, પ્રતાપસિંહ મોયા, વિરદેવસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા અને મહિપાલસિંહ જાડેજા સહિતે આરોપી ૨૦ વર્ષના સૈફ ઇલ્‍યાસભાઇ પઠાણને પણ શોધી કાઢયો હતો.

ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્‍યું હતું કે આરોપી સૈફએ બાળાને લગ્નની લાલચ આપીને ફસાવી હતી. બાળાને રવિવારે શાળામાં રજા રહેતી હોઇ એકસ્‍ટ્રા ક્‍લાસના બહાને તેણીને બહાર બોલાવી તે પોતાની સાથે બહાર લઇ જતો હતો. તેણે બે હોટેલમાં બાળાને લઇ જઇ વારંવાર દૂષ્‍કર્મ આચર્યુ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ અંગે હોટેલમાંપણ તપાસ થશે. સગીરને એક યુવાન સાથે એન્‍ટ્રી અપાયાની વિગતો ખુલશે તો હોટેલ સંચાલકો સામે પણ કાર્યવાહી થશે.

 

(3:04 PM IST)