<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

રાજકોટ શહેરકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી ચૌધરી હાઈસ્‍કૂલ ખાતે

પ્રાંત-૧ અધિકારી દ્વારા બેઠક યોજાઈઃ ૨૪મી એ રીહર્સલ : દેશભક્‍તિનો માહોલ સર્જવા તૈયારી

રાજકોટ તા.૧૮: રાજકોટ શહેરની ૨૬મી જાન્‍યુઆરી, પ્રજાસત્તાક પર્વની ઉજવણી ચૌધરી હાઈસ્‍કૂલ ખાતે થનાર છે. આ માટે પ્રાંત-૧ અધિકારીશ્રી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

શહેર પ્રાંત-૧ અધિકારી શ્રી ચાંદની પરમારની અધ્‍યક્ષતામાં ૨૬મી જાન્‍યુઆરીની ઉજવણીના આયોજન માટે તેમની કચેરીમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રાંત-૧ અધિકારી દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભક્‍તિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. ૨૬મી જાન્‍યુઆરીની ઉજવણી સંદર્ભે ૨૪મીએ ચૌધરી હાઈસ્‍કૂલ ખાતે રિહર્સલ યોજવામાં આવશે

(3:04 PM IST)