તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 18th January 2025
રોજ તાપણું કરીને શું બેસી જાવ છો? કહી લાખાભાઇને પત્નિ-પુત્રએ ફટકાર્યા
મવડીની પંચશીલ સોસાયટીનો બનાવઃ લાકડી-પથ્થરથી માર માર્યો

રાજકોટ તા. ૧૮: કડકડતી ઠંડીમાં અનેક લોકો તાપણાનો સહારો લેતાં હોય છે. દરમિયાન શહેરમાં તાપણાના કારણે મારામારીનો એક બનાવ બન્યો છે. મવડીની પંચશીલ સોસાયટીમાં રહેતાં લાખાભાઇ ખીમજીભાઇ વાઘેલા (ઉ.વ.૪૩)ને રાતે તેના જ પત્નિ મિનાક્ષીબેન અને પુત્ર આર્યને લાકડી, પથ્થરથી માર મારી ઇજાઓ પહોંચાડતાં સારવાર માટે દાખલ થવું પડયું હતું.
લાખાભાઇ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇએ તાલુકા પોલીસને જાણ કરી હતી. લાખાભાઇએ જણાવ્યું હતું કે હું છુટક મજૂરી કરુ છું. હાલમાં ઠંડી ખુબ પડતી હોઇ હું રોજ સાંજે તાપણુ કરુ છુ. આ કારણે બાજુમાં શેરીના કૂતરા પણ બેસી જાય છે. ગત રાતે પણ હું તાપણુ કરીને બેઠો હતો ત્યારે પત્નિ-પુત્રએ જમવા બોલાવતાં મેં કહેલુ કે હજુ મારે બીપીની દવા પણ પીવાની બાકી છે અને દવા ખલાસ થઇ ગઇ હોઇ લેવા જવું છે. હું પછી જમીશ તેમ કહેતાં બંનેએ રોજ શું તમે તાપણું કરીને બેસી જાવ છો અને કૂતરા ભેગા કરો છો? તેમ કહી માર માર્યો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે
(3:57 PM IST)










