News of Thursday, 16th January 2025
સાંસારીક એંગલથી સુર્યને દાદા, ચંદ્રને મામા અને ધરતીને માતા શા માટે કહેવાયા ?
વૈજ્ઞાનિક અને ખગોળિય દ્રષ્ટિકોણના સમન્વયરૂપે જયોતિષશાષા પુરાતન કાળમાં વિકસેલુ : પપ૦૦ વર્ષ પહેલા ઋગ્વેદમાં પણ ઉલ્લેખ જયોતિશાસ્ત્રનું : સાયન્સ આ શાષાનું સચોટ અને સંપૂર્ણ જ્ઞાન ધરાવતા જાણકારો ઓછા હોવાના કારણે હાલના અધુરીયા વૈજ્ઞાનિક યુગમાં સૌથી વધુ તિરસ્કૃત વિષય બન્યો છે ગણિતને જ્યોતિષશાષાનો મુખ્ય પાયો; આધાર કહી શકાય; કારણકે જેમાં જન્મ તારીખ; જન્મ સમય; જન્મ સ્થળ નું અક્ષાંસ અને રેખાંશ પરથી ચોકક્સ સ્થાન જાણવું; જન્મકુંડળીમાં ગ્રહોના સ્થાન ગોઠવવા માટે ચોકકસ ગણતરી કરવી પડે છે. આ ઉપરાંત જ્યોતિષશાષામાં ગણિતના વિવિધ અંગો જેવાકે અંકગણિત; ભૂમિતિ; ત્રિકોણમિતિ; અનુમાનના સિધ્ધાંતો તથા સંભાવનાના નિયમો નો ઉપયોગ કરવામાં આવે છેલ્લા ૩૦૦ વર્ષોથી આ શાષાનો આભ્યાસ બંધ જેવો હતો. પરંતુ છેલ્લા ૩૦ વર્ષમાં જ્યોતિષશાષાનો ફેલાવો સારા વિશ્વમાં જોવા મળી રહ્યો છે અને વિસ્તરતો વિષય બની ગયો છે. હાલમાં આ શાષાનું સચોટ અને સંપૂર્ણ જ્ઞાન ધરાવતા જાણકારો બહુ ઓછા છે. જે છે તેમાં મોટાભાગના વૈજ્ઞાનિક પધ્ધતિ અને ગણીતનું જ્ઞાન ન જાણતા હોવાથી સામાન્ય લોકો આને અંધશ્રધ્ધાનો વિષય માનીને દુર ભાગે છે

વિશ્વની દરેક વ્યક્તિ પોતાના ભૂતકાળ અને ભવિષ્ય તથા પુનઃજન્મ જાણવા માટે ખુબજ ઉત્સુક હોય છે. તેમના જીવનમાં આવનારી આપદા; ઉપાધી; સુખાકારી; આરોગ્ય; આર્થિક; સામાજિક કે કુટુંબીક પરીસ્થીતી કે સમસ્યા કેવી હશે અને કયારે આવશે તે જાણવાની તાલાવેલી ધરાવતા હોય છે. આ બધું ખુબજ ઊંડાણ થી જાણવાનું શાષા એટલે જ્યોતિષશાષા.
જ્યોતિષશાસ્ત્ર એ હાલમાં વિકસતું વિજ્ઞાન નથી પરંતુ પુરાતન કાળમાં વિકસી ચુકેલ વિજ્ઞાન હતું. પરંતુ કાળક્રમે લુપ્ત થતું ગયું અને ભૂલાતું ગયું . આમતો જ્યોતિષશાષા એક ગહન અંને પુરાતન કાળનો વિષય છે. પરંતુ હાલના અધૂરિયા વૈજ્ઞાનિક યુગમાં સૌથી વધું તીરષ્કળત વિષય છે. વેદના સમય ગાળામાં તે વેદાંગ જ્યોતિષશાષા તરીકે ઓળખાતો હતો; પરંતુ તે સમયમાં મૌખિક રીતે નો ઉપયોગ થતો હોવાથી તે વખતના કોઈ લેખિત પુરાવા હાલમાં ઉપલબ્ધ નથી. પરંતુ લગભગ ૫૫૦૦ વર્ષ પહેલાના ઋગવેદ માં તેનો ઉલેખ જોવા મળે છે; ત્યારથી જ્યોતિષશાષા જાણીતું છે. આ જ્યોતિષશાષા માં ગણતરી કરવાની હોવાથી તે સમયમાં ભારતખંડમાં ગણિતનો જન્મ થયો હતોઃ જેમાં ૧ થી ૯ અને શૂન્ય ની શોધ થઈ હતી; જેનો ઉપયોગ આજે આખું વિશ્વ કરી રહયું છે. જેનું એક ઉદાહરણ લઈએ તો જેમકે નવ ને નાઈન; આઠ ને એઈટ; સાત ને સેવન કહેવામાં આવે છે.
આ ઉપરાંત ઈ.સ. પૂર્વે ૨૫૦૦ વર્ષો પહેલાં સુમેરિયન લોકો જ્યોતિષશાષાના જાણકાર હતા; જેની સાબિતી રૂપે ત્યાના ખોદકામ દરમ્યાન મળેલા અવશેષો જેવા કે હાડકા ઉપર કોતરેલા ચંદ્રગ્રહો વગેરે નાં નિશાનો જોવા મળ્યા છે. તથા તે જમાનાનાં સુમેરિયન લોકો ઉચા ટાવર કે ટેકરી ઉપરથી અવકાશનો અભ્યાસ કરતા હતા અને જેમની નોંધ પણ કરતા હતા. આંમ જોઇએ તો દરેક ઇતિહાસનો ઉદભવ અહીંથી થયેલ છે. એક સર્વેનાં આધારે કહીએ તો ભારત અને અમેરિકાના મોટા ભાગના લોકો જ્યોતિષશાષામાં શ્રધ્ધા રાખવા લાગ્યા છે; જયારે ફ્રાન્સના ૪૬ ટકા લોકો જ્યોતિષશાષા માં વિશ્વાસ રાખે છે. લગભગ છેલ્લા ૩૦૦ વર્ષોથી આ શાષાનો આભ્યાસ બંધ જેવો હતો. પરંતુ છેલ્લા ૩૦ વર્ષમાં જ્યોતિષશાષાનો ફેલાવો સારા વિશ્વમાં જોવા મળી રહ્યો છે અને વિસ્તરતો વિષય બની ગયો છે. હાલમાં આ શાષાનું સચોટ અને સપૂર્ણ જ્ઞાન ધરાવતા જાણકારો બહુ ઓછા છે. જે છે તેમાં મોટાભાગના વૈજ્ઞાનિક પધ્ધતિ અને ગણીતનું જ્ઞાન ન જાણતા હોવાથી સામાન્ય લોકો આને અંધશ્રધ્ધાનો વિષય માનીને દુર ભાગે છે. જયારે લેભાગુઓ તેના અધુરીયા જ્ઞાનનો દુર ઉપયોગ કરી પોતાની રોજી રોટી માટે મારી મચડીને સમાજમાં અજ્ઞાન ફેલાવે છે; જેથી તેમની ભવિષ્યવાણી મોટાભાગે ખોટી પડે છે; અને અમુક અઠેગાઠે સાચી પડે છે. પરિણામે સમાજમાં જ્યોતિષશાષા ઙ્કત્યે નફરત ઉભી કરે છે. જોકે ભવિષ્યવાણી ત્રણ પ્રકાર ની હોય છે; (૧).અનિવાર્ય ઘટના - જેમાં વ્યક્તિ પર ગ્રહ; નક્ષત્ર; સુર્ય; ચંદ્ર જેવા અવકાશી પદાર્થોની જન્મ સમયે અસર થયેલ હોય છે; જેમાં કોઈ જાતનો ફેરફાર કરી શકતો નથી; જેનું કોઈ નિવારણ કે મંત્ર જપ કરી શકાતું નથી; જેમાં માતાજીની માનતા; ભુવા ભરાડી કે દોરા ધાગા કામ આવતા નથી. જે ઘટના બનીનેજ રહે છે. (૨) અર્ધ અનિવાર્ય ઘટના = જેમાં માનવી પર થયેલ અવકાશી પદાર્થો ની અસર નું નિવારણ શકય છે; જેમનો ઉકેલ યોગ્યજ્ઞાની વિદ્વાન શાષાી જ મેળવી શકે છે. અને ગ્રહો ની અસર નાબુદ કરી શકાય છે. જેમાં ખોટા લે ભાગું અજ્ઞાની થી આ શકય નથી. અને ઉલટાનો અંધશ્રધ્ધા નો વિષય બનાવીને સમાજમાં નફરત ફેલાવે છે. (૩) ગેર અનિવાર્ય ઘટના = આ ઘટનામાં માનવી પર અવકાશી પદાર્થોની કોઇપણ અસર જોવા મળતી નથી. આથી આવી ઘટના કયારે; કયાં અને કેવી રીતે બનશે તે જાણી શકાતી નથી. પરંતુ આ ઘટના બહુજ સામાન્ય હોય છે. દા.ત. તમારી સાયકલ કે મોટર સાયકલ માં પંચર પડવું; જેમાં કોઈ ગ્રહો ભાગ ભજવતા નથી.
ભારતીય જ્યોતિષશાષા ને બે ભાગમાં વહેચવામાં આવેલ છે. (૧) ગણિતશાષા જે ગણતરી માટે ઉપયોગી છે. (૨) ફલિત એટલે કે પરિણામ; ફળ કેવું અને કયારે મળશે. જેમાં ગણિતને જ્યોતિષશાષા નો મુખ્ય પાયો; આધાર કહી શકાય; કારણકે જેમાં જન્મ તારીખ; જન્મ સમય; જન્મ સ્થળ નું અક્ષાંસ અને રેખાંશ પરથી ચોકક્સ સ્થાન જાણવું; જન્મકુંડળીમાં ગ્રહોના સ્થાન ગોઠવવા માટે ચોકકસ ગણતરી કરવી પડે છે. આ ઉપરાંત જ્યોતિષશાષામાં ગણિતના વિવિધ અંગો જેવાકે અંકગણિત; ભૂમિતિ; ત્રિકોણમિતિ; અનુમાનના સિધ્ધાંતો તથા સંભાવનાના નિયમો નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તર્કશાષા; વ્યક્તિનો ધર્મ અને કુટુંબનાં ઇતિહાસની પણ નોધ લેવામાં આવે છે. તથા ખગોળશાષા નો મહતમ ઉપયોગ કરવામાં છે; જો ખગોળશાષા ની વાત કરીએ તો તેના મુખ્ય પાંચ અંગો આવેલા છે; જેને પંચાગ કહેવામાં આવે છે;જેમાં (૧)તિથી વદ કે સુદ (૨)વાર (૩) નક્ષત્ર (૪) યોગ (૫) કરણ આ પાંચ અંગ માંથી વિશેષ મહત્વ નક્ષત્ર નું રહેલું છે. જે પળથ્વીની ભ્રમણકક્ષાનાં ૩૬૦ અંશનાં ખુણાના ૨૭ સરખા ભાગ કરેલા છે; જે દરેક ભાગમાં આવેલા તારામંડળના ઝુમખાના ચોક્કસ આકાર પરથી નક્ષત્રો અને તેમના નામ નક્કી કરવામાં આવેલા છે.એટલે દરેક અક્ષત્રનાં ભાગમાં ૧૩.૩૩ અંશ આવે. આવીજ રીતે ૩૬૦ અંશ નાં ૧૨ સરખા ભાગ કરી તેમાં રહેલા તારામંડળનાં ઝૂમખાંનાં ચોક્ક્સ આકાર પરથી રાશી અને તેના નામ નક્કી કરેલા છે.એટલે દરેક રાશિન ભાગમાં ૩૦ અંશ આવે. આ થઇ આપણા ભારતીય પંચાંગની વાત. જે ચંદ્રની ગતીવિધિ પર આધારિત છે. ભારતના ખ્યાતનામ ખગોળશાષાી અને ગણિતશાષાી એવા વરાહમિહિર જેમને આ બને વિષયનો ખુબજ ઊંડાણ પૂર્વકનો અભ્યાસ કરેલ હતો; માટે તે સમયના પ્રખર જ્યોતિષશાષાી તરીકે વરાહમિહિર જાણીતા હતા. આજના સમયમાં પણ તેમના જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉપરાંત વિશ્વના કેટલાક ખગોળશાષાી જેવાકે ગેલેલીઓ; ન્યુટન; કોપરનિકસન કેપ્લર;ટીલેમી અને પાયથાગોરસ વગેરેએ જ્યોતિશાષાનોખુબ ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો હતો તથા અવકાશી પદાર્થોની ગતી; પરિક્રમણ અને પરિભ્રમણના સમયનો તથા એક બીજા પર થતી ગુરુત્વાકર્ષણબળની અસરની શોધ કરી હતી. જયારે પુરાતનકાળમાં એવી માન્યતા હતી કે આપણી પળથ્વી સ્થિર છે અને સુર્ય પ્રદિક્ષણા કરે છે. પરંતુ ગેલેલીયોએ એક સાદા ટેલીસ્કોપની શોધ કરીને અભ્યાસ કરી શોધી કાઢયુકે સુર્ય સ્થીર છે ને પળથ્વી તેને પ્રદિક્ષણા કરે છે. કોપરનિક્સ અને કેપ્લરે ગ્રહોની ગતી અને પરિક્રમણ અને પરિભ્રમણ માટે લાગતા સમયનાં સમીકરણોની શોધ કરી હતી; ટોલેમીએ ટેટ્રઆબોલીસ નામનું પુસ્તક બહાર પડેલ જેનો ઉપયોગ આજે પણ જ્યોતીષશષાીઓ અભ્યાસ કરી માહિતી મેળવવામાં કરે છે. જયારે પાયથાગોરસનાં પ્રમયને સારી દુનિયા જાણે છે; જે ભૂમિતિનો મુખ્ય પાયો છે; જેનો અભ્યાસ આજે પણ દરેક શાળા અને કોલેજમાં કરાવવામાં આવે છે. આ ઉપરાંત પાયથાગોરસે એક વીચાર રજુ કરેલો કે બધાજ ગ્રહો વચ્ચે એક સાંગીતિક સબંધ રહેલો છે. જયારે ગ્રહો; નક્ષત્રો જેવા અવકાશી પદાર્થો ગતી કરે ત્યારે એક પ્રકારનું વાઈબ્રેશન કરે છે જેના કારણે એક લયબધ સંગીત ઉત્તપન્ન થાયછે. આ સંગીત રૂપી ધ્વનીનાં તરંગો પળથ્વી પરના દરેક સજીવને અસર કરે છે. બાળક જન્મે ત્યારે આ ધ્વની તરંગો તેના ચિત પર અંકિત થાય છે અને જે જીવનભર અસરકારક રહે છે. લગભગ ૫૦૦ વર્ષ પહેલા એક પેરાસીલીસ નામના ખ્યાતનામ વૈદ થઈ ગયાં તે સમયમાં તેમની પાસે કોઇપણ દર્દી આવે ત્યારે તેમની જન્મકુંડળી જોતાં (જેમ અત્યારનાં ડોક્ટરો લેબોરેટરી રિપોર્ટ જોવે તેમ.) તેમના આધારે રોગનું નિદાન કરી દવા આપતા હતા; અને દર્દીઓને સજા કરી દેતા હતા. તે જમાનામાં આ વાતની બધાને નવાઈ લાગતી હતી પરંતુ જે દર્દીઓનાં ભયંકર રોગને સારા સારા ડોક્ટરો ન મટાડી શકતા તે પેરાસીલીસ મટાડી દેતા હતા. આવાજ એક નિષ્ણાંત પશ્વિમમાં થઈ ગયા જેનું નામ હતું હુબાર્ડ જેમને ટાઈમ ટ્રેક (સમયની ધારા) ની શોધ કરેલી. જે દરેક માનવીના જીવનમાં સમય ધારા વહેતી હોય છે; જે જન્મથી માંડીને મળત્યુ સુધી અવિરત ચાલ્યાજ કરે છે. જો આ સમય ધારાને ખોલીને તેનું વિશ્લેષણ કરવામાં આવેતો માનવીની આખી જીવનયાત્રા જાણી શકાય છે. જેમાં ભૂતકાળમાં કઈ કઈ ઘટના બની હતી અને ભવિષ્યમાં શું થવાનું છે તે જાણી શકાય છે. આ વાતનો થોડોઘણો બંધ બેસતો મુદો મહાવીરના એક ગ્રંથમાં જોવા મળે છે; જેને મહાવીર જ્યોતિષ સ્મૃર્તી તરીકે ઓળખાવતા હતા. જેની મદદથી ઘણા બધા રોગોનું નિદાન કરીને દવા આપીને સાજા કરતા હતા.
જાપાનમાં એક ડોકટર તોમાટો કરીને થઇ ગયા. તેમને ૨૦ વર્ષ સુધી માનવીના લોહી ઉપર અભ્યાસ કર્યો હતો; તેમના ફળસ્વરૂપે શોધી કાઢયુંકેસ્ત્રી જયારે માસિકધર્મમાં હોય ત્યારે તેમનું લોહી પાતળું થઈ જાય છે. આ ઉપરાંત જયારે ગર્ભધારણ કરે ત્યારે પણસ્ત્રીનું લોહી પાતળું રહે છે. જયારે આ વસ્તુ પુરુષોમાં જોવા મળતી નથી. પરંતુ તેમને એક તારણ એવું કાઢયું કે જયારે સુર્ય પર સૌર ઉર્જા પ્રચંડ સ્વરૂપે પહોંચે ત્યારે દરેક પુરુષનું લોહી પાતળું થવા લાગે છે. જોકે આ ઘટના દર ૧૧ વર્ષે બને છે. આ ૧૧ વર્ષની વિશેષ ચર્ચા આગળ કરીશું.
વૈજ્ઞાનિક અને ખગોળ શાષાની દ્રષ્ટીએ જોવામાં આવેતો સુર્ય; ચંદ્ર; ગ્રહો; લઘુગ્રહો વગેરેની ઉત્પતિ કઈ રીતે થઈ તે વિગતવાર અને થોડું ઊંડાણ પુર્વક જોઇએ. બ્રમાંડમાં અબજો વર્ષ પહેલા આપણો સુર્ય સાથે એક જોડિયો તારો હતો; જે એક બીજાને પ્રદિક્ષણા કરતા હતા; બધા તારા વાયુસ્વરૂપે હોય છે તેમ આ જોડિયા તારા પણ વાયુસ્વરૂપે અને ધગધગતા ગોળા જ હતા. તે સમય દરમ્યાન આ તારાઓ ની ખુબજ નજદીકથી અવકાશમાં એક વિશાળકાય અવકાશી પદાર્થ પ્રચંડ વેગથી પસાર થયો હશે;આથી તે વિશાળકાય અવકાશી પદાર્થ તરફ જે તારો હતો તેના પર ગુરુત્વાકર્ષણ બળની અસરથી તેના તરફ ખેચાણો હશે; આ તારાના વાયુરૂપી ગોળો તેને સ્પર્શ કરે તે પહેલા આ પ્રચંડ વેગવાળો અવકાશી પદાર્થ સળસળાટ કરતો પસાર થઈ ગયો; પરંતુ આ તારાના વાયુરૂપી દ્રવ્યને વેરવિખેર કરો ગયો.પરંતુ આ વેરવિખેર વાયુ દ્રવ્ય પર; બીજા જોડિયા તારો જે અકબંધ હતો (જે હાલમાં આપણો સુર્ય) તેના ગુરુત્વાકર્ષણ બળનાં કારણે આ વાયુ દ્રવ્ય લંબગોળાકાર સ્વરૂપમાં આવી ગયું; જેમ હવા ભરેલા ફૂગાને બને આકાર બની જાય છે. એટલેકે આ લંબગોળાકાર સ્વરૂપમાં વચ્ચેના ભાગમાં દ્રવ્યનો જથ્થો વધારે અને અને બને છેડે દ્રવ્ય ઓછું હોય છે; આ ઘટનાનાં લાખો વર્ષ પછી આ વાયુ ધીમે ધીમે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થવા લાગ્યું. આ પ્રવાહી આંતરીક ગુરુત્વાકર્ષણનાં કારણે વેરવિખેર પ્રવાહી નાના મોટા ગોળાકાર સ્વરૂપમાં ગોઠવવા લાગ્યું અને આપણી સુર્યમાળાના નવ ગ્રહોનું નિર્માણ થયું જે દ્રવ્ય દુર ફેકાયેલ હતું લઘુગ્રહો અને ધૂમકેતુ બન્યા; જયારે ગ્રહોથી થોડે દુરના દ્રવ્યનું ઉપગ્રહોમાં અને વલયમાં નિર્માણ થયું; વચ્ચે વધું દ્રવ્યના કારણે મોટા ગ્રહો બન્યા જેમેકે ગુરુ અને શાની; બને છેડા તરફ જતા ક્રમશ નાના ગ્રહો બન્યા જેમકે બુધ અને પ્લુટો. આ છેડાના ગ્રહો વસે દ્રવ્ય) ઓછું હોવાના કારણે તેમને ઉપગ્રહ નથી.આ સૂર્યમાળાને આપણા સંસારિક સંબધોની દ્રષ્ટીથી જોવામાં આવેતો; આખીજ સુર્યમાળા સુર્યના ભાઈના મટીરીયલ માંથી બનેલ છે. માટે સુર્ય આપણાં દાદા થયા માટેજ આપણે નાનપણમાં સૂરજદાદા કહેતા હતા. જયારે આપણે પળથ્વીના સંતાન હોવાથી ધરતી માતા કહીએ છીએ; ચંદ્ર અને પળથ્વી એકજ દ્રવ્ય એટલેકે એકજ માતાના સંતાન હોવાથી તે બને ભાઈ બહેનના નાતે ચંદ્ર આપણા મામા થાય માટેજ ચંદામામા કહીને બોલાવીએ છીએ. એકજ ગર્ભમાંથી જન્મેલા બે જોડિયા બાળકોનો એક બીજા પર પ્રભાવ પડે છે;જેમકે એક બીમાર પડે તો બીજાની પણ તબિયત લથડે છે. આમ એકજ ગર્ભમાંથી બનેલા અવકાશી પદાર્થો પણ એક બીજા પર પ્રભાવ પડે અને ગુરુત્વાકર્ષણ બળની અસર પણ કરે છે. હવે એજ માટીમાંથી પેદા થયેલા માનવી; પશુ; પક્ષી કે વનસ્પતી વગેરે પર આ અવકાશી પદાર્થોની અસર થાયજ એ સ્વાભાવિક છે.જેમકે ચંદ્ર પળથ્વીની નજીક આવે ત્યારે એટલેકે પુનમ કે અમાસના દિવસે સમુદ્રમાં ભરતી અને ઓટ ખુબજ મોટા આવે છે. તે દિવસોમાં આવીજ અસર માનવીના મગજને ફરતે રહેલ પ્રવાહી પર થતી હોવાથી ગાંડા એટલેકે ડગરી ખસી ગયેલા માણસોની ગાંડાય અને તોફાન કરવાનું પ્રમાણ વધી જાય છે.આ ઉપરાંત બીમાર પડેલા વયોવધ્ળધ માણસોના મળત્યુ આ સમય ગાળામાં વધારે જોવામળે છે.ઘણી વખત આપણે વડીલોના મુખેથી એ વાત સાંભળીએ છીએ એ અગ્યારસથી પુનમ કે અમાસ સુધીના દિવસો ભારે ગણાય માટે વળધ્ધોના મળત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે.
સૂર્યમાંથી પળથ્વી બની અને પળથ્વીની માટીમાંથી દરેક સજીવો બન્યા માટે દરેક સજીવ પર સૂર્યનો પ્રભાવ વધારે જોવા મળે છે. સુર્ય પર જે ઘટના બને તેની સારી કે ખરાબ અસર દરેક સજીવ પર જોવા મળે છે. જે સમજવા માટે એક વાત કરીએ. અમેરિકામાં એક ટુ્ર રીંગર રિચર્સ સેન્ટર આવેલ છે.જે છેલ્લા ૫૦ વર્ષ થી વનસ્પતિના થડમાં થતી રીંગ પર સંશોધન કરે છે. જેમાં એક પ્રોફેસર) ડેવલપ્સ કામ કરતા હતા; તેમને પુરી જિંદગી વળક્ષોના થડમાં થતી રીંગ પરના સંશોધનમાં વિતાવી. જેના ફળસ્વરૂપે તેમણે જણાવે કે વળક્ષો દર વર્ષે એક રીંગનું નિર્માણ કરે છે.એટલે આ રિંગની સંખ્યા પરથી વળક્ષની ઉંમર જાણી શકય છે. આ ઉપરાંત એ પણ જાણી શકય છેકે કયાં વર્ષે વાતાવરણ અનુકુળ હતું; વરસાદ સારા હતા કે દુષ્કાળ હતો. જે વળક્ષના થડમાં રહેલી રિંગની જાડાઈ અને પહોળાઈ પરથી નક્કી કરી શકાય છે. પ્રો. ડેવલપ્સે જુના વળક્ષોના થડના અભ્યાસ પરથી એ પણ શોધી કાઢયું કે દર ૧૧ માં વર્ષની રીંગ મોટી અને જાડી કારણકે એનો સીધો સંબંધ સુર્ય સાથે હતો; કારણકે દર અગ્યારમાં વર્ષે સુર્ય કલાકોની સંખ્યા સૌથી વધારે હોય છે; એટલેકે સુર્ય પર જ્વાળો પ્રબળ અને વિકરાળ હોય છે; જેના કારણે પળથ્વી પર તે વર્ષે વરસાદનું પ્રમાણ વધારે હોય છે. આથી આખી પળથ્વી પરના દરેક જંગલના વળક્ષો તંદુરસ્ત હોવાથી તેમના થોડમાં બનતી રીંગ જાડી અને પહોળી બને છે. ધીમે ધીમે દર વર્ષે સૂર્યની જ્વાળાઓ ની ચહલ પહલ ઘટી જાય છે;જેથી પાંચ વર્ષ સુધી વળક્ષોના થડમાં ક્રમસ સાંકડી થતી જાય છે; અને ફરી પછી છઠ્ઠા વર્ષથી ક્રમસ રીંગ જાડી અને પહોળી થતી જાય છે અને અગ્યારમાં વર્ષે સૌથી વધારે પહોળી હોય છે. સુર્યની આવી સંવેદનાઓ વળક્ષો આવી રીતે પોતાના બોડી પર રેર્કોડિંગ કરી લે છે. કારણકે તેમેને મગજ; મન કે ચીત જેવું કશુંજ ન હોવાથી ફક્ત તેમના શરીર પરજ અસર થાય છે. જ્યારે સુર્યની આ સવેદના દરેક પ્રાણીઓ પર પણ થાય છે. જેમાં ખાસ કરી મનુષ્ય પર આ સંવેદના શરીર કરતા ચીત; મગજ કે મન પર વધારે રેર્કોડિંગ થાય છે.જયારે શરીર પરનું રેર્કોડિંગ જેવુકે હાથ; પગ કે કપાળ પરની રેખાઓ સહેલાઈથી જાણી શકાય ને તેનું પુથ્થકરણ કરી શકાય છે; પરંતુ મગજ પર થયેલ રેર્કોડિંગ શોધવું થોડું મુશ્કેલ છે. જે શોધવા માટે જ્યોતિષશાષાના સાયન્સને કામે લગાડવું પડશે. જેથી આ મુશ્કેલ કાર્યને સરળ બનાવી શકાશે. એટલેજ જ્યોતિષશાષામાં ફક્ત હસ્તરેખા જોવાથી સચોટ માહિતી મળતી નથી; પરંતુ તેમાં ઉંડાણ પૂર્વક મનની ભાવદશાનો અભ્યાસ કરવો ખુબજ જરુરી છે.
સુર્ય પર આવુંજ બીજું એક સંશોધન થયેલ છે.જે અગ્યાર વર્ષ ઉપરાંત ૯૦ વર્ષનું ચક્ર પણ ધ્યાનમાં આવેલ છે. જેના માટે આજથી લગભગ ૪૦૦૦ વર્ષ પહેલા ઇજીપ્તમાં એક રાજા થઇ ગયાં ;જેનું નામ હતું ફેહરોલ જોકે ફેહરોલનો અર્થ થાય સુર્ય. તે રાજા દરરોજ સુર્યની પૂજા કરતો હતો; અને સુર્યને ભગવાન માનતા હતા. જેની એક માન્યતા હતીકે સુર્ય અને નદીના પ્રવાહ વચ્ચે કઇંક સંબંધ છે. શુ સંબધ છે તેની ખબરના હતી કારણકે ત્યારે સાયન્સ આટલું વિકાસ પામ્યું નહતું. છતાં આ રાજાએ તે જમાનામાં ઇજિપ્તની મુખ્ય નાઈલ નદીના પ્રવાહ પર સંશોધન કરવાનું શરુ કર્યું હતું. દર વર્ષે નદીના પ્રવાહનો અભ્યાસ કરાવતા હતા; કયાં વર્ષે પ્રવાહ વધ્યો અથવા ઘટયો આવી નાની બાબતોની નોંધ કરાવતા હતા. વિશ્વની કોઈપણ નદી પર આવું સંશોધન આજ સુધી કોઈએ કરેલ નથી. જોકે આ નાઇલ નદી ની ગણના સૌથી મોટી નદીમાં થાય છે જેની બાયોગ્રાફી છેલ્લા ૪૦૦૦ વર્ષની છે; જેનો આજ સુધીનો બધો રેકોર્ડ હયાત છે. આ રેકોર્ડનો બારીકાઇથી અભ્યાસ કરનાર એક વિદ્વાન થઇ ગયાં જેનુ નામ હતું ત્સમાન જેને આ રેર્કોડિંગના આધાર પરથી નાઇલ નદીની કથા લખી છે. જેમાં તેમણે જણાવ્યું છેકે સુર્ય અને નદીના પ્રવાહ વચ્ચે કઈંક સંબંધ છે. જેના પરથી એક તારણ કાઢયુંકે; દર નેવુંમાં વર્ષે નાઇલ નદીમાં પુર આવેલ છે. જે બતાવે છેકે; સૂર્યમાં દર નેવુંમાં વર્ષે તેમની જ્વાળાઓ અતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. આથી સૂર્યમાંથી વિખુટી પડતી ઉર્જાનો પ્રવાહ ખુબજ વધારે હોય છે; જેના કારણે પૃથ્વી પર દર નેવુંમાં વર્ષે અતીવળષ્ટિ થાય છે અને નદીમાં ભંયકર પુર આવે છે. હાલ આ પૂરના નેવું વર્ષના રેકોર્ડ તોડીયાના સમાચાર જોવા મળે છે. આ પ્રચંડ ઉર્જાની પળથ્વીના પેટાળમાં વહેતા લાવારસ પર પણ અસર થતી હોવાથી દર નેવું વર્ષે ભયંકર ધરતીકંપ આવે છે; દા.ત. ૨૦૦૧ માં કચ્છમાં આવેલ ધરતીકંપનો ઇતિહાસ તપાસવામાં આવેતો આવોજ મોટો ધરતીકંપ નેવું વર્ષ પહેલાં આવ્યો હતો. સુર્યની આ ઉર્જાનો પ્રવાહ દર વર્ષે ધીમે ધીમે ઘટતો જાય છે લગભગ ૪૫ વર્ષે સૌથી ઓછો હોય છે; ત્યાર બાદ ક્રમશ વધરો થતો જાય છે અને ૯૦ માં વર્ષે વધારેમાં વધારે હોય છે. સુર્યના ઉર્જા પ્રવાહની અસર દરેક સજીવ પર થાતી હોય છે; આથી મહતમ ઉર્જા પ્રવાહના ગાળામાં જન્મેલા બાળકોનું આરોગ્ય ખુબ સારું હોય છે અને બોદ્ધિક લેવલ ઉચું હોય છે. આથી ઉલટું ઉર્જા પ્રવાહના ઘટાળાના ગાળામાં જોવા મળે છે. મહાયુધ્ધ કે ભયંકર રોગચાળાના ઇતિહાસ તપાસવામાં આવેતો આજ સમય ગાળો જોવા મળશે.
હવે બાળકના ભવિષ્યની વાત કરીએ તો; બાળકના જન્મ સમયે આજુ બાજુનું વાતવરણ; સ્થળ; હાજર વ્યક્તિ વગેરે અસર કરે છે આ ઉપરાંત રાશી; નક્ષત્રો; સુર્ય; ચંદ્ર; ગ્રહો અને ધૂમકેતુ (કદાચ આ ધૂમકેતુ નેજ કેતુ ગ્રહ કહેતા હશે) વગેરેનો પ્રભાવ રહે છે. આમાંથી કોણ વધારે પ્રબળ છે તે જાણીને જ્યોતિષીઓ આગળ વધતા હોય છે.પરંતુ બાળક માતાના ગર્ભમાં જે ઘડીએ ફાલન પામે છે ત્યારે કઈ ઉંર્જા વધારે અસર કારક છે તે જાણવું, એટલુંજ અગત્યનું છે.જોકે આ વાત મોટાભાગના ધ્યાનમાં લેતા નથી. જેમકે આપણે કઈ પણ વાહનની ખરીદી કરીએ પછી તેના આરટીઓના નંબરને મહત્વના અને શુકનવંતા માનવામાં આવે છે; તેમાં ખરેખર વાહનના ઉત્પાદન વખતે આપેલા ચેસીસ નંબર પણ એટલાજ મહત્વના અને શુકનિયાળ હોય છે; પરંતુ જેને કોઈ ધ્યાનમાં લેતું નથી. તેવીજ રીતે જન્મ સમયની સાથે ગર્ભ ધારણ નો સમય એટલોજ મહત્વનો છે; આ સમયે ઉર્જાના તરંગો ગર્ભમાં વિકસતા બાળક પર તેના મગજ પર ખુબ જ ઊંડી અસર કરે છે; આ અસર આજીવન રહે છે. એટલેજ સગર્ભાસ્ત્રીને લેબોરેટરીમાં રેડિયો તરંગોથી દુર રહેવાની સુચના અપાય છે; આવા તરંગો વિકસિત બાળક પર માઠી અસર કરે છે.
એક પળમાં એક લાખ બાળકો જન્મે છે છતાં બધાના ભાગ્ય અલગ અલગ શામાટે છે; આના માટે વ્યક્તિગત રીતે અસર કરતા ગ્રહો; નક્ષત્રો ઉપરાંત જન્મ સમયે વાતાવરણ; જન્મ સ્થાન અને ત્યાં હાજર વ્યક્તિ વગેરેનો પ્રભાવ અલગ હોવાથી આમ બને છે. તથા આ બાબત પર વૈજ્ઞાનિક રીતે સંશોધન ચાલુ છે.હવે વૈજ્ઞાનિક પુરાવાઓ જ્યોતીષશાષામાં સ્વીકારવામાં આવે છે. જેમાં ખાસ કરીને વ્યક્તિગત રીતે અલગ અસર કેમ થાય છે; જેમકે પળથ્વી પર ચાર અબજ માનવી હયાત છે જે દરેક ગર્ભમાંથીજ; જન્મથીજ પોતાની બ્લુપ્રિન્ટ જનીન સ્વરૂપે લઈને આવે છે. માટે દરેક વ્યક્તિમા પાંચ પ્રકારની અલગતા જોવા મળે છે; (૧) અંગુઠાની ફિંગરપ્રિન્ટ (૨) આંખની કીકીની પ્રિન્ટ (૩) બોલવાના અવાજની ફિકવન્સી (૪) ચાલવાનિ રીત અને હલક (૫) હ્રદયના ધબાકારાના તરંગો આ પાંચ વસ્તુ વ્યક્તિગત રીતે અલગ હોય છે. જેમ વનસ્પતિના નાનકડા બીજમાં વિશાળકાય વળક્ષની બ્લુપ્રિન્ટ હોય છે.

(4:47 PM IST)










