<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

પ્રતિકા ૧પ૪, સ્‍મૃતિ ૧૩પઃ ભારતનો પહાડી જુમલો ૪૩પ/પ

નિરંજન શાહ ક્રિકેટ સ્‍ટેડીયમ ખાતે ચોગ્‍ગા, છગ્‍ગાઓનો વરસાદઃ ક્રિકેટ પ્રેમીઓને જલ્‍સા પડી ગયા :રિચા ઘોષે પણ પ૯ રન ફટકાર્યાઃ સાબુ-પાણી વગર આયર્લેન્‍ડના બોલરોની બેફામ ધોલાઈઃ ફિલ્‍ડરો થાકી ગયા

રાજકોટ, તા.૧પઃ વૂમન્‍સ વન-ડેમાં આજે ત્રીજા અને અંતિમ વન-ડેમાં ભારતીય બેટરો એ ક્રિકેટ પ્રેમીઓને જલ્‍સા કરાવી દીધા હતા. નિરંજન શાહ ક્રિકેટ સ્‍ટેડીયમ ખાતે ચગ્‍ગા-છગ્‍ગાનો રીતસર વરસાદ થયો હતો. પ્રતિકા રાવલ ૧પ૪ અને કેપ્‍ટન સ્‍મૃતિ મંધાનાએ ૧૩પ રન ફટકાર્યા હતા. ભારતે પ૦ ઓવરમાં પ વિકેટના ભોગે ૪૩પ રનનો પહાડી જુમલો ખડકી દેવામાં આવ્‍યો છે.નિરંજન શાહ ક્રિકેટ સ્‍ટેડીયમ ખાતે ભારતે ટોસ જીતી દાવ લીધો હતો. પ્રતિકા રાવલ અને સ્‍મૃતિ મંધાનાએ સટાસટી બોલાવી હતી. પ્રતિકા એ ૧૨૯ બોલમાં ૨૦ ચોગ્‍ગા અને ૧ છગ્‍ગાની મદદથી ૧પ૪ રન અને સ્‍મૃતિ મંધાનાએ ૮૦ બોલમાં ૧૨ ચોગ્‍ગા અને ૭ છગ્‍ગા સાથે ૧૩પ રન ફટકાર્યા હતા. તો રિચા ઘોષે માત્ર ૪૨ બોલમાં ૧૦ ચોગ્‍ગા અને ૧ છગ્‍ગાની મદદથી પ૯ રન બનાવ્‍યા હતા. અંતિમ ઓવરોમાં તેજલ ૨૮, હર્લીન ૧પ કર્યા હતા. જેમિંમા રોડરીકસ ૪ અને દિપ્તી શર્મા ૧૧ રને નોટ આઉટ રહી હતી.ભારતે સિરીઝ અગાઉથી જીતી લીધી છે. રાજકોટ ખાતે ભારત ૩-૦ થી કલીન સ્‍વીપ કરશે. તસ્‍વીરમાં ક્રિકેટ પ્રેમીઓ મેચની મજા માણી રહયા છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:27 PM IST)