News of Wednesday, 15th January 2025
રાશનકાર્ડના E-KYC કરવાની મુદત લંબાવાઇ
હવે ૩૧ માર્ચ છેલ્લો દિવસઃ પછી રાશન નહીં મળે

રાજકોટ તા. ૧પઃ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન ડિપાર્ટમેન્ટ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, તમામ રેશનકાર્ડ ધારકોને e-KYC કરાવવા માટેની મુદત ૩૧મી માર્ચ સુધી લંબાવાઇ છે, જે પહેલા ૩૧ ડિસેમ્બરની સમય મર્યાદા આપવામાં આવી હતી.
ઘણા રાશનકાર્ડ ધારકોએ e-KYC કરાવ્યું ના હોવાથી આ સમય મર્યાદા ફરીથી લંબાવવામાં આવી છે. એટલે કે જે લોકોએ ૩૧મી માર્ચ સુધી રેશનકાર્ડનું e-KYC કરાવ્યું નથી તેમને રાશન મળતું બંધ થઇ જશે.
રાજકોટ શહેર-જીલ્લામાં ઇ-કેવાયસી ૧પ લાખે પહોંચ્યું છે, કુલ ૧૯ લાખ રાશનકાર્ડના ૩૭ લાખથી વધુ મેમ્બરો છે, હજુ ૩૮ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. જયારે NFSA માં આ કામગીરી ૬૮ ટકાએ પહોંચી છે. (૭.ર૯)
(2:50 PM IST)










