News of Monday, 13th January 2025
સાયબર ક્રાઇમ પ્રત્યે જાગૃત થવાના સંદેશા સાથેની પતંગોનું વિતરણ કરતી ક્રાઇમ બ્રાંચ

રાજકોટઃ રાજ્યભરમાં હાલમાં સાયબર ક્રાઇમના બનાવો વધી ગયા હોઇ રોજબરોજ અનેક લોકો છેતરાઇ રહ્યા છે. સરકાર અને પોલીસ લોકોને સાયબર ફ્રોડ સામે જાગૃત રહેવા સુચનાઓ પણ આપે છે. દરમિયાન મકર સંક્રાંતિના તહેવાર સાયબર ક્રાઇમ સામે જાગૃત થવાના સંદેશાઓ સાથેની પતંગોનું બહુમાળી ભવન, બાલભવન અને ધરમ સિનેમા પાસે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ અધિકારીઓની સુચનાથી હેડકોન્સ. અનિલભાઇ સોનારા, અશ્વિનભાઇ પંપાણીયા, જીલુભાઇ ગરચર સહિતના સામેલ થયા હતાં. લોકોને સાયબર ક્રાઇમ સામે સજાગ રહેવા પણ સુચના અપાઇ હતી.
(4:02 PM IST)










