<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

નરેન્‍દ્રભાઇ પંડયા (બીપીનદાદા)નું દુઃખદ નિધનઃ ગુરૂવારે ઉઠમણું

સૌરાષ્‍ટ્ર ગુજરાત જ નહિ દેશભરમાં ખૂબ જ માન ધરાવતા પ્રખર આધ્‍યાતિમક સંત અને યજ્ઞો તથા મંત્રોના પ્રખર જાણકાર

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર ગુજરાત જ નહિ દેશભરમાં ખૂબ જ માન ધરાવતા પ્રખર આધ્‍યાતિમક સંત અને યજ્ઞો તથા મંત્રોના પ્રખર જાણકાર પૂ. નરેન્‍દ્રભાઇ કાશીનાથ પંડયા (બીપીનદાદા) (ઉ. વ .૭૬) તા. ૧૨/૦૧/ર૦રપ ના દુઃખદ નિધન થયેલ છે સદગતની અંતિમ યાત્રામાં મોટી સંખ્‍યામાં લોકો જોડાયા હતા. સદગત બીપીનદાદાનું ઉઠમણું તેમના નિવાસ સ્‍થાને ગુરૂવારે સાંજે ૪ થી ૬ પ્‍લોટ નં. ૬૦ સીલ્‍વર સ્‍ટોન-ર, મેઇન રોડ,  રીલાયન્‍સ મોલની પાછળ, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.  દર્શન પંડયા મો. ૯૦૯૯૯૩૭૩૧, ધૈવત પંડયા ૯પ૭૪ર૧૧૯૧૧. અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમીષભાઇ ગણાત્રા તેમજ સ્‍ટાફ દ્વારા બે મિનિટ મૌન પાડી શ્રધ્‍ધાંજલી આપવામાં આવી હતી. ચંદ્રાસ્‍વામી સહિતના દિગ્‍ગજો તેમનું માર્ગદર્શન મેળવવા રાજકોટ આવતા માતાજી પરમ પરમાત્‍મા તેમના આત્‍માને શાંતિ આપે....ૐ શાંતિ શાંતિ શાંતિ

(3:51 PM IST)