News of Saturday, 11th January 2025
સોરઠિયા પ્રજાપતિ સમસ્ત જેઠવા પરિવાર દ્વારા રવિવારે સ્નેહમિલન કાર્યક્રમ

રાજકોટ : સોરઠિયા પ્રજાપતિ સમસ્ત જેઠવા પરિવાર - રાજકોટ દ્વારા જેઠવા પરિવારના પ્રત્યેક સભ્યો એક બીજાથી પરિચિત બને, પરસ્પર સબંધો વધુ ગાઢ બને, એકબીજાને ધંધાકીય રીતે કે આર્થીક રીતે સહાયક બને તે હેતુથી શ્રી સોરઠીયા પ્રજાપતિ સમસ્ત જેઠવા પરિવાર-રાજકોટ દ્વારા સ્નેહમિલનનું આવતીકાલે તા.૧૨ને રવિવારના રોજ શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ-૧ ગાંધીગ્રામ રાજકોટ ખાતે આયોજન કરેલ હોવાનું સંસ્થાના પ્રમુખ શ્રી કિશનભાઇ જેઠવા (મો.૮૮૬૬૨ ૫૯૫૦૦) એ જણાવ્યું છે.
સ્નેહમિલન અનુરૂપ પરિવાર સાથે અરસપરસ ધંધાકીય લગતી માહિતી આદાન-પ્રદાન, એજ્યુકેશનમાં આગળ વધવા માટે માર્ગદર્શન વગેરે કાર્યક્રમો યોજાયેલ છે. ત્યાર બાદ પરિવાર સાથે ભોજનની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ હોવાનું જણાવાયું છે.
સોરઠિયા પ્રજાપતિ સમસ્ત જેઠવા પરિવાર-રાજકોટ દ્વારા શાપર, રીબડા, વાવડી તેમજ રાજકોટ આજુ બાજુ વસતા તમામ જેઠવા પરિવારને સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપેલ છે. આ ૧૨મું સ્નેહમિલન છે.
આ કાર્યક્રમ અંતર્ગત કારોબારીના પ્રમુખશ્રી કિશનભાઇ જેઠવા, ઉપપ્રમુખ શ્રી ભાવિનભાઇ જેઠવા(મો.૯૮૯૮૨ ૪૪૦૫૪),મનોજભાઇ જેઠવા(મો.૭૦૧૬૬ ૯૧૮૯૨) મંત્રીશ્રી ચિરાગભાઇ જેઠવા (મો.૮૬૯૦૯ ૪૬૫૬૯), સંગઠન મંત્રી કપિલભાઇ જેઠવા(મો.૯૬૮૭૭ ૧૦૪૭૧), ખજાનચી શ્રી ધવલભાઇ જેઠવા(મો.૮૧૬૦૧ ૭૬૩૬૩) તથા ઓડિટર શ્રી દિગેશભાઇ જેઠવા(મો.૬૩૫૪૬ ૨૨૩૩૫), અકિલા કાર્યાલયે ઉપસ્થિત રહેલ જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર :સંદીપ બગથરીયા)
(3:12 PM IST)










