<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

હૃદય ધબકારા ચુકી જતાં સફાઇ કામદાર યુવાન અને ચોકીદાર આધેડના મૃત્‍યુ

ઠક્કરબાપા હરિજનવાસ તથા ગોકુલ એપાર્ટમેન્‍ટમાં બનાવથી પરિવારોમાં શોક

રાજકોટ તા. ૧૧: હાર્ટએટેકથી વધુ બે મૃત્‍યુ થયા છે. સફાઇ કામદાર યુવાન અને ચોકીદાર આધેડ ઘરે બેભાન થઇ ગયા બાદ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ જાગનાથ પલોટ જૈન દેરાસર પાછળ ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતાં ભરતભાઇ જેન્‍તીભાઇ ઝાલા (ઉ.વ.૩૮) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત જાહેર કરાયા હતાં. તે છુટક સફાઇ કામ કરતાં હતાં અને ચાર ભાઇ તથા એક બહેનમાં વચેટ તથા કુંવારા હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું.

બીજા બનાવમાં જામનગર રોડ નંદનવન સોસાયટીમાં ગોકુલ ટેનામેન્‍ટમાં ચોકીદારી કરતાં અને ત્‍યાં જ સિક્‍યુરીટીની રૂમમાં રહેતાં  નેપાળના દિલીપભાઇ શેરબહાદુર રાણા (ઉ.વ.૪૩) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. મૃત્‍યુ પામનારને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પોતે બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. હાર્ટએટેકથી મૃત્‍યુ થયાનું ખુલ્‍યું હતું. હોસ્‍પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ પ્ર.નગર અને  યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

(2:59 PM IST)