<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનો રદ : ૪ અને ૫ માર્ચની હાપા/જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ કેન્સલ કરાઈ

જમ્મુ તાવી સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન રિડેવલપમેન્ટ કાર્યને કારણે નિર્ણય લેવાયો

રાજકોટ : ઉત્તર રેલ્વે માં આવેલ જમ્મુ તાવી સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન રિડેવલપમેન્ટ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનો રદ કરવામાં આવી છે.

 રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1)  ૦૪.૦૩.૨૦૨૫ ના રોજ હાપાથી ઉપડતી ટ્રેન નંબર ૧૨૪૭૫ હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રદ.
2) ૦૫.૦૩.૨૦૨૫ ના રોજ જામનગરથી ઉપડતી ટ્રેન નં. ૧૨૪૭૭ જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રદ.
3) ૦૩.૦૩.૨૦૨૫ ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ઉપડતી ટ્રેન નં. ૧૨૪૭૬ શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-હાપા એક્સપ્રેસ રદ.

 તેમ જનસંપર્ક કાર્યાલય,પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝન દ્વારા જણાવાયું છે .

(9:53 PM IST)