<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

માં અંબાનો થશે જયકારઃ મહિમા માં કે આશીર્વાદ કી

અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટના મેહુલભાઇ રવાણી દ્વારા તા. ૧પને બુધવારે હેમુ ગઢવી હોલ ખાતે ભકિતસભર આયોજનઃ નિઃશુલ્‍ક પ્રવેશ :એક સાથે ૧૧૦૦ દિવડાથી થશે અલૌકીક આરતીઃ માતાજીની હજારો ધજાઓ ઘંટડીના નાદ સાથે ફરકશે ૪પ કિલોના મહામેરૂ શ્રી યંત્રના દર્શનનો લાભઃ ર૧ જેટલા બ્રાહ્મણો દ્વારા વિધી-વિધાનથી કરાશે માતાના ચરણો પૂજા-અર્ચના

શહેરમાં તા. ૧પને બુધવારે અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટ તથા સ્‍વ. કિર્તિકુમાર કેશવલાલ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે યોજાનાર મહિમા મા કે આશીર્વાદ કી ના ભકિતસભર કાર્યક્રમ અંગે ‘‘અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાને આયોજકો મેહુલભાઇ રવાણી, અરૂણભાઇ નિર્મળ, હર્ષદભાઇ મહેતા તથા હરેશભાઇ દોશીએ આમંત્રણ પાઠવી આયોજન અંગે વિસ્‍તૃત માહિતિ આપી હતી. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૦: શહેરમાં ભકિત અને શકિત તથા સેવાનું મહાપર્વ એટલે કે ‘‘મહિમા માં કે આશીર્વાદ કી'' નામક એક અલૌકિક અદભુત અને અવિસ્‍મરણીય કાર્યક્રમ શહેરના હેમુ ગઢવી નાટયગૃહ ખાતે તા. ૧પને બુધવારના રોજ રાત્રીના ૯-૩૦ કલાકે યોજાશે. જેમાં તમામ શહેરીજનોને આયોજક તથા અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટના ફાઉન્‍ડર મેહુલભાઇ રવાણી અને તેમના પુત્ર વત્‍સલભાઇ રવાણીએ આમંત્રણ પાઠવ્‍યું છે.

‘‘અકિલા'' કાર્યાલય ખાતે મેહુલભાઇ રવાણીએ જણાવ્‍યું હતું કે, મા અંબા શકિતનું સચેત સ્‍વરૂપ છે, જે સમગ્ર બ્રહ્માંડનું રક્ષક અને કલ્‍યાણ કરે છે. તેઓ ભકતોની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સંતોષ પ્રદાન કરે છે.

માતાજીની ઉપાસના કરવાથી માનવીને કર્મમાર્ગ પર દ્રઢતાથી આગળ વધવા પ્રેરણા મળે છે અને આધ્‍યાત્‍મિક શકિતનો સંચાર થાય છે. ત્‍યારે સદગુરૂદેવ પરમ પૂજય શ્રી પારસમુનિ મહારાજ સાહેબના આશીર્વાદ તથા પ્રેરણાથી અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટ અને સ્‍વ. કીર્તિકુમાર કેશવલાલ રવાણી ચેરીટેબલ ટ્રસ્‍ટ લઇને આવ્‍યું છે જ્ઞાન, ભકિત અને આસ્‍થાના ત્રિવેણી સંગમ સમો અનોખો ભકિતમય મ્‍યુઝિકલ કાર્યક્રમ ‘‘મહિમા માં કે આશીર્વાદ કી''

આ કાર્યક્રમમાં સંગીત અને સંવાદ, કર્મ અને ધર્મ, નૃત્‍ય અને નાદ, સમર્પણ અને તર્પણ, આજ્ઞા અને આહુતિ સાથે ભકિત અને શ્રદ્ધાપૂર્વક માતાજીની પૂજા-આરાધના થશે. તો સાથો સાથ લોકસાહિત્‍ય, હાસ્‍ય રસ, નૃત્‍ય, સંગીત અને શબ્‍દ દ્વારા માં અંબા જગદંબાની મહિમાને વર્ણવવામાં આવશે. આવા અનેરા-અનોખા-અલૌકિક મહોત્‍સવમાં રાજકોટની જનતાને પરિવાર સાથે આવવા નમ્ર વિનંતી કરીએ છીએ અને ખાસ વાત આ કાર્યક્રમમાં એન્‍ટ્રી માટે કોઇ ચાર્જ નથી એન્‍ટ્રી ફ્રી રહેશે. પરંતુ વ્‍યવસ્‍થાના ભાગરૂપે ફ્રી એન્‍ટ્રી પાસ જરૂરી છે.

વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, આ કાર્યક્રમમાં એક સાથે ૧૧૦૦ થી વધુ દિવડાની આરતી થશે, એક સાથે ૧૧૦૦થી વધુ માંની ધજા ફરકશે અને એક સાથે ૧૧૦૦ થી વધુ ઘંટડીનો નાદ ગુંજશે. આ સાથે ૪પ કિલોના મહામેરૂં શ્રી યંત્રના દશર્શ્રનનો લાભ પણ સૌને મળશે. આ સાથે સંપૂર્ણ ભકિત ભાવથી રાજરાજેશ્‍વરી, આદ્યશકિત, જગદંબા, જગતજનની રવાણી પરિવારના કુળદેવી શ્રી અંબે માંના ચરણોમાં વંદન કરી સંપૂર્ણ વિધિ વિધાનથી ર૧ જેટલા ભુ-દેવો દ્વારા તેમની પૂજા તથા અર્ચના કરવામાં આવશે. જેને પગલે વર્લ્‍ડ રેકોર્ડ નોંધાશે.

આ કાર્યક્રમમાં તમામ લોકોને સરપ્રાઇઝ ગિફટ આપવામાં આવશે. આ સાથે કાર્યક્રમ દરમિયાન લક્કી ડ્રોનું પણ આયોજન કરવામાં આવશે. આચાર્યશ્રી બાલકૃષ્‍ણભાઇ રાજયગુરૂ-કથાકાર, વૈદિક પુરોહિત, જયોતિષાચાર્ય દ્વારા તમામ ધાર્મિક વિધિ સંપન્‍ન કરવામાં આવશે તો સાથે સાથે શ્રી હરદેવભાઇ આહિર-લોક સાહિત્‍યકાર અને હાસ્‍ય કલાકાર સૌને હાસ્‍યથી તરબોળ કરશે. ઉપરાંત શ્રી હીર નિંદરોડા, શ્રી પ્રિયા શિંગાળા, શ્રી દેવાંશી વસાવડા અને શ્રી સલોની શિંગાળા નૃત્‍ય રજુ કરશે.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી રાજદિપસિંહ અનિરૂધ્‍ધસિંહ જાડેજા (સ્‍થાપકઃ RAR ફાઉન્‍ડેશન-રીબડા), શ્રી ડો. દર્શિતાબેન શાહ (ધારાસભ્‍યશ્રી, વિધાનસભા ૬૯), શ્રી મુકેશભાઇ દોશી (અધ્‍યક્ષશ્રી, શહેર ભાજપ), શ્રી મયુરભાઇ શાહ (કોષાધ્‍યક્ષશ્રી, શહેર ભાજપ), શ્રી કૃણાલભાઇ મણીયાર (એમ.ડી., વોઇસ ઓફ ડે ન્‍યુઝપેપર), શ્રી જીમ્‍મીભાઇ અડવાણી (પ્રદેશ પ્રભારીશ્રી, શિવસેના ગુજરાત), શ્રી અશોકભાઇ કોઠારી (પ્રમુખશ્રી, સંઘાણી સંપ્રદાય, શ્રી હર્ષલ માંકડ) (અભિનેતા-લેખક-વકતા), શ્રી યોગીરાજસિંહ જાડેજા (અગ્રણી યુવા ઉદ્યોગપતિ, નિર્માતા) શ્રી લલિતભાઇ ત્રીવેદી (સ્‍વરકાર અને સંગીત નિર્દેશક) શ્રીમતી વિણા સોની (બ્રિટિશ એમ્‍પાયર મેડલ, ડેપ્‍યુટી લોર્ડ લેફટેનન્‍ટ), શ્રી રાજદિપસિંહ જાડેજા (રાજભાઇ વાવડી), ઉપાધ્‍યક્ષ, રાજકોટ શહેર ભાજપ), શ્રી અનુપમભાઇ દોશી-(ટ્રસ્‍ટીશ્રી, શ્રી વિવેકાનંદ યુથ કલબ, દિકરાનું ઘર), શ્રી અપુલભાઇ દોશી (જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્‍ડેશન-રાજકોટ), શ્રી ચંદ્રકાન્‍તભાઇ શેઠ (સી.એમ.)-(પ્રમુખશ્રી, શ્રી રોયલ પાર્ક સ્‍થાનકવાસી જૈન મોટા સંઘ), શ્રી નિલેશ ચોવટીયા (ગુજરાતી ફિલ્‍મ દિગ્‍દર્શક), શ્રી ભરતભાઇ પરમાર (ડિવાઇનફીલ ચેરીટેબલ ટ્રસ્‍ટ-રાજકોટ) ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમમાં આકાર જવેલર્સ પરિનભાઇ પારેખ તથા કિર્તીભાઇ પારેખ, આર્ટ કોર્પોરેશનના નિલેશ ચોવટીયા, રેડિયો રાજકોટ અને શાલીનના બકુલ સુરેલીયા, મીનયભાઇ સુરેલીયાનો સહયોગ સાંપડયો છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વત્‍સલભાઇ રવાણી, હર્ષદભાઇ મહેતા, રાધિકા આડેસરા, દેવાંગ સતિયા અને પ્રાચી શર્મા સહિતની અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટની ટીમ જહેમત ઉઠાવી રહી છે. કાર્યક્રમની વધુ માહિતી માટે મોબાઇલ નંબર ૯૮રપ૮ ૮રપ૭૯ પર સંપર્ક કરી શકાશે.

 

(4:18 PM IST)