<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

વૃંદાવનધામ ત્રિદિવસીય મનોરથ, ધ્વજાજી ઉત્સવ રાજકોટવાસીઓ માટે યાદગાર સંભારણું

ઉકાણી પરિવાર ભવ્‍ય-દિવ્‍ય મનોરથ પ્રસંગે ઇશ્વરીયાના વૃંદાવનધામમાં ‘ગોકુળીયો માહોલ : નાથદ્વારાના પ.પૂ.ગો.પા. ૧૦૫ વિશાલબાવાના હસ્‍તે દિપદાન મનોરથ ઉજવાયો : ત્રિદિવસીય મનોરથમાં લાખો વૈષ્‍ણવો-ભાવિકોએ ‘ઠાકોરજી'ના દર્શન કરી ધન્‍યતા અનુભવીઃ વૃંદાવનધામની આબેહુબ પ્રતિકૃતીઓને ધર્મપેમી જનતાએ ફોટો અને સેલ્‍ફી દ્વારા શાશ્વત યાદગાર બનાવી દીધી

રાજકોટ તા.૧૦ : રાજકોટની ભાગોળે ઇશ્વરીયાના દ્વારકાધીશન ફાર્મ ની ૧૨.૫ એકર વિશાળ જગ્‍યામાં ઉભા કરાયેલા વળંદાવનધામમાં ઉકાણી પરિવાર આયોજીત ત્રિદિવસીય મનોરથ અને શ્રીનાથદ્વારાના ધ્‍વજાજી આરોહણ ઉત્‍સવમાં રાજકોટના લાખો વૈષ્‍ણવો અને ધર્મપ્રેમી જનતાએ સહભાગી થઈ ‘ગોકુળીયો' માહોલ સર્જી દીધો છે. લાખો વૈષ્‍ણવો ભાવિકોએ ‘ઠાકોરજી' ના દર્શન કરી ધન્‍યતા અનુભવી છે.

બાનલેબ ઉકાણી પરિવાર દ્વારા ત્રીદિવસીય મનોરથ ઉત્‍સવમાં વળંદાવન ધામની પાવન ભૂમીમાં સવારે ૮:૩૦ થી અને સાંજે ૪:૩૦ થી ૮:૩૦ દર્શન તથા ધ્‍વજાજી આરોહણ, છપ્નભોગ મનોરથ, ગૌચરણ મનોરથ, દિપદાન મનોરથ ના પ્રસંગો ભવ્‍યાતિભવ્‍ય રીતે ઉજવાયા હતા. ગઈ કાલે નાથદ્રારા ના પ.પૂ.ગો.પા. ૧૦૫ વિશાલબાવાના ની નિશ્રામાં દિપદાન મનોરથ ઉજવાયો હતો. વળંદાવનધામ ખાતે નાથદ્વારાના મોતી મહેલ ના વિશાળ મંદિરને ૫૧૦૦ દિવડાઓથી શણગારવામાં આવ્‍યુ હતુ. દિવડાઓના ઝગમગાટથી મોતીમહેલનો અદભૂત અને અલૌકિક દ્રશ્‍ય સર્જાયુ હતુ. રાજકોટવાસીઓએ બહોળી સંખ્‍યામાં દિપદાન મનોરથના દર્શનનો લ્‍હાવો લીધો હતો.

ગઇકાલે ઉજવાયેલા દિપદાન મનોરથમાં ઉકાણી પરિવારના ડો. ડાયાભાઈ ઉકાણી, મૌલેશભાઈ ઉકાણી, સોનલબેન મોલેશભાઈ ઉકાણી, નટુભાઈ ઉકાણી, શ્રીમતી અમીતાબેન નટુભાઇ ઉકાણી, લવ ઉકાણી, રીશા લવ ઉકાણી, જય ઉકાણી, હેમાંશી જય ઉકાણી, ચિ.રાધા અને ચિ. રીશી, વિધી, યુગ સહીતના પરિવારજનોએ પૂ. વિશાલ બાવાના સાનિધ્‍યમાં દિપદાન મનોરથની ઉજવણી કરી હતી.

પુષ્ટીમાર્ગીગ વૈષ્‍ણવ સંપ્રદાયમાં પ્રધાન પીઠ ગણાતા શ્રીનાથદ્વારા હવેલીના શ્રી ગો.તિ. રાકેશ ઇંદ્રદમન મહારાજની આજ્ઞા અને પૂ.ગો.ચિ. વિશાલબાવા ની નિશ્રામાં રાજકોટમાં સ્‍વયંમ ઠાકોરજીનું સ્‍વરૂપ ગણાતા ‘ધ્‍વજાજી' તથા મનોરથ ઉત્‍સવમાં નાથદ્વારાના મુખ્‍યા નિલેશ સાંચીહર, તિલકાયતના મુખ્‍ય સલાહકાર અંજન શાહ, શ્રી નાથદ્વારા મંદિરના અધિકારી અનીલ સનાઢય, લીલાધર પુરોહીત, ઉમંગ મહેતા, પુષ્ટી સંપ્રદાયના પ્રચારક મહર્ષિ વ્‍યાસ, સહીત શ્રી નાથદ્વારા મંદિરની ટીમ જોડાય હતી. પુષ્ટીમાર્ગીય વૈષ્‍ણવ સંપ્રદાયમાં ઠાકોરજી વૈષ્‍ણવોને દર્શન આપવા તેમના ઘેર જાય તેવી પરંપરાના ભાવ સાથે ‘ધ્‍વજાજી' ના રૂપમાં દર્શન આપે છે. જે વૈષ્‍ણવો નાથદ્વારા ખાતે જઈ શકતા ન હોય તેઓ અહિ શ્રીનાથજી ના દર્શનનો લાભ લઇ ભાવવિભોર બન્‍યા હતા. ઉકાણી પરિવારના ઇશ્વરીયા સ્‍થિત દ્વારકાધીશ ફાર્મ ખાતે ઉભા કરવામાં આવેલા વળંદાવન ધામ ખાતે ત્રિદિવસીય મનોરથ પ્રસંગે વૈષ્‍ણવો તથા રાજકોટવાસીઓ કળષ્‍ણભકિતના રંગે રંગાયા હોય તેવો માહોલ સર્જાયો છે. વળંદાવન ખાતે નિર્મિત ગીરીરાજ પર્વત, નાથજીના ના મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, દ્વારકાધીશ મંદિરની આબેહુબ પ્રતિકળતીના દર્શન માટે ભાવીકો મોટી સંખ્‍યામાં ઉમટી પડયા છે. વળંદાવનધામ ખાતે ‘ઠાકોરજી' ના દર્શન તથા મનોરથ ઉત્‍સવમાં ત્રણ દિવસમાં અંદાજે ૨ લાખ જેટલા ભાવિકોએ લાભ લઇ ધન્‍યતા અનુભવી હતી. રાજકોટની ભાગોળે ઇશ્વરીયા ખાતે વ્રુદાવનધામમાં ત્રિદિવસીય મનોરથમાં તથા વળંદાવનધામ નિહાળવા સામાજીક રાજકીય મહાનુભાવો, પૂજય વૈષ્‍ણવાચાર્યો, વૈષ્‍ણવ સંપ્રદાયના અગ્રણીઓ, દરેક સમાજના શ્રેષ્ઠીઓ, મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, વિવિધ સંસ્‍થાઓના હોદેદારો, અધિકારીઓ, અને વિશાળ સંખ્‍યામાં રાજકોટની ધર્મપ્રેમી જનતાએ આ અદભૂત અવસરનો લ્‍હાવો લઈ મૌલેશભાઈ ઉકાણી તથા અને ઉકાણી પરિવારને શુભેચ્‍છા અને અભિનંદન પાઠવ્‍યા હતા.

 રાજકોટના કાલાવડ રોડ પર ઉકાણી પરિવાર દ્રારા ઇશ્વરીયામાં ખાસ ઉભા કરાયેલા વળંદાવનધામની થીમને લોકોએ આબેહુબ વખાણી અને મનોરથ ઉત્‍સવ માણ્‍યો હતો. વળંદાવન ખાતે નિર્મિત ગીરીરાજ પર્વત, નાથજીના ના મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, દ્વારકાધીશ મંદિરની આબેહુબ પ્રતિકળતી ને નિહાળવા લોકો ઉત્‍સાહ અને રોમાંચ સાથે ફોટોગ્રાફી તથા સેલ્‍ફી લઇ આ અવસને યાદગાર બનાવ્‍યો હતો.

મનોરથ ઉત્‍સવને ‘સોનેરી સંભારણું' બનાવવા બદલ રાજકોટની ધર્મપ્રેમી જનતાનો આભાર : મૌલેશભાઈ ઉકાણી

રાજકોટ : ગુજરાતના હર્બલ જાયન્‍ટ તરીકે ઓળખાતા દિગ્‍ગજ ઉદ્યોગપતિ અને બાનલેબ ના મેનેજીંગ ડાયરેકટર મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્વારા યોજાયેલા ત્રિદિવસીય મનોરથ ઉત્‍સવમાં ઇશ્વરીયા ખાતે ભવ્‍યાતિભવ્‍ય ‘વળંદાવન ધામ'ને નિહાળવા ત્રણ દિવસમાં રાજકોટની ધર્મપ્રેમી જનતાએ સહભાગી બની મનોરથ ઉત્‍સવને સોનેરી સંભારણું બનાવ્‍યુ હતું.

ઉકાણી પરિવારની લાડકવાયી દિકરી ચિ. રાધાના લગ્નોત્‍સવ પૂર્વ યોજાયેલા ત્રિદિવસીય મનોરથ અને નાથદ્વારાની ‘ધ્‍વજાજી' ના દર્શન કરી રાજકોટના વૈષ્‍ણવો અને ધર્મપ્રેમી જનતાએ આ અલોકિક અવસરનો મોટી સંખ્‍યામાં ધર્મલાભ લીધો છે. ઉકાણી પરિવાર દ્વારા સ્‍વજનો, મિત્રવર્તુળ, મોંધોરા મહેમાનો, સગા-સંબંધીઓ, રાજકીય-સામાજીક આગેવાનો ઉપરાંત આ ભવ્‍ય- દિવ્‍ય મનોરથ ઉત્‍સવમાં રાજકોટની જનતાને પણ જાહેર આમંત્રણ પાઠવી આ અણમોલ અવસરમાં ધર્મપ્રેમીઓને સહભાગી કર્યા હતા. ત્રણ દિવસના મનોરથ પ્રસંગે રાજકોટની જનતાએ પણ ઉમંગ અને ઉત્‍સાહ સાથે જોડાયને ઠાકોરજીની ધ્‍વજાજીના દર્શન તથા વળંદાવનધામની પ્રતીકળતિઓ નિહાળી અભિભૂત બની મૌલેશભાઇ ઉકાણી તથા ઉકાણી પરિવાર પર શુભેચ્‍છા વર્ષા કરી છે. ત્‍યારે દાનવીર ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી એ ઇશ્વરીયાના વળંદાવન ધામ ખાતે યોજાયેલા મનોરથમાં જોડાય પ્રસંગને ઐતિહાસીક અને સોનેરી સંભારણું બનાવવા બદલ રાજકોટની ધર્મપ્રેમી જનતાનો ખૂબ- ખૂબ આભાર વ્‍યકત કર્યો હતો.

(3:26 PM IST)