તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th January 2025
ફિકસ થયેલા તમામ કાર્યક્રમો માટે મનપાના પ્લોટ હવે ભાડે નહિ અપાય
વિવિધ સંસ્થાઓના તેમજ અન્ય કાર્યક્રમ માટે પ્લોટ ભાડેથી આપી દેતા હોય મનપાના કાર્યક્રમો બીજા સ્થળોએ ખસેડવામાં આવતા સ્ટે. ચેરમેનનો નિર્ણય

રાજકોટ, તા. ૯ : મહાનગરપાલિકા ની માલિકીના પ્રાઇમ લોકેશન પર આવેલા મોટાભાગના પ્લોટ સંસ્થાઓ તેમજ શહેરીજનોને અલગ અલગ કાર્યક્રમો માટે ભાડેથી આપવામાં આવે છે પરંતુ આખા વર્ષ દરમિયાન મનપાના યોજાતા કાર્યક્રમમાં ની યાદી તૈયાર ન હોય અધિકારીઓ અગાઉથી લોકોને પ્લોટ ભાડેથી આપી દેતા હોય મહાનગરપાલિકાના અનેક કાર્યક્રમો રખડી પડતા હોય છે જેના લીધે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઇ ઠાકરે તમામ કાર્યક્રમોનું લીસ્ટ તૈયાર કરી આ તારીખમાં તમામ પ્લોટ રિઝર્વ રાખવાના આદેશ આપ્યા છે
મહાપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન જૈમીનભાઇ ઠાકર ના જણાવ્યા મુજબ મહાનગરપાલિકાની માલિકીના અલગ અલગ વિસ્તારોમાં આવેલા પ્રાઇમ લોકેશન પરના તમામ પ્લોટ લોકોને તેમના કાર્યક્રમો યોજવા તેમજ સંસ્થાઓને વિનામૂલ્યે આપવામાં આવે છે જેના દ્વારા મહાનગરપાલિકાને દર વર્ષે કરોડો રૂપિયાની આવક થાય છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે દિવાળી કાર્નિવલ તેમજ પતંગ ઉત્સવ તથા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં આતશબાજી અને અન્ય કાર્યક્રમમાં લોકો માં ભારે ચાહના ધરાવે છે પરંતુ આ તમામ તહેવારો ની તારીખ અગાઉથી જાહેર કરાતી નથી તેવી જ રીતે તહેવારોની તારીખ કેલેન્ડરમાં ફિક્સ હોય છે છતાં આ તારીખ દરમિયાન અમુક સ્થાનિક સંસ્થાઓને તેમના કાર્યક્રમો માટે પ્લોટ ભાડેથી આપી દેવામાં આવી રહ્યા છે જેના લીધે આ વર્ષે પતંગ ઉત્સવ માટે રેસકોસ નું મેદાન ખાલી ન હોય આ કાર્યક્રમ પડતો મૂકવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.ે
(3:26 PM IST)










