News of Thursday, 9th January 2025
વોર્ડ નં.ર માં શનિવારે ‘વડિલ વય વંદના' હેઠળ વડીલો માટે આરોગ્ય વિમા કેમ્પનું આયોજન
સરકારનું રાજકોટ મ્યુ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સહયોગથી વોર્ડનં.રના બુથ પ્રમુખ વિલાસગીરી ગોસ્વામીની આગેવાનીમાં ૭૦ વર્ષથી ઉપરના વડીલો માટે ૧૦ લાખ સુધીના આરોગ્ય વિમા કવચ અપાશે

રાજકોટઃ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દુરદર્શીપણા થી વડીલોને આરોગ્ય વિમા કવચ (૧૦ લાખ સુધીનું) મળી રહે અને ઢળતી ઉંમરે આર્થિક ચિંતા ન રહે તે હેતુથી આયુષ્યમાન કાર્ડ નીચે આવરી લેવામાં આવેલ છે. આમા આવકતી કોઇ સીમા નથી. દરેક વડીલોને આ યોજનાનો લાભ મળે તે હેતુથી તા.૧૧ શનિવારે સવારે ૧૦ થી ૧ર વાગ્યે, શ્રી મહેશ્વરી વૃધ્ધાશ્રમ, ગીતગુર્જરી સોસાયટી-૮બી, નિલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક વડીલે પોતાનું આધારકાર્ડ અને લીંક મોબાઇલ લઇને પ્રત્યેક્ષ હાજરી આપવી જરૂરી છે. દરેક વડીલોનું સ્વાગત પૌષ્ટીક નાસ્તાથી કરવામાં આવશે. રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સહયોગથી આ કેમ્પનું આયોજન વોર્ડ નં.રના બુથનં.૧પપમાં થવા જઇ રહયું છે. જેમાં શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઇ દોશી, મહામંત્રી માધવભાઇ દવે, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, વોર્ડનં.રના કોર્પોરેટક અને દંડક મનીષભાઇ રાડીયા, આજ વોર્ડના કોર્પોરેટર અને સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઇ ઠાકર, કોર્પોરેટર મીનાબા જાડેજા, વોર્ડનં.રના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, વોર્ડ પ્રમુખ ભાવેશભાઇ ટોયટા, મહામંત્રી કૌશીકભાઇ અઢીયા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા બુથ પ્રમુખ વિલાસગીરી ગોસ્વામી, ઇન. મિહીર ત્રિવેદી, કિરીટભાઇ રાણીંગા (લાલાભાઇ) અને ૧પપ સભ્યોની સમગ્ર બુથ સમિતી સતત જહેમત ઉઠાવી રહયાં છે. કોઇપણ વધારાની માહીતી માટે વિલાસગીરી ગોસ્વામી મો.૯૬ર૪૪ ૬૮૪રર, મિહીર ત્રિવેદી મો.૯૪ર૯ર ૮૭૭૬૩, કિરીટભાઇ રાણીંગા મો.૯૯૦૪૦ ૪૬પ૬૯નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:05 PM IST)










