News of Monday, 6th January 2025
છેલ્લા સપ્તાહમાં ઝાડા-ઉલ્ટી-તાવ-શરદી-ઉધરસના ર૦૧૩ કેસ
નવા વર્ષે મચ્છરજન્ય રોગમાં ઘટાડો : ડેન્ગ્યુ, મેલેરીયાએ પ્રથમ અઠવાડીયે દેખા દીધીઃ ૧-૧ કેસઃ મનપા દ્વારા ૨૩,૬૫૪ ઘરોમાં પોરાનાશક કામગીરીઃ ૭૫૯ સ્થળોએ ફોગીંગઃ મચ્છર ઉત્પતી સબબ ૩૨૭ને નોટીસ

રાજકોટ તા.૬: શહેરમાં દીવસે ને દીવસે મચ્છરજન્ય ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થતો જોવા મળે છે. જયારે શરદી,તાવ, ઝાડા,ઉલ્ટીના ૨૦૧૩ થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.
શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્છરજન્ય રોગ સાથો સાથ પાણીજન્ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડના પણ દર્દી નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૩૦ ડીસે.-૨૪થી ૫ જાન્યુ.-૨૫ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના ર કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૧, મેલેરીયાના ૧ કેસ નોંધાયા છે. સીઝનનાં મેલેરીયાના ૧, ડેન્ગ્યુના ૧ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતા હોવાથી વધુ લોકો હોય તેવા સ્થળોએ આવા રોગ ફેલાવવાનું જોખમ વધુ રહે છે.
શરદી-તાવના ૨૦૧૩થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૦૮૨ તેમજ સામાન્ય તાવના ૭૭૩ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૫૬ કુલ ૨૦૧૩ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૦૮૨ તેમજ સામાન્ય તાવના ૭૭૩ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૫૬ તથા ટાઇફોડનાં ૨ કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ સબબ ૩૨૭ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૨૩,૬૫૪ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૭૫૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૩૮૨ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૩૨૭ લોકોને નોટીસ પાઠવી હતી.(૨.૧૮)
(3:19 PM IST)










