<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

પ્‍લોટ વેલીડેશન પ્રક્રિયા રદ કરો અથવા સિંગલ વિન્‍ડો સીસ્‍ટમ શરૂ કરો

મનપાના નવનિયુકત કમિશનર સાથે શુભેચ્‍છા મુલાકાત : પ્રશ્‍નોને લઇ રજુઆત : રિઅલ રાજકોટ ડેવલોપર્સ એસોસીએશને કરી વિવિધ માંગ

રાજકોટ, તા. ર૬ :  રિઅલ રાજકોટ ડેવલોપર્સ એસોસિએશન દ્વારા મનપાના નવનિયુક્‍ત કમીશનર તુષાર ડી. સુમેરા ને બુકે આપી શુભેચ્‍છાઓ પાઠવી હતી. રાજકોટ ના  બાંધકામ વિકાસને લગત ટાઉન પ્‍લાનિંગ વિભાગના વિવિધ મુશ્‍કેલીઓ નો ઉકેલ લાવવા રજુઆત કરી હતી.

રિઅલ રાજકોટ ડેવલોપર્સ એસોસિએશન (RRDA)ના તમામ રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના પરવાનેદાર સભ્‍યો એ વર્ષોથી બિલ્‍ડીંગ પ્‍લાન મંજુરીની પ્રક્રિયા સાથે સંકળાયેલા છીએ હાલની સાંપ્રત સમયની લગત ટાઉન પ્‍લાનિંગ વિભાગમાં વિવિધ મુશ્‍કેલીઓ અંગે વાકેફ કર્યા હતા.

સભ્‍યોએ જણાવેલ રાજકોટ જીલ્લામાં નવું આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટના લોકાર્પણ બાદ ઘણા માસથી સી.સી.ઝેડ.એમ. મેપ ડીકલેર થઇ ગયેલ હોવા છતાં આર.એલ. (રોડ લેવલ) સર્ટીફીકેટ બંને ઓથોરીટીસમાં બિનજરૂરી માંગવામાં આવે છે, રાજકોટ શહેર તથા અર્બન ડેવલોપમેન્‍ટ ઓથોરીટી હેઠળ આવતા વિસ્‍તારોમાં એવરેજ હાઈટ ૧૧૦ મીટર મળે છે, જે અન્‍વયે આ પ્રકારના સર્ટીફીકેટ ફરજિયાત માંગવા એ બિનજરૂરી જણાતું હોય તેવું લાગે છે.

કન્‍સ્‍ટ્રકશન એન્‍ડ ડીમોલીશન (સી. એન્‍ડ ડી.) વેસ્‍ટ રૂલ્‍સ - ૨૦૧૬ હેઠળની પ્રક્રિયામાં ખુબ વિલંબ થતો હોય અનેકવિધ અગવડતા અને મુશ્‍કેલીઓ પડતી હોય. પ્‍લોટ વેલિડેશન પ્રક્રિયાનો કોઈ જ પ્રકારનો મહાવરો કોઈ ઓથોરીટી પાસે છે જ નહી તેમજ આ પ્રક્રિયા અન્‍વયે સમયમાં ખાસ્‍સો વિલંબ થઇ રહ્યો છે જે અંગે આ પ્રક્રિયા રદ કરવા અથવા વૈકલ્‍પિક સિંગલ વિન્‍ડો સીસ્‍ટમ શરુ કરવા સહિતની માંગ  કરી હતી.

આ રજુઆત માં પ્રદીપભાઈ ત્રિવેદી, ડો. વિરલ ભટ્ટ, જેન્‍તીભાઈ ગોધાત, વિશાલ ટાતમિયા, ચિરાગ સવાણી, હિતેશભાઈ તાલસાનિયા, કિરીટભાઇ ઉંજીયા, અશોકસિંહ ચૌહાણ જોડાયા હતા.

(3:39 PM IST)