તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 18th December 2024
બાર.એસો.ની ચુંટણીમાં ‘કાર્યદક્ષ' પેનલના સમર્થનમાં આજે હસાયરો લોકડાયરાનું આયોજન
લીગલ સેલની ટીમ દ્વારા જાજરમાન આયોજન : બાર એસો.ની ચુંટણીમાં પેનલની તરફેણમાં વિવિધ કાર્યક્રમ સાથે વકીલોનું સ્નેહમિલન પેનલ તરફી જબરો માહોલ ઉભો થયો : કાર્યક્રમને સફળ બનાવવા યુવા ટીમ દ્વારા જહેમત

રાજકોટ, તા.૧૮: આજે રાત્રે નાગર બોર્ડિંગ ખાતે કાર્યદક્ષ પેનલના સમર્થનમાં લોક ડાયરા સહિતના કાર્યક્રમનું લીગલ સેલ યુવા સહાયક ટીમ દ્વારા જાજરમાન આયોજન હાથ ધરાયું છે.
રાજકોટ બારની ચૂંટણીમાં અનુભવી, સરળ, તરવરિયા ઉમેદવારોના સમન્વય એવી કાર્યદક્ષ પેનલ તરફી જબરો માહોલ ઉભો થયો છે.
વિવિધ ક્ષેત્રમાં વકીલાત કરતા સિનિયર, જુનિયર, મહિલા વકીલો કાર્યદક્ષ પેનલના સમર્થનમાં આજે લોકડાયરો, હસાયરો, કરાઓકે, ફન વિથ ગેમ્સ, કેમ્પ ફાયરની મજા સાથે શેરડી, જીંજરા, ચીકી, રસપ્રચુર ભોજનનો સ્વાદ સાથેનો સાંજે નાગર બોર્ડિંગ ખાતે વકીલોનું સ્નેહમિલન યોજાયેલ છે.
રાજકોટના વકીલોની માતળ સંસ્થા એવી રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી આગામી તા.૨૦ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં રાજકોટના વકીલો તેમના પ્રતિનિધિઓને ચુંટીને મોકલવાના છે, રાજકોટના વકીલોની સંસ્થાનું સુકાન સંભાળવા માટે અનેક લોકોએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે આ વખતે અનુભવી અને નવયુવાન ઉમેદવારાના સમન્વય સમી કાર્યદક્ષ પેનલ તરફી વકીલ મતદારોમાં જબરો જુવાળ અને સમર્થન જોવા મળી રહ્યું છે. કાર્યદક્ષ પેનલના તમામ ઉમેદવારોમાં અનુભવી અને સિનિયર વકીલો, તરવરિયા યુવા વકીલો તથા મહિલા ઉમેદવારને પણ પૂરતું પ્રાધાન્ય આપીને સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી તા.૨૦ ના રોજ યોજાનાર મતદાન વખતે રાજકોટના વિવિધ ક્ષેત્રે વકીલાત કરતા સિનિયર, જુનિયર અને મહિલા વકીલ મતદારો દ્વારા આ વખતે ખરેખર કાર્ય કરવા સક્ષમ તેવી કાર્યદક્ષ પેનલના તમામ ઉમેદવારોને જીતાડવા માટે પ્રચંડ સમર્થન મળી રહ્યું છે, કાર્યદક્ષ પેનલના ઉમેદવારો દ્વારા ઓફિસ ટુ ઓફિસ અને રાજકોટના મોટાભાગના વકીલ મતદારોનો સંપર્ક કરવામાં આવ્યો છે, સંપર્ક અભિયાન દરમિયાન જ કાર્યદક્ષ પેનલને તમામ લોકોનું સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. તમામ મતદારોએ કાર્યદક્ષ પેનલને પ્રચંડ બહુમતીથી વિજેતા બનાવવા વિજયી ભવઃના આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી છે. કાર્યદક્ષ પેનલના સમર્થનમાં આજ રોજ સાંજે નાગર બોર્ડિંગ ખાતે સાંજના ૭:૩૦ કલાકે રાજકોટની તમામ વકીલ આલમ જેમાં વિવિધ ક્ષેત્રે વકીલાત કરતા વકીલ મતદારો ઉપસ્થિત રહેવાના છે. રાજકોટમાં કિમીનીલ બાર એસો., જુનીયર બાર એસો., મહિલા બાર એસો., એમ.એ.સીપી બાર એસો., યુવા લોયર્સ, લેબર બાર એસો., ગ્રાહક સુરક્ષા ફોરમ બાર એસો. રેલ્વે બાર એસો, ફેમીલી બાર એસો, રેવન્યુ બાર એસો, નોટરી બાર એસો, રેવન્યુ પ્રેકટીશનર બાર એસો, નોટરી પ્રેકટીશનર બાર એસો, ઇન્કમટેકસ - સેલ્સટેકસ બાર એસો, યુનિટી ઓફ લોયર્સ સહિતના વિવિધ ક્ષેત્રે વકીલાત કરતા સિનિયર, જુનિયર, મહિલા વકીલો આજના આ સંમેલનમાં મોટી સંખ્યામાં ઉમટી પડશે.
લીગલ સેલ યુવા સહાયક ટીમ દ્વારા આયોજિત આજના આ સંમેલનમાં ભવ્ય લોકડાયરો, હસાયારો, કરાઓકે, ફન વિથ ગેમ્સ, ઉપરાંત ઠંડીની મોસમમાં તાપણું, શેરડી, જીજરા અને ચીકીની મજા સાથે તમામ લોકો આ કાર્યક્રમ માણશે. આ કાર્યક્રમના અંતે તમામ લોકો સાથે સીઝનને અનુરૂપ સુંદર મેનુ સાથેના ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આજના આ કાર્યક્રમમાં રાજકોટના તમામ વકીલો મોટી સંખ્યામાં ઉમટીને પોતાનું સમર્થન કાર્યદક્ષ પેનલના તમામ ઉમેદવારો જેમાં કાર્યદક્ષ પેનલ થકી પ્રમુખપદના ઉમેદવાર દિલીપભાઈ જોષી, ઉપપ્રમુખ પદે મયંકભાઈ પંડયા, સેક્રેટરી પદે સંદિપભાઈ વેકરીયા(સેન્ડી), જોઈન્ટ સેક્રેટરી પદે જીતેન્દ્રભાઈ પારેખ, ટ્રેઝરરપદે કૈલાસ જાની, લાઈબ્રેરી સેક્રેટરીપદે રવિભાઈ ધ્રુવ, મહીલા અનામત કારોબારી સભ્યપદે શ્રીમતિ રૂપલબેન થડેશ્વર, કારોબારીના નવ સભ્યો જેમાં આંબલીયા ભાવિક, ડાકા અનીલભાઈ, ડોબરીયા હિરેનકુમાર, હેરંજા હુસેન, કવાડ સંજય, પુન્થેરા મહેશ, રાજાણી કિશન, શુક્લ નીલ, વ્યાસ ચિત્રાંક તરફી જાહેર કરશે અને કાર્યદક્ષ પેનલના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજેતા બનાવવા એક અવાજે સૌ પોતાનું સમર્થન કાર્યદક્ષ પેનલ પ્રત્યે વ્યક્ત કરશે. આજરોજ ‘અકિલા' કાર્યાલયની મુલાકાતે કાર્યદક્ષ પેનલના તમામ ઉમેદવારો હાજર રહ્યા હતા.આજના વિવિધરંગી કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ ભાજપ લીગલ સેલ સંયોજક પીયુષભાઇ શાહ, સહ - સંયોજક કમલેશભાઇ ડોડીયાની રાહબરી હેઠળ યુવા વકિલોની એક ટીમ સતત કાર્યરત છે. જેમાં કન્વીનર અભિષેક શુકલ, સહ કન્વીનર સાગર હપાણી સાથે યુવા વકીલો હર્ષિલ શાહ, રિતીનભાઇ મેંદપરા, જીતેશભાઈ રાઠોડ, મિતભાઈ સૌમૈયા, પાર્થરાજસિંહ જાલા, ભાર્ગવભાઈ બોડા, રાહુલ મકવાણા, પ્રદીપ પરમાર, કેવળ પુરોહિત, ચેતન ચોવટીયા, હેમલ ગોહેલ, યશ ચોલેરા, ભૂમિકા પટેલ, નમિતાબેન કોઠીયા, રેખાબેન પટેલ, નિરાલી કોરાટ, મોનલ પટેલ, અંકિતા સોની, શ્વેતા પરમાર, નેહા જોષી, નેહા વ્યાસ, જીગ્નેશ જોશી, હિમાંશુ પારેખ, નિશાંત જોષી, ભુવનેશ શાહી, વિશાલ સોલંકી, વિશાલ કોટેચા, કલ્પેશ મૈયડ, હર્ષ ઘીયા, પરાગ લોલારીયા, જસ્મીન ગઢીયા, ભરત પરમાર, ધવલ પડીયા, શીવદિપસિંહ ઝાલા, રાજન કોટેચા, જીગર સંઘવી, દિપ વ્યાસ, ઝીલ, અક્ષય, મીલન જોષી, ચંદ્રસિંહ પરમાર, નિતીશ કથીરીયા, પારસ શેઠ, અમીત લાખાણી, અંકુર લીંબાસીયા, જય રંગાણી, મયુર ઠુમ્મર, કળણાલ વેકરીયા, યશ માલાણી તેમજ મહીલા વકીલોમાં સર્વશ્રી મેઘાવી ગજ્જર, હેપી પટેલ, કલ્પના ખોલીયા, ડીમ્પલ મોદી, રજનીબા રાણા,) ચેતનાબેન કાછડીયા આ કાર્યક્રમને સફળ બનાવવા સતત જહેમત ઉઠાવી રહયા છે. આઈ. ટી. વિભાગને લગતી કામગીરી અને ફોટોગ્રાફી એડવોકેટ શ્રીજસ્મીનભાઈ કે. ગઢીયા પોતાની આગવી શૈલીથી સંભાળી રહયા છે.
(2:43 PM IST)










