<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

મનપાએ ધોકો પછાડયોઃ બાકીવેરો વસુલવા ૪ મિલ્‍કતને તાળાઃ ૯ને નોટીસ

૪૦૦ કરોડથી વધુનો લક્ષ્યાંક પુર્ણ કરવા કવાયતઃ આજે બપોર સુધીમાં ૪૬-૪૬ લાખની વસુલાત

રાજકોટ તા. ૩ : મ્‍યુનિ. કોર્પોરેશનની મુખ્‍ય આવકનોસ્ત્રોત એવી વેરા શાખાનો રૂા. ૪૦૦ કરોડથી વધુનો લક્ષ્યાંક પુર્ણ કરવા બાકી વેરો વસુલવવા મીલ્‍કત સીલ, જપ્તની નોટીસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અન્‍વયે આજે ત્રણેય ઝોનનાં વિવિધ વિસ્‍તારમાં ૪ મીલ્‍કતોને સીલ તથા ૯ મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપવામાં આવી હતી. આજે બપોર સુધીમાં રૂા. ૪૬.૪૬ લાખની આવક થવા પામી હતી.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકાનાં કમિશનર દેવાંગ દેસાઈની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત રૈયા રોડ પર આવેલ ૧-યુંનીટ ની નોટિસ સામે રીકવરી રૂ.૪.૨૭ લાખ, સદગુરૂ નગર માં આવેલ ૧-યુનિટ ની નોટિસ સામે રીકવરી રૂ.૩૦,૦૦૦/-, ટાગોર રોડ પર આવેલ ફર્સ્‍ટ ફ્‌લોર શોપ નં-૧ માં નોટિસ આપેલ, મહાદેવ વાડી મેઇન રોડ પર આવેલ ૧-યુનિટ ની નોટિસ સામે રીકવરી રૂ.૫૯,૦૨૦/-, ગુરૂ પ્રસાદ ચોકમાં આવેલ ૧-યુનિટ ની નોટિસ સામે રીકવરી રૂ.૮૮,૧૭૦/-, મવડી રોડ પર આવેલ ૧-યુનિટ ની નોટિસ સામે રીકવરી રૂ.૬૨,૦૬૪/-, મવડી રોડ પર આવેલ ૧- યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.૫૬,૧૨૦/-, ઓમ ઉદ્યોગનગર વિસ્‍તાર ૨-યુનિટ ને નોટિસ આપેલ, કે.પી.ઓદ્યોગિક વિસ્‍તારમાં ૧-યુનિટ ને નોટિસ આપેલ, કોઠારિયા રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૫૩,૦૨૦/-, ૪૦ ફૂટ મેઇન રોડ પર આવેલ ૧-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૫૮,૮૦૦/-, ન્‍યુ નેહરૂ નગર માં આવેલ મહાવીર એન્‍ટરપ્રાઈઝ સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૪.૧૭ લાખ, બોલબાલા રોડા પર આવેલ ૧- યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૨.૦૦ લાખ સહિત બપોરે ૧:૦૦ કલાક સુધી માં ૪ -મિલ્‍કતોને સીલ કરેલ તથા ૯ - મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપી હતી.

 આ કામગીરી મેનેજર સેન્‍ટ્રલ ઝોન,વેસ્‍ટ ઝોન,ઇસ્‍ટ ઝોન તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટરો દ્વારા નાયબ કમિશનર સી.કે.નંદાણીયા તથા આસી.કમિશનર સમીર ધડુકના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

 

(3:31 PM IST)