તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 2nd November 2024
રાજકોટમાં દિવાળીની રાતે આગના ૪૦ બનાવોથી ફાયર બ્રિગેડ તંત્ર દોડતું રહ્યું: ફટાકડાને કારણે અનેક વંડા, પ્લોટમાં કચરા સળગ્યાઃ કારખાના, ઘર, ગોડાઉનમાં પણ આગ લાગીઃ શહેરમાં ફટાકડાથી દાઝેલા ૨૮ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ

રાજકોટઃ શહેરમાં દિવાળીની રાત સહિત છેલ્લા ચાર દિવસમાં ફટાકડાના કારણે આગના ૪૦થી વધુ બનાવો બનતાં ફાયર બ્રિગેડની ટીમોને સતત દોડધામ કરવી પડી હતી.ં દિવાળીની રાત્રે ૩૦ સહિત ચાર દિવસમાં આગના આ બનાવો નોંધાયા હતાં. જેમાં ૨૭ એટલે કે ૬૮ ટકા બનાવો માત્ર ખુલ્લા કે ફેન્સીંગ કરેલા પ્લોટ, વંડામાં અને કચરામાં લાગ્યા હતા. જ્યારે રહેણાંકમાં ૭, ધંધાકીય સ્થળે ૨, કારખાનામાં ૧, ગોડાઉનમાં ૧ અને અન્યત્ર ૧ આગના બનાવ નોંધાયા હતા. બીજી તરફ દિવાળીની રાતે ફટાકડા ફોડતી વખતે શહેરમાં દાઝી જવાના અનેક બનાવો બન્યા હતાં. જેમાં બાળકો સહિત ૨૮ને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.
આ વર્ષે ફટાકડા વધુ ફૂટયા હતા પરંતુ, આગના બનાવોનું પ્રમાણ ઘટયું છે, અગાઉ દિવાળીના ચાર દિવસમાં ૧૦૦થી ૧૫૦ આગના બનાવો ફાયર બ્રિગેડમાં નોંધાતા હતા. ફાયરબ્રિગેડ દ્વારા ૨૭૩ ફટાકડાના ધંધાર્થીઓને એન.ઓ.સી. આપ્યા હતા. જેમાં એક પણ અરજી નામંજુર કરી ન્હોતી તેમજ અન્યત્ર પણ ફટાકડા વેચાતા હતા પરંતુ, ત્યાં કોઈ આગનો બનાવ નોંધાયો નથી. રણુજામંદિર પાછળ, કોઠારીયા રોડ પરસાણાનગર-૩, સુતા હનુમાનવાળી શેરીમાં, રૈયારોડ સુભાષનગર, સંતકબીર રોડ, મીલપરા મેઈનરોડ, ઢેબરરોડ, સાધુ વાસવાણી રોડ ખુલ્લા પ્લોટ, ૪૦ ફૂટ રોડ આહિર ચોક, વિદ્યાનગર રોડ જસાણી સ્કૂલ પાસે, ગોકુલધામ મેઈનરોડ, ઢેબરરોડ મધુરમ હોસ્પિટલ બાજુની શેરીમાં, રેલનગર ફાયર સ્ટેસન સામે, યુનિ.રોડ પંચાયત ચોક, હનુમાનમઢી પાસે, કાન્તાષાી વિકાસ ગળહ રોડ, શ્યામ એપાર્ટમેન્ટ પાસે, રેલનગર કુંજરોડ, ગૌતમનગર-૬, દોઢસો ફૂટરીંગરોડ ગૂડીયો શોરૂમ પાસે, રૈયાધાર, યુનિ.રોડ આયુ.હોસ્પિટલ ર્પાકિંગ, ભુતખાના ચોક, કરણપરા વગેરે સ્થળે ખુલ્લા પ્લોટ કે પડતર રહેલા કચરામાં આગ લાગી હતી. આગની ઘટનાઓને કારણે ફાયર બ્રિગેડના બંબાઓના સાયરન સતત ગુંજતા રહ્યા હતાં.
ફટાકડા ફોડતી વખતે દાઝી જવાના બનાવોમાં સિવિલ હોસ્પિટલમાં દિવાળીની રાતે ૨૮ને સારવાર અપાઇ હતી. જેમાં ૧૨ બાળકો, ૨ બાળકી, ૧૧ પુરૂષ અને ૩ મહિલાને સારવાર અપાઇ હતી. જેતપુરમાંફટાકડા ફોડતી વખતે ૧૦ વર્ષનો ઘનશ્યામ જીજ્ઞેશભાઇ ચોૈહાણ દાઝી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.
(11:41 AM IST)










