તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 30th October 2024
બેંક કલેકટરશ્રીના લીગલ હુકમનો પણ અનાદર કરે છે, અનેકવિધ કાયદાઓ પુરાવાઓ મુજબ જ સંપુર્ણ સુનાવણી થયેલઃ કારણ ટેકનીકલ નહિ પરંતુ ‘લીગલ' જ છેઃ વિબોધ દોશી

બેંક કલેકટરશ્રીના લીગલ હુકમનો પણ અનાદર કરે છે, અનેકવિધ કાયદાઓ પુરાવાઓ મુજબ જ સંપુર્ણ સુનાવણી થયેલઃ કારણ ટેકનીકલ નહિ પરંતુ ‘લીગલ' જ છેઃ વિબોધ દોશીરાજકોટઃ મતદારો ( ડેલિગેટ્સ ) ની અંતિમયાદી જાહેર કરતા પૂર્વે ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા જિલ્લા કલેકટરશ્રીએ સર્વ શ્રી કાયર હર્ષિતભાઈ પી., રાઈઠઠ્ઠા ભાવેશભાઈ એ., હિંશુ જસ્મીનભાઇ જે. પુજારા, કિશોરભાઈ જે., ખુંટ કરસનભાઈ એ. ને કાયદાકીય રીતે ગેરકાયદેસર ઠરાવતા ગુજરાતના સહકારી જગતમાં ભૂકંપ સર્જાયો છે.વાંધેદારો તરફથી પ્રખર ધારા શ્રી રવિભાઈ ગોગીયાએ ધારદાર દલીલો રજુ કરેલ કલેક્ટર શ્રી સમક્ષની સંપૂર્ણ સુનાવણી દરમિયાન અનેકવિધ કાયદાઓ તેમજ પુરાવાઓ રજૂ થયેલ. બેન્ક તરફથી પણ કાયદાઓ અને દલીલો રજૂ થયેલ પરંતુ કલેક્ટરશ્રીએ તેમા કોઈ તથ્ય ન હોવાથી બેન્કની રજૂઆતો ફગાવી દીધેલ. તેમ નાગરિક બેંક બચાઓ સંઘના વિબોધ દોશીની યાદીમાં જણાવાયું છે.
નાગરિક બેંક બચાવો સંઘના અગ્રણીઓ ચંદુભા પરમાર, વિબોધ દોશી, ખેંગાર યોગીજી, મુન્નાભાઈ રાવલ, ઉમેશ દફતરી, લક્ષ્મણ મકવાણા, તેમજ વિશ્વેશ ધોળકિયાએ સંયુક્ત અખબારી યાદીમાં જણાવેલ છે કે અમોને ભૂતકાળમાં બેંકે માઁ જેટલું વાત્સલ્ય તેમજ સઘળું આપેલ છે, ત્યારે સંતાન ધર્મ બજાવો તે અમારા માટે કર્તવ્ય સમાન છે. બેન્કિંગ રુલ્સ એન્ડ રેગ્યુલેશન, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની ગાઈડ લાઈન, બેંકની જૂની અને ભવ્ય પરંપરા અને કાર્ય પદ્ધતિથી સંપૂર્ણપણે વિમુખ થઈ સહકારી ક્ષેત્રમાં પોતાની ખાનગી ભાગીદારી પેઢી ઊભી કરનારાઓ અને તેની સાથે સંકળાયેલા તમામ લોકોને બેંકમાંથી દૂર કરવા એ બેંકના અસ્તિત્વને ટકાવી રાખવા માટે અનિવાર્ય છે. મંદિર જેવી પવિત્ર નાણાકીય સંસ્થાને સ્વાર્થી ભ્રષ્ટાચારી,સત્તાલાલસુઓ તેમજ અહંકારી લોકોએ બેંકને દાવ ઉપર લગાડી દીધેલ છે. બેંકમાં જે સાડા છ હજાર કરોડ જેટલી લાખો લોકોની થાપણ ( ફિક્સ ડિપોઝિટ ) પડેલ છે તે નાના માણસોની લોહી- પસીના ની જીવનભરની કમાણી છે અને તે તેની મરણ મૂડી છે. ઉઠી કે ડૂબી ગયેલી અનેક સહકારી બેન્કોના લિસ્ટમાં નગરિક બેંકનુ નામ ન ઉમેરાય તે માટે સંઘ સંકલ્પ બધ્ધ છે. આ માટે પ્રમાણિક, કુશળ, નિસ્વાર્થી એવા અનેક ડેલિકેટો મોટી સંખ્યામાં છે અને તેઓએ ચૂંટણી જીતીને બેંકનું સંચાલન સંભાળી લેવું પડે તેમ છે. અન્યથા નજીકના મહિનાઓ કે વર્ષોમાં બેંકનું સંચાલન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના વહીવટદારને પણ સોપાઈ જાય તેવી નગરિક બેંક બચાવો સંઘના અગ્રણીઓએ દેહશત વ્યક્ત કરેલ છે. હાલમાં કોઈ થાપણદારને ગભરાવાની કે ડરવાની જરૂર નથી તેમ ભારપૂર્વક સંઘે જાહેર કર્યું છે. પરંતુ બેંકને લાગેલું આ કેન્સર કે ઉધ્યનું ઓપરેશન સત્વરે નો થાય તો અંધકારમય ભવિષ્ય અંગે ઘેરી આશંકાઓની દેહશત યાદીમાં વ્યક્ત કરેલી છે.
પાંચ ડેલિગેટ રદ થયા અંગે ની કાનૂની પ્રકિયામા વાંધેદારના તરફથી એડવોકેટ તરીકે શ્રી બી.બી ગોગિયા, શ્રી રવિ બી.ગોગીયા, હિરેન કે. રૈયાણી, નિખિલ એસ. ગોગિયાં, સી.પી. રાવલ તેમજ મદદનીશ તરીકે નિશિતાબેન સોરઠીયા,વિશાબેન પીઠવા, ભાર્ગવી રાયઠા રોકાયેલ હતા.(૨.૧૬)
(4:19 PM IST)










