<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

કાલે શેરી ફેરિયાઓની લોન મંજુરી માટે કેમ્‍પ

પી.એમ. સ્‍ટ્રીટ પેન્‍ડર આત્‍મનીર્ભર નિધી યોજનાઓ હેઠળ ખાસ આયોજન : વધુમાં વધુ લોકોને લાભ લેવા મેયર સહિતના પદાધિકારીઓની અપીલ

રાજકોટ,તા.૨૨ : મહાનગરપાલિકા દ્વારા PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના હેઠળ શેરી ફેરિયાઓની લોન મંજુરી માટે તા.૨૩ મહાત્‍માગાંધી મ્‍યુઝીયમ ખાતે લોન મંજુરી કેમ્‍પ યોજવામાં આવેશ તેમ મેયર સહિતના પદાધિકારીઓએ જણાવ્‍યું હતું.

આ અંગે મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર  નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા  લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક  મનીષભાઈ રાડીયા અને શિશુ કલ્‍યાણ, ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન  દિલીપભાઈ લુણાગરીયા જણાવે છે કે, ભારત સરકાર  દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરીફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્‍થાપિત કરી શકે તે હેતુથી પ્રથમ તબક્કામાં રૂ.૧૦,૦૦૦/- તથા પ્રથમ લોન પૂર્ણ થયેલ લાભાર્થીઓને રૂ.૨૦,૦૦૦/- સુધીની ર્વકિંગ કેપિટલ લોન સિકયુરીટી વિના બેંકો મારફત સરળતાથી મળી રહે તે માટે મંજુરી માટે જે શેરીફેરિયાઓની લોન અરજી બેંક ક્‍ક્ષાએ પેન્‍ડીંગ છે તેવા લાભાર્થીઓ માટે તા.૨૩ના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહાત્‍મા ગાંધી મ્‍યુઝીયમ જ્‍યુબિલી ગાર્ડન પાસે ડીસ્‍બર્સમેન્‍ટ કેમ્‍પ યોજવામાં આવશે.

વિશેષમાં આયોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા અને બેંકો દ્વારા લોન મંજુરની પ્રક્રિયા સરળતાથી થાય તે પ્રકારની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. જેમાં સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયા, બેંક ઓફ બરોડા, એચ.ડી.એફ.સી.બેંક, કોટક મહિન્‍દ્રા બેંક, સૌરાષ્‍ટ્ર ગ્રામીણ બેંક, પંજાબ નેશનલ બેંક, એક્‍સીસ બેંક ઉપસ્‍થિત રહેશે.

આ માટે જે શેરીફેરીયાઓની લોન મંજુરીની પ્રક્રિયામાં છે તેવા લાભાર્થીઓને રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્‍ટ શાખા દ્વારા ટેલીફોનીક જાણ પણ કરવામાં આવેલ છે. જેમાં લાભ લેવા ઇચ્‍છતા લાભાર્થીઓએ મોબાઈલ ઉપરાંત પાસપોર્ટ સાઈઝ ફોટો, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, બેંક પાસબુક, ઓરીઝનલ અને ઝેરોક્ષ નકલ સાથે કેમ્‍પના સ્‍થળે લગત બેંકનો સંપર્ક કરવાનો રહેશે.

વિશેષમાં, ડીજીટલ પેમેન્‍ટને પ્રોત્‍સાહન મળી રહે તે માટે શેરીફેરિયાઓ દ્વારા BHIM UPI, PayTm, PhonePe, GooglePay, BharatPay, AmazonPay દ્વારા પેમેન્‍ટ કરવામાં આવે તે માટે ફેરીયાઓને બેંક દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે.

જે શેરીફેરીયાઓની લોન મંજુરીની પ્રક્રિયામાં છે તેવા લાભાર્થીઓને તા.૨૩/૧૦/૨૦૨૪ દરમ્‍યાન લોન મંજૂરી માટે સવારે ૧૦ થી સાંજના ૫ કલાક દરમ્‍યાન કેમ્‍પમાં ઉપસ્‍થિત રહેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. (૨૫.૩)

(3:52 PM IST)